ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» જસ્ટિસ જોસેફના નામ માટે SC કોલેજિયમની આજે ફરી બેઠક| SC Collegium Meeting Recommendation Justice Km Joseph

    જસ્ટિસ જોસેફના નામને કેન્દ્રમાં મોકલવા બાબતે ફરી આજે SC કોલેજિયમની બેઠક

    divyabhaskar.com | Last Modified - May 02, 2018, 10:20 AM IST

    આ પહેલાં કોલેજિયમે જસ્ટિસ જોસેફના નામની ભલામણ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ પરત કરી દીધો હતો
    • જસ્ટિસ જોસેફના નામને કેન્દ્રમાં મોકલવા બાબતે ફરી આજે SC કોલેજિયમની બેઠક
      જસ્ટિસ જોસેફના નામને કેન્દ્રમાં મોકલવા બાબતે ફરી આજે SC કોલેજિયમની બેઠક

      નવી દિલ્હીઃ ઉત્તરાખંડ હાઈકોર્ટના જસ્ટિસ કે એમ જોસફના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનાવવા માટે તેમના નામની ભલામણ પર આજે ફરી વિચાર કરવામાં આવશે. તેના માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની આજે ફરી બેઠક યોજાશે. ગયા સપ્તાહે કેન્દ્ર સરકાર આ ભલામણને ફરી વિચારણા માટે કોલેજિયમ પાસે મોકલી ચૂકી છે.

      જસ્ટિસ લોકુર રજા પર


      - ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ કોલેજિયમના સભ્ય છે. પરંતુ જસ્ટિસ લોકુર તબિયત ઠીક ન હોવાના કારણે 26-27 એપ્રિલના રોજ કામ પર નહોતા આવ્યા. એવામાં તેઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહેશે કે નહીં તેના પર સ્થિતિ સ્પષ્ટ નથી.

      ઈંદુ મલ્હોત્રાનું નામ કેન્દ્રએ મંજૂરી કરી લીધું હતું


      - સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 10 જાન્યુઆરીએ જસ્ટિસ જોસેફ અને સિનિયર વકીલ ઈંદુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી.
      - કેન્દ્ર સરકારે ઈંદુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી દીધી હતી, પરંતુ જસ્ટિસ જોસેફનું નામ ફરી વિચાર માટે કોલેજિયમને પરત કરવામાં આવ્યું હતું.
      - કેન્દ્રનું કહેવું હતું કે આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના માપદંડ મુજબ નથી.

      4 વર્ષથી ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે જસ્ટિસ જોસેફ


      - જસ્ટિસ જોસેફ આ વર્ષે જૂનમાં 60 વર્ષના થઈ જશે. 14 ઓક્ટોબર 2004ના રોજ કેરળ હાઈકોર્ટમાં સ્થાઈ ન્યાયાધિશ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
      - તેઓએ 31 જુલાઈ 2014ના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટનો પ્રભા સંભાળ્યો હતો.
      - તેઓએ 2016માં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મોદી સરકારના આદેશને ફગાવી દીધો હતો અને હરીશ રાવત સરકારને ચાલુ રાખવાના આદેશ આપ્યા હતા.

      જજોની જરૂર કેમ?
      - કોલેજિયમ અને કેન્દ્ર બંનેની પાસે જજોના 36% પદ ખાલી છે. તે ભરાય તો બાકી જજો પાસેથી રોજના 7 હજાર કેસનો ભાર ઘટશે. 146 નામ બે વર્ષથી અટકેલા છે. 36 નામ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પાસે પેન્ડિંગ છે. 110 નામ કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
      - દેશની 24 હાઈકોર્ટમાં 395 અને સુપ્રીમ કોર્ટમાં જજોના 6 પદ ખાલી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જસ્ટિસ જોસેફના નામ માટે SC કોલેજિયમની આજે ફરી બેઠક| SC Collegium Meeting Recommendation Justice Km Joseph
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top