લિપસ્ટિકથી દિવાલ પર લખ્યું- પત્ની મોતનું કારણ, લાસ્ટ લાઈન હતી- I LYOU

3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પરિવારમાં સતત ઝઘડાના કારણે કરી આત્મહત્યા

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 12:22 PM
લગ્નના 3 મહિના પછી જ કરી આત્મહત્યા
લગ્નના 3 મહિના પછી જ કરી આત્મહત્યા

શાહાબાદમાં ફોટોસ્ટેટની દુકાન ચલાવનાર એક 26 વર્ષના યુવકે તેના ઘરમાં જ મોબાઈલ ચાર્જરના વાયરથી ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. મરતા પહેલાં તેણે રૂમની દિવાલો અને ડ્રેસિંગ ટેબલના મિરર પર સુસાઈડ નોટ લખી હતી.

શાહાબાદ: શાહાબાદમાં ફોટોસ્ટેટની દુકાન ચલાવનાર એક 26 વર્ષના યુવકે તેના ઘરમાં જ મોબાઈલ ચાર્જરના વાયરથી ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. મરતા પહેલાં તેણે રૂમની દિવાલો અને ડ્રેસિંગ ટેબલના મિરર પર સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેણે મોત માટે પત્ની, સાળા, સાસ, તેના ભાઈ અને ભાભીને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે મૃતકની માતા રમા રાણીના નિવેદનના આધારે દીપકની પત્ની આંચલ, સાળા અતુલ શર્મા, સાસુ હર્ષ લતા, નાના ભાઈ અને તેની પત્ની પર આત્મહત્યાની ઉશકેરણી માટે ફરિયાદ નોંધી છે.

સુસાઈટ નોટમાં પત્નીને લખ્યું I LOVE You

- મૃતક યુવકનું નામ દીપક ગોસ્વામી છે. તેના લગ્ન 3 મહિના પહેલાં જ થયા હતા.
- સોમવારે બપોરે અંદાજે 3 વાગે દીપકે તેના નાના ભાઈ ભુપેન્દ્ર અને તેની પત્ની હીનાને ઘરની બહાર કાઢીને ગેટ પર તાળુ લગાવી દીધું હતું અને તે ઉપરના રૂમમાં જતો રહ્યો હતો.
- પહેલાં ભાઈ-ભાભીએ એવુ વિચાર્યું કે દીપકે ગુસ્સામાં આવું વર્તન કર્યું હશે, પછી કઈંક ખોટુ થવાની શંકાના કારણે તેમણે પોલીસને જાણ કરી હતી.
- પોલીસ દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશીને જોયું તો દીપકે ચાર્જરના વાયરથી પંખે લટકીને આત્મહત્યા કરી દીધી હતી.

લગ્નના થોડા દિવસ પછી જ શરૂ થયા હતા ઝઘડા


- દીપકના લગ્ન કરનાલમાં રહેતી આંચલ સાથે 31 ઓક્ટોબર 2017ના રોજ થયા હતા.
- લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી અને તેના કારણે થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપકના તેના ભાઈ-ભાભી સાથે પણ ઘણી વખત ઝઘડા થતા હતા.
- પડોશીઓના જણાવ્યા પ્રમાણે પરિવારમાં સંપત્તિના કારણે પણ વિવાદ થતો હતો.

મરવા નથી માગતો-મરવું છે મુશ્કેલ- દીપક


- એ સાચી વાત છે કે, મરવું ખૂબ મુશ્કેલ છે, કોઈએ આવું પગલું ન લેવુ જોઈએ, પણ મારા પોતાના લોકોએ જ મારો સાથ છોડી દીધો છે.
- હું હંમેશા એકલો હતો અને એકલો રહી ગયો. મરવા નહતો માગતો પરંતુ મારા પોતાના લોકોએ મને કર્યો મજબૂર.
- અતુલ શર્મા, હર્ષ લતા અને હિનાએ મારા ઘરને તોડી નાખ્યું છે. આઈ લવ યુ આંચલ. મારી પત્ની મારા મોતનું કારણ છે.

પારિવારિક વિવાદમાં માએ 3 દિવસથી ખાવાનું નહતું ખાધું


- ડોક્ટર સુરેન્દ્ર શર્માએ જણાવ્યું કે, શનિવારે દીપક તેમની પાસે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ઝઘડાના કારણે માએ છેલ્લા 3 દિવસથી ખાવાનું નથી ખાધું. તે વાતથી મે પણ તેમને સમજાવ્યા હતા.
- ઝઘડાના 2-3 દિવસ પહેલાં દીપકની પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

રૂમની દિવાલો પર લખી સુસાઈડ નોટ
રૂમની દિવાલો પર લખી સુસાઈડ નોટ
મિરર પર લખ્યું- મોતનું કારણ પત્ની
મિરર પર લખ્યું- મોતનું કારણ પત્ની
પત્નીને ગણાવી મોતની જવાબદાર
પત્નીને ગણાવી મોતની જવાબદાર
લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી
લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી
થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી
થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી
મૃતક દીપક
મૃતક દીપક
X
લગ્નના 3 મહિના પછી જ કરી આત્મહત્યાલગ્નના 3 મહિના પછી જ કરી આત્મહત્યા
રૂમની દિવાલો પર લખી સુસાઈડ નોટરૂમની દિવાલો પર લખી સુસાઈડ નોટ
મિરર પર લખ્યું- મોતનું કારણ પત્નીમિરર પર લખ્યું- મોતનું કારણ પત્ની
પત્નીને ગણાવી મોતની જવાબદારપત્નીને ગણાવી મોતની જવાબદાર
લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતીલગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી
થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતીથોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી
મૃતક દીપકમૃતક દીપક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App