પર્સનલ કોમ્પ્યુટરની તપાસ / જનહિતની અરજી પર સુપ્રીમે કેન્દ્ર પાસે 6 સપ્તાહમાં જવાબ માંગ્યો

supreme court issue notice to narendra modi governement over 10 agencies to monitor computer data on a PIL
X
supreme court issue notice to narendra modi governement over 10 agencies to monitor computer data on a PIL

  • 10 મુખ્ય એજન્સીઓને પર્સનલ કોમ્પ્યુટરોની તપાસ અંગેનો અધિકાર મળ્યો હતો. 

  • ગૃહ મંત્રાલયે 20 ડિસેમ્બરે નોટિફિકેશન બહાર પાડ્યું હતું 

Divyabhaskar

Jan 15, 2019, 07:14 AM IST

નવી દિલ્હીઃ 10 મુખ્ય સુરક્ષા અને ગુપ્ત એજન્સીઓએ પર્સનલ કોમ્પ્યુટરની તપાસનો હક આપવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. વકીલ મનોહરલાલ શર્માએ અરજી કરી હતી. આ અંગે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે 6 સપ્તાહમાં જવાબ માગ્યો છે. 

1. સરકારની નોટિસ ગેરકાયદે- અરજદાર
ગૃહમંત્રાલયે 20 ડિસેમ્બર, 2018એ નોટિફિકેશન બહાર પાડી સીબીઆઈ, આઈબી, અને ઈડી જેવી 10 એજન્સીઓને કોમ્પ્યુટરની તપાસનો અધિકાર આપ્યો હતો. આ અધિકારમાં મુખ્ય એજન્સીઓ કોઈ પણ વ્યક્તિનાં કોમ્પયુટરમાં રહેલી તમામ માહિતી અને પ્રવૃતિ જોઈ શકશે. આ અધિકાર આઈટી એક્ટની કલમ-69 હેઠળ આપવામાં આવ્યો છે. આ નોટિફિકેશનને અરજદાર મનોહરલાલ શર્માએ ગેરકાયદે ગણાવતા જનહિતની અરજી કરી છે. 
2. મોદી સરકારે ગોપનિયતા પર પ્રહાર કર્યો છે- કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે, હવેની વખત મોદી સરકારે ગોપનિયતા પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશને એક પોલીસ રાજ્યમાં બદલવામાં આવી રહ્યું છે. જો કે આ સમસ્યાનું સમાધાન નથી. જેના જવાબરૂપે સરકારે જવાબ આપ્યો કે, કોમ્પ્યુટર ડેટાની તપાસનો નિયમ  યુપીએ સરકારનાં શાસનકાળમાં બન્યો હતો. 
3. શું છે IT એક્ટની કલમ-69?
જો કેન્દ્ર સરકારને લાગે છે કે દેશની સુરક્ષા, અખંડતા, અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવી રાખવા કે ગુનાઓને રોકવા માટે કોઈ ડેટાની તપાસની જરૂરત છે તો તે સંબંધિત એજન્સીઓને આ અંગેનો આદેશ  આપી શકે છે.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી