ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Sub Inspector slapped local police constable for stopping him in traffic at Chandigarh

  જે કોન્સ્ટેબલના પૂર્વ રાષ્ટ્રપતિ પણ કરી ચૂક્યા છે વખાણ તેને એક SIએ માર્યો થપ્પડ

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 11:13 AM IST

  ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવનારા ચંદીગઢ સેક્ટર-24 ચોકીના ઇન્ચાર્જ રોહિતાશ શિમલામાં પોલીસ ફોર્સના કાયદા ભૂલી ગયા
  • જે કોન્સ્ટેબલના પૂર્વ રાષ્ટ્રપતિ પણ કરી ચૂક્યા છે વખાણ તેને એક SIએ માર્યો થપ્પડ
   જે કોન્સ્ટેબલના પૂર્વ રાષ્ટ્રપતિ પણ કરી ચૂક્યા છે વખાણ તેને એક SIએ માર્યો થપ્પડ

   ચંદીગઢ: ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવનારા ચંદીગઢ સેક્ટર-24 ચોકીના ઇન્ચાર્જ રોહિતાશ શિમલામાં પોલીસ ફોર્સના કાયદા ભૂલી ગયા. શિમલા પોલીસના કોન્સ્ટેબલ રાકેશ કુમારે જ્યારે રોહિતાશને ગાડી રોંગસાઇડ પાર્ક કરવાથી રોક્યા તો તેમણે તેમને થપ્પડ મારી દીધો. રવિવારે સાંજે વિક્ટ્રી હોટલની નીચે ટ્રાફિક જામની વચ્ચે એસઆઇ રોહિતાશે ચા પીવા માટે પોતાની ગાડી ખોટી જગ્યાએ ઊભી રાખી દીધી હતી. રાકેશે અટકાવ્યો તો એસઆઇએ થપ્પડ મારી દીધો. કોન્સ્ટેબલની ફરિયાદ પર શિમલા પોલીસે સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ મામલો નોંધીને તેમની ધરપકડ કરી અને સોમવારે તેમને છોડી દીધા. એએસપી પ્રવીર ઠાકુરે જણાવ્યું કે એસઆઇ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

   ડીજીપીનું ફર્સ્ટ ક્લાસ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે રાકેશને

   - રાકેશ રોજ શહેરના સૌથી વ્યસ્ત રહેતા વિક્ટ્રી ટનલ લાઇટ પોઇન્ટ પર ઝડપથી ટ્રાફિક બહાલ કરે છે. તેના માટે કોન્સ્ટેબલ આખા શહેર જ નહીં, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પ્રશંસા પણ મેળવી ચૂક્યા છે.

   - તાજેતરમાં જ ડીજીપી એસઆર મરડીએ સારી સેવાઓ માટે તેમને ફર્સ્ટ ક્લાસ સર્ટિફિકેટથી પણ સન્માનિત કર્યા હતા.

   ઘરવાળાઓને ચા પીવડાવવા માટે રસ્તા પર ખોટી રીતે ઊભી કરી ગાડી, હટાવવા કહ્યું તો ગાળો આપી

   - રોહિતાશ ચંદીગઢમાં સેક્ટર-24 ચોકીના ઇન્ચાર્જ છે. રાકેશે જણાવ્યું કે તેમણે આ જગ્યાએ ગાડી ન ઊભી કરવા માટે રોહિતાશને કહ્યું. રોહિતાશ પરિવારના સભ્યોને ચા પીવડાવવા માટે સડક પર જ ખોટી રીતે ઊભી કરેલી ગાડીને હટાવવા માટે તૈયાર ન થયા.

   - જ્યારે ફરીવાર ગાડી હટાવવા માટે કહ્યું તો પહેલા તો તેણે ગાળો આપી અને પછી એક થપ્પડ મારી દીધો. થપ્પડ માર્યા પછી રાકેશ કુમારને ગળાથી પકડીને મારપીટ કરવાનો પ્રયત્ન કર્યો.
   - ત્યાં ઊભેલા લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા. એવું કરવા પર લોકો એસઆઇની ધોલાઇ કરવા જઇ રહ્યા હતા પરંતુ તેમણે જાતે જ લોકોને આવું કરતા અટકાવ્યા.

   રવિવારે સાંજે ઘટી ઘટના

   - ઘટના રવિવાર સાંજની છે. શિમલા પોલીસના કોન્સ્ટેબલ રાકેશ કુમાર વિક્ટ્રી ટનલમાં ડ્યૂટી પર હતા. સાંજે 7.10 વાગે એક ઝાયલો ગાડી તારાદેવી તરફથી આવી.
   - ડ્રાઇવરે ગાડી વિક્ટ્રી હોટલની નીચે સડક પર ખોટી જગ્યાએ ઊભી કરી દીધી. તેમાં સવાર લોકો ચા લઇ રહ્યા હતા. ગાડીની સાથે બેથી ત્રણ ગાડીઓ બીજી પણ હતી.
   - ટ્રાફિક જામ ન થાય, એ માટે રાકેશે પહેલી ત્રણ ગાડીઓ હટાવી. ત્યારબાદ તેઓ ઝાયલો ગાડી પાસે પહોંચ્યા અને ગાડી હટાવવા માટે કહ્યું. તેમણે અપશબ્દો કહ્યા જેને અવગણીને પણ રાકેશે રિકવેસ્ટ કરી.
   - એસઆઇ ગાડીમાંથી ઉતર્યા અને ગાલ પર થપ્પડ જડી દીધો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sub Inspector slapped local police constable for stopping him in traffic at Chandigarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `