Divya Bhaskar

Home » National News » Latest News » National » આજે કોલેજિયમ બેઠકમાં જોસેફ સિવાય અન્ય નામની થશે ચર્ચા| Supreme Court Collegium Meeting today

SCના કોલેજિયમની બેઠક આજે: જસ્ટિસ જોસેફ સિવાય અન્ય નામ વિશે થશે ચર્ચા

Divyabhaskar.com | Updated - May 16, 2018, 10:06 AM

11મેના રોજ કરવામાં આવેલી બેઠકમાં જસ્ટિસ જોસેફનું નામ ફરી મોકલવા મામલે સહમતી થઈ

  • આજે કોલેજિયમ બેઠકમાં જોસેફ સિવાય અન્ય નામની થશે ચર્ચા| Supreme Court Collegium Meeting today
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    . 11મેના રોજ થયેલી બેઠકમાં ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કેએમ જોસેફનું નામ ફરી મોકલવા માટે સૌદ્ધાંતિક સહમતી પણ કરવામાં આવી

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના કોલેજિયમની આજે ફરી એક વાર બેઠક થશે. તેમાં સુપ્રીમ કોર્ટ માટે ત્રણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ નામ અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવસે. 11મેના રોજ થયેલી બેઠકમાં ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કેએમ જોસેફનું નામ ફરી મોકલવા માટે સૌદ્ધાંતિક સહમતી પણ કરવામાં આવી છે. જોકે સરકાર પહેલા પ્રસ્તાવમાં તેમનું નામ નકારી ચૂકી છે.

    ફેરવિચાર માટે કેન્દ્રએ પરત કર્યું હતું જસ્ટિસ જોસેફનું નામ


    - કેન્દ્રએ જસ્ટિસ જોસેફના નામ પર ફરી વિચાર માટે કોલેજિયમને કહ્યું હતું.
    - ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળા પાંચ સભ્યોની કોલેજિયમની બેઠકમાં જસ્ટિસ જોસેફનું નામ કેન્દ્રને ફરી મોકલવા માટે સૈદ્ધાંતિક સહમતી કરી લેવામાં આવી છે.
    - કોલેજિયમના બાકી સભ્યોમાં જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકરુ અને જસ્ટિસ કુરિયને પણ ભાગ લીધો હતો.

    કેન્દ્રએ મંજૂરી આપવી પડશે, સમય સીમા નક્કી નથી


    - કોલેજિયમ કોઈ જજના નમની ભલામણ ફરી મોકલે તો કેન્દ્ર સરકારે તેની મંજૂરી આપવી જ પડે છે. જોકે તેની કોઈ સમય સીમા નક્કી નથી હોતી કે કેન્દ્રએ કેટલા દિવસમાં તેની મંજૂરી આપવી પડે છે.

    કયા નામ પર થઈ શકે છે ચર્ચા


    - આ હેઠકમાં કોલકાતા, રાજસથાન અને તેલંગાણા- આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નામ પર ચર્ચા કરવામાં આવશે. ગઈ બેઠકમાં આ નામ પર સંપૂર્ણ સહમતી બની શકી નહતી.

  • આજે કોલેજિયમ બેઠકમાં જોસેફ સિવાય અન્ય નામની થશે ચર્ચા| Supreme Court Collegium Meeting today
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending