જે મોદી ન કરી શક્યા તે આ વ્યક્તિએ કરી બતાવ્યું, કરી રહ્યો છે લાખોની કમાણી

સચિન દેવ વશિષ્ઠ કેસર ઊગાડતા ખેડૂતો અને ગ્રાહકોની વચ્ચે 'કિંગ કેસરિયા' બનીને એક પુલનું કામ કરી રહ્યા છે

divyabhaskar.com | Updated - Mar 04, 2018, 12:32 PM
કિંગ કેસરિયાના ફાઉન્ડર સચિન દેવ વશિષ્ઠ. (ફાઇલ)
કિંગ કેસરિયાના ફાઉન્ડર સચિન દેવ વશિષ્ઠ. (ફાઇલ)

કૃષિક્ષેત્રમાં સુધાર માટે જરૂરી કાયદો બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહી છે, પરંતુ તે છતાંપણ વચેટિયાઓનો પ્રભાવ ઓછો થઇ રહ્યો નથી. આ જ કારણ છે કે તમામ પ્રયત્નો છતાં ખેડૂતોને તેમના હિસ્સાના લાભ મળી રહ્યા નથી. પરંતુ, એક વ્યક્તિ એવો પણ છે જે પોતાના વેન્ચર દ્વારા ખેડૂતોના દુઃખદર્દ સાંભળી રહ્યો છે અને તેમના હિસ્સાનો લાભ આપી રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે સચિન દેવ વશિષ્ઠ.

નવી દિલ્હી: કૃષિક્ષેત્રમાં સુધાર માટે જરૂરી કાયદો બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહી છે, પરંતુ તે છતાંપણ વચેટિયાઓનો પ્રભાવ ઓછો થઇ રહ્યો નથી. આ જ કારણ છે કે તમામ પ્રયત્નો છતાં ખેડૂતોને તેમના હિસ્સાના લાભ મળી રહ્યા નથી. પરંતુ, એક વ્યક્તિ એવો પણ છે જે પોતાના વેન્ચર દ્વારા ખેડૂતોના દુઃખદર્દ સાંભળી રહ્યો છે અને તેમના હિસ્સાનો લાભ આપી રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે સચિન દેવ વશિષ્ઠ. હરિયાણાના અંબાલામાં રહેતા સચિનની આ પહેલથી ખેડૂતોને ફાયદો તો થઇ જ રહ્યો છે, સાથે તેમને પોતાને પણ લાખોમાં કમાણી થઇ રહી છે.

divyabhaskar.com જણાવી રહ્યું છે સચિન દેવ વશિષ્ઠની સફળતાની સ્ટોરી.

આ રીતે કરી શરૂઆત

- સચિન દેવ વશિષ્ઠ કેસરનો વેપાર કરે છે. તેઓ કેસર ઊગાડતા ખેડૂતો અને ગ્રાહકોની વચ્ચે 'કિંગ કેસરિયા' બનીને એક પુલનું કામ કરી રહ્યા છે.

- ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યુમાં સચિને જણાવ્યું કે, મૂળે જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને ધ્યાનમાં રાખીને મેં આ વેપારની શરૂઆત કરી. સચિન જણાવે છે કે અમને જાણવા મળ્યું કે કેસરની ખેતી કરી રહેલા ખેડૂતોને પોતાના જ દેશમાં યોગ્ય ભાવ નથી મળતા, પણ ખેડૂતોની મહેનતને વચેટિયાઓ દ્વારા સાઉદી અરેબિયાના શેખોને ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે.

- આ પરિસ્થિતિમાં અમારા માટે ખેડૂતો સાથે સીધો સંપર્ક જરૂરી હતો.

એનજીઓની મળી મદદ

સચિન આગળ જણાવે છે કે તેમને આ કામમાં મને એનજીઓની મદદ મળી. આ એનજીઓ દ્વારા કેસર ઊગાડતા ખેડૂતો સાથે સંપર્ક થયો. મેં તેમના માટે ફૂડ સપ્લાયરનું કામ કર્યું. સચિન જણાવે છે કે જોતજોતામાં અમારો આઇડિયા હિટ થઇ ગયો અને હેલ્થને લઇને જાગૃત રહેતા એટલે કે હેલ્થ કોન્શિયસ દેશ-વિદેશના લોકોએ અમને ઓર્ડર આપવાના શરૂ કર્યા.

આગળની સ્લાઇડમાં વાંચો 1 ગ્રામના પાઉચથી કરી શરૂઆત

સચિન દેવ વશિષ્ઠ કેસરનો વેપાર કરે છે.
સચિન દેવ વશિષ્ઠ કેસરનો વેપાર કરે છે.

1 ગ્રામના પાઉચથી કરી શરૂઆત

 

સચિન જણાવે છે કે કિંગ કેસરિયાએ માર્કેટમાં વેપારની શરૂઆત નાનકડા પેકિંગથી કરી. તેમણે કહ્યું કે 1 ગ્રામ કેસરને નાનકડા ઝિપ પાઉચમાં નાખીને અમે લોકોને ડિલિવર કરવાનું શરૂ કર્યું. તે પછી સચિને પાર્ટટાઇમ જોબ કરવી શરૂ કરી અને પૈસા ભેગા કરીને ઇ-કોમર્સ વેબસાઇટ kingkesariya.co.in લોન્ચ કરી. સચિન જણાવે છે કે અમારે ખેડૂતો અને ગ્રાહકોનો ભરોસો જીતવાનો હતો, જેમાં ઘણી હદ સુધી અમે સફળ રહ્યા છીએ.

 

આગળની સ્લાઇડમાં વાંચો 30 લાખની છે વાર્ષિક આવક

સચિને પાર્ટટાઇમ જોબ કરવી શરૂ કરી અને પૈસા ભેગા કરીને ઇ-કોમર્સ વેબસાઇટ kingkesariya.co.in લોન્ચ કરી.
સચિને પાર્ટટાઇમ જોબ કરવી શરૂ કરી અને પૈસા ભેગા કરીને ઇ-કોમર્સ વેબસાઇટ kingkesariya.co.in લોન્ચ કરી.

30 લાખની વાર્ષિક આવક

 

સચિન જણાવે છે કે તેમના વેન્ચરમાંથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થાય છે. તેમણે જણાવ્યું કે અમારા ગ્રાહકો દેશ ઉપરાંત વિદેશોમાં પણ છે. એટલું જ નહીં, 

બ્રિટનના એક જર્નલે કિંગ કેસરિયાને દુનિયાની ટોચની 3 એગ્રી ઇ-કોમર્સ વેબસાઇટ્સની લિસ્ટમાં રાખી છે. 

X
કિંગ કેસરિયાના ફાઉન્ડર સચિન દેવ વશિષ્ઠ. (ફાઇલ)કિંગ કેસરિયાના ફાઉન્ડર સચિન દેવ વશિષ્ઠ. (ફાઇલ)
સચિન દેવ વશિષ્ઠ કેસરનો વેપાર કરે છે.સચિન દેવ વશિષ્ઠ કેસરનો વેપાર કરે છે.
સચિને પાર્ટટાઇમ જોબ કરવી શરૂ કરી અને પૈસા ભેગા કરીને ઇ-કોમર્સ વેબસાઇટ kingkesariya.co.in લોન્ચ કરી.સચિને પાર્ટટાઇમ જોબ કરવી શરૂ કરી અને પૈસા ભેગા કરીને ઇ-કોમર્સ વેબસાઇટ kingkesariya.co.in લોન્ચ કરી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App