Home » National News » Desh » Suicide case of Pawan Sahu in Rajnandganv Chhattisgarh

એક લવસ્ટોરીનો ધ એન્ડ: યુવતીએ પિતાને કહ્યું હતું- હું મારી મરજીથી આવી છું અને મા બનવાની છું, મારશો તો 3 મરશે નહીંતો 3 જીવશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:53 AM

ઘરેથી ભાગેલી દીકરીને પિતાએ કહ્યું- છેલ્લીવાર મળી લે, ગળે વળગાડી રડવા માંગું છું

 • Suicide case of Pawan Sahu in Rajnandganv Chhattisgarh
  પાયલે કહ્યું, હું પોતે મારી મરજીથી અહીંયા આવી છું અને છોકરા કે તેના પરિવારના કોઇપણ સભ્યએ કોઇપણ પ્રકારની જબરદસ્તી નથી કરી.

  રાજનાંદગાંવ (છત્તીસગઢ): 9 સપ્ટેમ્બરના રોજ થયેલા પવન સાહૂ સુસાઈડ કેસમાં પાયલ અને તેના પિતા ધર્મેન્દ્ર જૈનનો એક ઓડિયો શુક્રવારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો. તેમાં પાયલે ગર્ભવતી થવાની વાત તેના પિતાને કહી. સાથે જ એમ પણ કહ્યું કે હું ઘરે આવીશ પરંતુ જો કોઇને પણ તમે લોકોએ માર્યો તો ત્રણ મરશે અને અમે જીવીશું તો ત્રણેય જીવીશું. ઉલ્લેખનીય છે કે પવન અને પાયલે પરિવાર વિરુદ્ધ જઈને લવમેરેજ કર્યા હતા.

  દીકરી બોલી- હું પોતે મારી મરજીથી અહીંયા આવી છું

  પાયલે કહ્યું, હું પોતે મારી મરજીથી અહીંયા આવી છું અને છોકરા કે તેના પરિવારના કોઇપણ સભ્યએ કોઇપણ પ્રકારની જબરદસ્તી નથી કરી. લગભગ 25 મિનિટના આ ઓડિયોમાં પોતાની દીકરીને બોલાવવા માટે વારંવાર નિવેદન કર્યું અને આ પગલું ઉઠાવવા માટે તેને કોસી પણ ખરી. પિતાએ કહ્યું કે જો ત્રણ મહિના નહીં થયા હોય તો બધું બરાબર કરી દઇશ. પાયલે પોતાના પિતાને કહ્યું કે તે બિલાસપુરની કોઈ હોટલમાં રોકાઈ છે. તેણે કહ્યું, હું જ્યાં પણ છું, ઠીક છું. તમે લોકો પરેશાન ન થશો. પિતાનું કહેવું હતું કે ઘરમાં 3 દિવસથી મા જમી નથી. દાદાને હાર્ટએટેક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તું જ્યાં પણ હોય, ઘરે પાછી આવી જા, અમે તમામ ચીજોનો સ્વીકાર કરી લઇશું. કોઇ કંઇ નહીં બોલે. તે જ છોકરા સાથે લગ્ન કરાવી આપીશું, તે પણ ધૂમધામથી.

  પોલીસમાં નહીં જણાવું, હેરાન નહીં કરું

  પિતા ધર્મેન્દ્રએ પાયલને કહ્યું હતું કે તારી મરજીથી બધું કરીશ. પોલીસમાં નહીં જણાવું, હેરાન પણ નહીં કરું. ચૂપચાપ વિદાય કરી દઇશ. પાયલે કહ્યું કે સામે નહીં મળી શકું, જીવ નહીં બચે મારો. તો પિતાએ કહ્યું કે કોઇ કંઇ નહીં કરે. ઇચ્છે તો તું મને ગોળી મારી દેજે. તું નહીં રહે તો હું જીવીને શું કરીશ. પાયલે પોતાના પિતાને આઇ લવ યુ પણ કહ્યું.

