રાજ્ય સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે, ડેટા ભેગો કરવો જરૂર નહીં: સુપ્રીમ કોર્ટ

Supreme Court: Decision on the compulsion of Aadhaar, reservation in promotion and direct broadcast from the court today

સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ મહત્વના ચૂકાદા આવવાના છે. આ કેસ આધાર કાર્ડની અનિવાર્યતા, પ્રમોશનમાં આરક્ષણ અને કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણ સાથે જોડાયેલા છે. ચીફ જસ્ટિસ દીપક મિક્ષાની અધ્યક્ષતામાં પાંચ બેન્ચ સંવિધાન પીઠને નિર્ણય કરવાનો છે કે,

divyabhaskar.com

Sep 26, 2018, 11:35 AM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવામાં આરક્ષણનો લાભ રાજ્ય સરકાર તેમના સ્તરે આપી શકે છે. તે માટે નાગરાજ કમિટીની ભલામણને પુન:વિચાર માટે મોટી બેન્ચને મોકલવી જરૂરી નથી. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા એકત્ર કરવો જરૂરી નથી. આમ, સુપ્રીમ કોર્ટે પ્રમોશન મુદ્દે 2006નો નિર્ણય યથાવત રાખ્યો છે.

ચુકાદો આપતી વખતે જસ્ટિસ નરીમને કહ્યું છે કે, નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાચો હતો. તેના માટે ફેરવિચારની જરૂર નથી. એટલે કે આ કેસમાં હવે ફરી 7 જજની બેન્ચપાસે આ કેસ મોકલવો જરૂરી નથી. આમ, સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશન મુદ્દે આરક્ષણ આપવું કે નહીં તે નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો છે. એટલે કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો આરક્ષણ આપી શકે છે અને ન ઈચ્છે તો આરક્ષણ ન આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા એરત્ર કરવો જરૂરી નથી.

શું હતો 2006નો નિર્ણય?

હકીકતમાં 2006માં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચે નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણ વિશે ચુકાદો આપ્યો હતો. તે સમયે કોર્ટે અમુક શરતો સાથે આ વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી. જોકે 12 વર્ષ પછી પણ ન તો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ આંકડા આપ્યા છે. તેની જગ્યાએ ઘણી રાજ્ય સરકારે પ્રમોશનમાં આરક્ષણ કાયદો પાસ કરી દીધો પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ કાયદો રદ કરવામાં આવતો હતો. નોંધનીય છે કે, એસસી-એસટી સંગઠનોએ પ્રમોશનમાં આરક્ષણની માગ વિશે 28 સપ્ટેમ્બરે એક મોટા આંદોલનની જાહેરાત કરી છે

કોર્ટથી થતાં સીધા પ્રસારણ વિશે પણ સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

કોર્ટ આજે એ વિશે પણ ચૂકાદો આપશે કે મહત્વના કેસમાં કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ અને સીધુ પ્રસારણ થવું જોઈએ કે નહીં. આ મુદ્દા પર કોર્ટે 24 ઓગસ્ટના રોજ નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણથી પારદર્શિતા વધશે.

X
Supreme Court: Decision on the compulsion of Aadhaar, reservation in promotion and direct broadcast from the court today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી