ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Supreme Court is ready for hearing on SC ST Act in Open court

  SC-ST ઍક્ટ પરના ફેંસલા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:27 PM IST

  એટોર્ની જનરલ (એજી) તરફથી ખુલ્લી અદાલતમાં આ સંબંધે સુનાવણીની અપીલ પર કોર્ટે હા પાડી દીધી છે
  • કોર્ટમાં એજી કે.કે. વેણુગોપાલે કહ્યું કે આજે જ સુનાવણી થાય. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્ટમાં એજી કે.કે. વેણુગોપાલે કહ્યું કે આજે જ સુનાવણી થાય. (ફાઇલ)

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મંગળવારે એસસી/એસટી ઍક્ટમાં ધરપકડ પહેલા તપાસ અનિવાર્ય કરવાના મામલે કેન્દ્રની પુનર્વિચારણા અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી. કોર્ટે પોતાના ફેંસલા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. કહ્યું, "અમે એસસી-એસટી ઍક્ટની વિરુદ્ધ નથી પરંતુ, કોઇ નિર્દોષને સજા ન થવી જોઇએ." કોર્ટે દરેક પાર્ટી પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો છે અને આ મામલે 10 દિવસ પછી સુનાવણી કરવામાં આવશે. પુનર્વિચારણા અરજી સોમવારે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એસસી-એસટી ઍક્ટ મામલે ફેંસલા પછી દલિત સંગઠનોએ સોમવારે ભારતબંધનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન 10થી વધુ રાજ્યોમાં હિંસા થઇ અને 14 લોકોના મોત થયા.

   કેન્દ્ર તરફથી આજે જ સુનાવણીની માંગ

   - કેન્દ્ર તરફથી એજીએ આજે જ બે વાગે સુનાવણીની માંગ કરી. AG વેણુગોપાલે સીજેઆઇ કોર્ટમાં કહ્યું, દેશમાં કાયદો-વ્યવસ્થા ખરાબ થઇ રહ્યા છે. એવામાં મામલાની આજે જ સુનાવણી થવી જોઇએ. કોર્ટે માંગ માની લીધી છે. એમિકસ ક્યુરી અમરેન્દ્ર શરણે તેનો વિરોધ કર્યો.

   - સુનાવણી પછી CJIએ કહ્યું, તે જ બેન્ચ આજે બે વાગે સુનાવણી કરશે જેણે ફેંસલો આપ્યો. ફેંસલા પર રોક લાગશે કે નહીં તે બેન્ચ જ નક્કી કરશે.
   - ઉલ્લેખનીય છે કે 20 માર્ચના ફેંસલા વિરુદ્ધ કેન્દ્રએ પુનર્વિચારણા અરજી દાખલ કરી છે. મામલા પર જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ યુ.યુ. લલિતની બેન્ચે આદેશ આપ્યો હતો.

   શું છે પુનર્વિચારણા અરજીમાં?

   - SC/ST ઍક્ટ મામલે કેન્દ્ર સરકારની પુનર્વિચારણા અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો 20 માર્ચનો નિર્ણય SC/ST સમુદાયના બંધારણ હેઠળ આપેલા આર્ટિકલ 21 હેઠળ જીવવાના મૌલિક અધિકારથી વંચિત કરશે.

   - SC/ST વિરુદ્ધ અપરાધ સતત ચાલુ છે. તથ્યો જણાવે છે કે કાયદો લાગુ કરવામાં કમજોરી છે, તેનો દુરુપયોગ નથી થઇ રહ્યો. જો આરોપીને આગોતરા જામીન મળી ગયા તો તે પીડિતને ધમકાવશે અને તપાસ અટકાવી દેશે.
   - આગોતરા જામીનની જોગવાઇ 1973માં અધિકાર હેઠળ જોડવામાં આવી. કોર્ટે ખોટું કહ્યું છે કે જામીન આપવાનો ઇનકાર કરવો એ જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. જ્યારે આર્ટિકલ 21 હેઠળ જીવવાના અધિકાર અંતર્ગત આરોપીના અધિકારોને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે, તો SC/ST સમુદાયના લોકોને પણ બંધારણના આર્ટિકલ 21 અને છૂતાછૂત પ્રથા વિરુદ્ધ આર્ટિકલ 17 હેઠળ સંરક્ષણ જરૂરી છે.
   - કેન્દ્રએ કહ્યું છે કે આ અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી થાય, ચેમ્બરમાં નહીં.

  • સોમવારે ભારત બંધ દરમિયાન ઠેર ઠેર પ્રદર્શનો થયાં હતા જે કેટલાંક સ્થળે હિંસક પણ બન્યાં હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે ભારત બંધ દરમિયાન ઠેર ઠેર પ્રદર્શનો થયાં હતા જે કેટલાંક સ્થળે હિંસક પણ બન્યાં હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Supreme Court is ready for hearing on SC ST Act in Open court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top