ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP Leader Swamy commented on Mehbooba statement about India Pakistan talk

  તેઓ માત્ર પાક.ના મહબૂબા, ભારતના નહીં: સ્વામીનો JKના CM પર કટાક્ષ

  Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 04:04 PM IST

  સુબ્રમણિયમ સ્વામીએ રવિવારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાકિસ્તાન સાથેની વાતચીતના મુદ્દે કટાક્ષ કર્યો છે
  • તેઓ માત્ર પાક.ના મહબૂબા, ભારતના નહીં: સ્વામીનો JKના CM પર કટાક્ષ
   તેઓ માત્ર પાક.ના મહબૂબા, ભારતના નહીં: સ્વામીનો JKના CM પર કટાક્ષ

   નવી દિલ્હીઃ સુબ્રમણિયમ સ્વામીએ રવિવારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાકિસ્તાન સાથેની વાતચીતના મુદ્દે કટાક્ષ કર્યો છે. સ્વામીએ કહ્યું કે, "મહેબૂબા જેવાં લોકો આપણાં માટે નહીં પરંતુ પાકિસ્તાન માટે મહબૂબા હોય શકે છે." શનિવારે મહેબૂબાએ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથે વાતચીતની શરૂઆત કરવાની સલાહ આપી હતી.

   સ્વામીએ શું કહ્યું?


   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ કહ્યું કે, "હું નથી સમજતો કે કેમ પાકિસ્તાન સૌથી પસંદગીના રાષ્ટ્ર તરીકેનું સ્થાન ખત્મ નથી થઈ રહ્યું? આ માત્ર મહેબૂબા જેવા લોકોના કારણે જ છે જેઓ તેના માટે દબાણ કરે છે. મહેબૂબા માત્ર પાકિસ્તાન માટે મહબૂબા થઈ શકે છે, આપણાં માટે નહીં."

   પાકિસ્તાન સાથે વાત કરવાની જરૂર છે- મહેબૂબા


   - મહેબૂબા મુફ્તીએ શનિવારે કાશ્મીરી પંડિતોના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીને ભલામણ કરે છે કાશ્મીરમાં શાંતિ માટે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે આગળ આવવું જોઈએ.
   - મુફ્તીએ કહ્યું કે, "ભારતે પાકિસ્તાન સાથે તે નક્કી કરવું જોઈએ કે ભારત વિરૂદ્ધ તેની જમીનનો ઉપયોગ ન થાય. આપણે બધાં જ જાણીએ છીએ કે બંને દેશોમાં શાંતિ બનાવી રાખવાનો આ જ રસ્તો છે."
   - "અમને ખ્યાલ છે કે કાશ્મીરમાં શાંતિની ચાવી પાકિસ્તાન પાસે છે. તેઓ અમારા રાજ્યોમાં આતંકીઓને મોકલે છે. તેનાથી જ અમે કાશ્મીરમાં ઉઠતાં આઝાદીના નારાને ખત્મ કરી શકીશું."

   વાજપેયીની જેમ પગલાં ભરે મોદી


   - મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જેમ જ પાકિસ્તાન તરફ વાતચીતનો પ્રસ્તાવ રાખવો જોઈએ.
   - તેમના મત મુજબ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધમાં સ્થિતિમાં નથી. બંને દેશ તે વાત જાણે છે કે જો યુદ્ધ થયું તો કંઈજ નહીં વધે. બધું જ ખત્મ થઈ જશે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP Leader Swamy commented on Mehbooba statement about India Pakistan talk
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top