ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Success story of IT Engineer in Kanpur selling Designer shoes on Amazon Flipkart

  IT એન્જિનિયરને આવ્યો સ્ટાર્ટઅપનો આઇડિયા, એમેઝોન-ફ્લિપકાર્ટ પર વેચે છે ડિઝાઇનર શૂઝ

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 09:38 AM IST

  શોખ ખાતર ચિત્રકામ કરતા આઇટી એન્જિનિયર સનતે તેના એક મિત્રને જૂતા પર ચિત્રકામ કરતા જોયો હતો
  • સનતે ક્રિએટિવિટીના શોખને બિઝનેસનું સ્વરૂપ આપવાની દિશામાં ડગ માંડ્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સનતે ક્રિએટિવિટીના શોખને બિઝનેસનું સ્વરૂપ આપવાની દિશામાં ડગ માંડ્યા.

   કાનપુર: જીવનમાં કંઇક અલગ કરી બતાવવાની ચાહનાએ એક સામાન્ય યુવકને બિઝનેસમેન બનાવી દીધો. તેની પાસે ન તો કોઇ જમાપૂંજી હતી અને ન તો કોઇ બિઝનેસનું બેકગ્રાઉન્ડ હતું. શોખ ખાતર ચિત્રકામ કરતા આઇટી એન્જિનિયર સનતે તેના એક મિત્રને જૂતા પર ચિત્રકામ કરતા જોયો. તેના પરથી તેને એક સ્ટાર્ટ-અપનો આઇડિયા આવ્યો. સનતે ક્રિએટિવિટીના શોખને બિઝનેસનું સ્વરૂપ આપવાની દિશામાં ડગ માંડ્યા છે અને સફેદ જૂતા પર સોનેરી નસીબની રેખાઓ ખેંચી રહ્યા છે. એટલું જ નહીં, બીજા નવયુવાનોને તેઓ રોજગાર પણ આપી રહ્યા છે.

   વિદ્યાર્થીને જૂતા પર ચિત્રકામ કરતા જોઇને આવ્યો સ્ટાર્ટઅપનો આઇડિયા

   સનત શ્રીવાસ્તવ કાનપુરમાં રાવતપુર ગણેશનગરનો નિવાસી છે. એન્જિનિયરિંગ કરી ચૂકેલા સનતના પિતા સંજય શ્રીવાસ્તવ કલેક્ટ્રેટમાં જસ્ટિસ આસિસ્ટન્ટના પદ પર તહેનાત છે. પિતાએ જણાવ્યું કે સનતને ચિત્રકામનો ઘણો શોખ છે. એકવાર સનતે એમિટી યુનિવર્સિટીના વિદ્યાર્થીને જૂતા પર ચિત્રકામ કરતો જોયો. તેની સાથે વાત કરતા માલૂમ પડ્યું કે તેણે તૈયાર કરેલા જૂતા લોકો ખૂબ પસંદ કરે છે. સનતે વિચાર્યું કે આનો તો બિઝનેસ કરવો જોઇએ. પોતે જ બિઝનેસ શરૂ કરીને બેરોજગારોને રોજગાર આપીએ.

   જૂતાનો પ્રથમ લોટ તાત્કાલિક વેચાઇ ગયો, શરૂ કરી દીધી કંપની

   આ સપનાને સાકાર કરવા માટે તેમણે પિતા સાથે વાત કરી. આઇડિયા યોગ્ય લાગ્યો તો સંજયે પણ દીકરાની વાત માની લીધી. સનતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના ફાઇનલ યરમાં ભણી રહેલા પોતાના મિત્ર શશાંક સહાય અને ડિઝાઇનર આર્યન સિદ્દીકી સાથે વાત કરી. તેઓ પણ તૈયાર થઇ ગયા, પછી તેમણે સફેદ રંગના કેટલાક જૂતા મંગાવ્યા. તેના પર ચિત્રકામ કર્યું અને ત્યારબાદ તેનું વેચાણ કર્યું. લોકોએ તરત જ આ જૂતા ખરીદી લીધા અને જોતજોતામાં તમામ જૂતા વેચાઇ ગયા. તેનાથી બધાનો ઉત્સાહ વધ્યો અને ત્યારબાદ તેમણે ફંક ફિટ્સ નામથી કંપની શરૂ કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, વેબસાઇટ શરૂ કરી અને એમેઝોન-ફ્લિપકાર્ટ પર પણ વેચાણ માટે મૂકી પ્રોડક્ટ

  • આઇટી એન્જિનિયર સનતે પોતાની વેબસાઇટ તૈયાર કરી અને વિવિધ પ્રકારની ડિઝાઇન વાળા જૂતાના ફોટાઓ તેના પર પોસ્ટ કર્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇટી એન્જિનિયર સનતે પોતાની વેબસાઇટ તૈયાર કરી અને વિવિધ પ્રકારની ડિઝાઇન વાળા જૂતાના ફોટાઓ તેના પર પોસ્ટ કર્યા.

