હલાલા-બહુ વિવાહને ગેરકાયદેસર જાહેર કરવાની માગણી, SCમાં આજે સુનાવણી

આ મામલે એક બીજેપી લીડર અને બે મુસ્લિમ મહિલાઓએ અરજી દાખલ કરી છે

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 11:53 AM
One BJP leader and two Muslim women filed petition in this case

સુપ્રીમ કોર્ટે સોમવારે મુસ્લિમ બહુ વિવાહ અને નિકાહ હલાલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરશે. આ અરજીમાં બહુ વિવાહ અને હલાલાને ગેરકાદેસર જાહેર કરવાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરાઈ છે અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ બહુવિવાહ અને નિકાહ હલાલા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ પર કેન્દ્ર સરકાર અને લો કમિશને નોટિસ જાહેર કરી છે. તે સાથે જઆ કેસ બંધારણીય બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આ વિશે ચાર અરજીઓ કરવામાં આવી હતી. જેમાં આ પ્રક્રિયાઓને ગેરકાયદેસર જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલાં સુપ્રીમ કોર્ટ ત્રિપલ તલ્લાકને ગેરકાયદેસર જાહેર કરી ચૂકી છે.

1) ભાજપ નેતા અને 2 મુસ્લિમ મહિલાઓએ કરી હતી અરજી


- ભાજપના નેતા અને વકીલ અશ્વિન ઉપાધ્યાય
- દિલ્હીની નફીસા ખાન અને સમીના બેગમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

2) દિલ્હીની નફીસા ખાનની શું માગણી છે?


- આઈપીસીની કલમ દરેક નાગરિકો પર બરાબર લાગુ થવી જોઈએ. ટ્રિપલ તલાક આઈપીસીની કલમ 498A પ્રમાણે ક્રૂર છે. નિકાહ હલાલા કલમ 375 અંતર્ગત બળાત્કાર જેવી છે. બહુ વિવાહ આઈપીસીની કલમ 494 અંતર્ગત ગુનો છે. તેથી કોર્ટે તેને નકારી દેવી જોઈએ.
- બંધારણ પ્રમાણે જ્યારે બે નિયમમાં વિરોધાભાસ હોય તો પર્સનલ એક્ટ પર સાર્વજનિક કાયદો લાગુ કરવામાં આવે છે.

સમીનાના બે વાર લગ્ન, બે વાર ડિવોર્સ
- દક્ષિણ દિલ્હીમાં રહેતી સમીના બેગમે તેની અરજીમાં કહ્યું છે કે, 1999માં જાવેદ અનવર સાથે તેના લગ્ન થયા હતા. પતિએ તેને ખૂબ પરેશાન કરી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પતિએ તેને ડિવોર્સ પેપેર મોકલી દીધા હતા.
- સમીનાએ 2013માં રિયાઝુદ્દીન સાથે નિકાહ કર્યા જે પહેલેથી જ પરણિત હતો. રિયાઝુદ્દીને સમીનાને ફોન પર ડિવોર્સ આપી દીધા. તે સમયે તે પ્રેગ્નેન્ટ હતી.

પર્સનલ લો નૈતિકતા પર આધારિત હોય


- સમીનાએ તેમની અરજીમાં કહ્યું છે કે, ભારતમાં ધાર્મિક સમુદાયોને તેમના અંગત કાયદા પ્રમાણે ચાલવાની છૂટ છે. ધાર્મિક સમુદાયોને તેમના અલગ કાયદા હોઈ શકે છે. પરંતુ પર્સનલ લો બંધારણ અને નૈતિકતાના આધારે હોવા જોઈએ. તેઓ બંધારણની કલમ 14,15 અને 21નું ઉલ્લંઘન ન કરી શકે.

શું છે નિકાહ હલાલા, બહુ વિવાહ?


- મુસ્લિમોમાં હલાલા અને નિકાહ હલાલા એક જ વિધિ કહેવાય છે. શરિયત પ્રમાણે કોઈ ડિવોર્સી મહિલા તેના પહેલા પતિ સાથે ત્યાં સુધી ફરી વાર નિકાહ ન કરી શકે જ્યાં સુધી તે બીજી કોઈ મહિલા સાથે નિકાહ કરીને તેને તલાક ન આપે.
- મુસ્લિમોના કાયદામાં એક કરતા વધારે વખત નિકાહ કરવાની છૂટ આપવામાં આવી છે. તેને બહુવિવાહ કહે છે.

One BJP leader and two Muslim women filed petition in this case
X
One BJP leader and two Muslim women filed petition in this case
One BJP leader and two Muslim women filed petition in this case
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App