રાફેલ ડીલને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આગામી સપ્તાહે સુનાવણી

વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં કૌભાંડ થયું છે.

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 12:27 PM
Supreme court agreed to hear pil seeking stay on Rafale deal next week

નવી દિલ્હીઃ રાફેલ ડીલ વિવાદનો મુદ્દે છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે આ ડીલને એક મોટું કૌભાંડ બતાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે આ મામલે દેશનો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે આ મામલાને લઈને કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં કૌભાંડ થયું છે, તેથી આ ડીલને રદ કરવામાં આવે. ત્યારે આગામી સપ્તાહે આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી શકે છે.

શું છે કોંગ્રેસના આરોપ?


- કોંગ્રેસનો દાવો છે કે UPA સરકારે જે વિમાનની ડીલ કરી હતી, તે જ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતમાં ખરીદી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નવી ડીલમાં કોઈપણ પ્રકારની ટેક્નોલોજી ટ્રાંસફરની વાત થઈ નથી. પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોની મુજબ UPA સરકારની ડીલ મુજબ 126માંથી 18 એરક્રાફ્ટ જ ફ્રાંસમાં બનવાના છે બાકીના તમામ HAL દ્વારા ભારતમાં બનવાના હતા.
- કોંગ્રેસે રાફેલ મુદ્દે દેશભરમાં લગભગ 100થી વધુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી કમિટીના અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે મળીને બેઠક પણ કરી. પાર્ટીએ બેઠકમાં મોદી સરકારને ઘેરવાના પ્લાન બનાવ્યાં છે.
- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઈને સતત વડાપ્રધાન અને રક્ષા મંત્રી પર નિશાન સાધી રહ્યાં છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષા મંત્રી પર રાફેલ દેશ સાથે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે.

X
Supreme court agreed to hear pil seeking stay on Rafale deal next week
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App