   કાનપુર: જીવનમાં કંઇક અલગ કરી બતાવવાની ચાહનાએ એક સામાન્ય યુવકને બિઝનેસમેન બનાવી દીધો. તેની પાસે ન તો કોઇ જમાપૂંજી હતી અને ન તો કોઇ બિઝનેસનું બેકગ્રાઉન્ડ હતું. શોખ ખાતર ચિત્રકામ કરતા આઇટી એન્જિનિયર સનતે તેના એક મિત્રને જૂતા પર ચિત્રકામ કરતા જોયો. તેના પરથી તેને એક સ્ટાર્ટ-અપનો આઇડિયા આવ્યો. સનતે ક્રિએટિવિટીના શોખને બિઝનેસનું સ્વરૂપ આપવાની દિશામાં ડગ માંડ્યા છે અને સફેદ જૂતા પર સોનેરી નસીબની રેખાઓ ખેંચી રહ્યા છે. એટલું જ નહીં, બીજા નવયુવાનોને તેઓ રોજગાર પણ આપી રહ્યા છે.

   વિદ્યાર્થીને જૂતા પર ચિત્રકામ કરતા જોઇને આવ્યો સ્ટાર્ટઅપનો આઇડિયા

   સનત શ્રીવાસ્તવ કાનપુરમાં રાવતપુર ગણેશનગરનો નિવાસી છે. એન્જિનિયરિંગ કરી ચૂકેલા સનતના પિતા સંજય શ્રીવાસ્તવ કલેક્ટ્રેટમાં જસ્ટિસ આસિસ્ટન્ટના પદ પર તહેનાત છે. પિતાએ જણાવ્યું કે સનતને ચિત્રકામનો ઘણો શોખ છે. એકવાર સનતે એમિટી યુનિવર્સિટીના વિદ્યાર્થીને જૂતા પર ચિત્રકામ કરતો જોયો. તેની સાથે વાત કરતા માલૂમ પડ્યું કે તેણે તૈયાર કરેલા જૂતા લોકો ખૂબ પસંદ કરે છે. સનતે વિચાર્યું કે આનો તો બિઝનેસ કરવો જોઇએ. પોતે જ બિઝનેસ શરૂ કરીને બેરોજગારોને રોજગાર આપીએ.

   જૂતાનો પ્રથમ લોટ તાત્કાલિક વેચાઇ ગયો, શરૂ કરી દીધી કંપની

   આ સપનાને સાકાર કરવા માટે તેમણે પિતા સાથે વાત કરી. આઇડિયા યોગ્ય લાગ્યો તો સંજયે પણ દીકરાની વાત માની લીધી. સનતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના ફાઇનલ યરમાં ભણી રહેલા પોતાના મિત્ર શશાંક સહાય અને ડિઝાઇનર આર્યન સિદ્દીકી સાથે વાત કરી. તેઓ પણ તૈયાર થઇ ગયા, પછી તેમણે સફેદ રંગના કેટલાક જૂતા મંગાવ્યા. તેના પર ચિત્રકામ કર્યું અને ત્યારબાદ તેનું વેચાણ કર્યું. લોકોએ તરત જ આ જૂતા ખરીદી લીધા અને જોતજોતામાં તમામ જૂતા વેચાઇ ગયા. તેનાથી બધાનો ઉત્સાહ વધ્યો અને ત્યારબાદ તેમણે ફંક ફિટ્સ નામથી કંપની શરૂ કરી.

   આગળની સ્લાઇડમાં વાંચો, વેબસાઇટ શરૂ કરી અને એમેઝોન-ફ્લિપકાર્ટ પર પણ વેચાણ માટે મૂકી પ્રોડક્ટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Success story of IT Engineer in Kanpur selling Designer shoes on Amazon Flipkart
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top