  20 વર્ષની છું, સમજણી થઈ ચૂકી છું, મેં લગ્ન કરી લીધા છે

  પાયલે કહ્યું કે હું 20 વર્ષની થઈ ગઈ છું. સમજદાર થઈ ગઈ છું. મેં લગ્ન કરી લીધા છે. પિતાએ કહ્યું કે પોતાની યુવાની માટે બીજાની બલિ કેમ આપી રહી છે. પાંચ વર્ષ પછી બધો નશો ઉતરી જશે. બાળકો મોટા થશે તો શું જણાવીશ. છેલ્લીવાર મળી લે, ગળે વળગાડીને રડવા માંગું છું.

  હું તે બાળકને ખોવા નથી માંગતી પાયલે પિતાને જણાવ્યું હતું કે તેને બાળક થવાનું છે. હું તે બાળકને ખોવા નથી માંગતી. ન તો તે બાળકને અને ન તો તે બાળકના પિતાને. મને પૈસા કે બીજું કશું નથી જોઇતું. પિતાએ કહ્યું હું બધું બરાબર કરી દઇશ.

  પ્રેમલગ્ન ક્યારેય સફળ નથી થયા

  પિતા ધર્મેન્દ્રએ કહ્યું કે પ્રેમલગ્ન ક્યારેય દુનિયામાં સફળ નથી થયા. આવનારા બાળકને શું નામ આપીશ. આપણે જૈન છીએ, ઊંચા લોકો છીએ. છોકરો ખબર નહીં કઈ જાતિનો છે. પોતાની ખુશી માટે આખી પેઢી, સંતાનસુખ માટે પરિવારને નષ્ટ કરી નાખ્યો.


  9 સપ્ટેમ્બરના રોજ 11 પેજમાં મોતના તમામ કારણો લખીને પવને લગાવી હતી ફાંસી

  - આંતરજ્ઞાતીય લગ્નના લગભગ અઢી મહિના પછી રાજનાંદગાંવ શહેર પાસે આવેલા મુડપાર વિસ્તારના યુવકે પત્નીના પરિવારજનોના દબાણમાં આવીને 9 સપ્ટેમ્બરના રોજ રવિવારે ફાંસી લગાવી લીધી.

  - બીએડ કરી રહેલા 23 વર્ષીય પવન સાહૂએ મરતા પહેલા 11 પેજની સુસાઈડ નોટમાં પોતાના સસરા અને કાકાસસરા પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો અને તેમના કારણે પોતે આત્મહત્યા કરી હોવાની વાત કહી.

  - વાત એમ હતી કે યુવકે તેની 23 વર્ષીય પત્ની પાયલ જૈન સાથે પોતાનો વૈવાહિક સંબંધ સાબિત કરવા માટે પત્નીના ગામમાં મેરેજ સર્ટિફિકેટની નકલો વિવિધ જગ્યાઓએ ચોંટાડી દીધી. ત્યારબાદ આ મામલો પોલીસમાં પહોંચ્યો તો પોલીસે પવનને એક દિવસની અટકાયતમાં લઈ લીધો.

  - આ ઘટનાથી પવનને ખૂબ આઘાત લાગ્યો અને રવિવારે સવારે તે ફાંસી પર લટકેલો મળ્યો. આ બાજુ પરિવારજનોએ પોલીસની હેરાનગતિનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે શુક્રવારે પણ પોલીસે યુવકને બોલાવીને તેની કોરા કાગળ પર સહી કરાવી હતી.

  - પવનનો પ્રેમપ્રસંગ દિગ્વિજય કોલેજથી શરૂ થયો હતો. 18 જૂનના રોજ બંને ઘરેથી ભાગ્યા તેમજ 29 જૂનના રોજ નહેરૂનગરસ ભિલાઈમાં લગ્ન કરી લીધા. થોડા દિવસો પછી જ પાયલના પરિવારજનો તેને પિયર લઈ ગયા. પવન તેને મળવાનો સતત પ્રયત્ન કરતો રહ્યો પરંતુ જૈન પરિવારે મળવા ન દીધો. પરિણામે પરેશાન થઈને યુવકે મેરેજ સર્ટિફિકેટની નકલો ચોંટાડી દીધી હતી.

  આ પણ વાંચો: આખા પરિવારની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ કરી આત્મહત્યા, 15 પાનાંની સુસાઇડ નોટમાં લખ્યાં મોતના એક-એક કારણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