Divya Bhaskar

Home » National News » Desh » Police registered a case against 12 people, nominating them 6

જૂની દુશ્મનીમાં સ્ટૂડન્ટ મર્યો નહીં ત્યાં સુધી મારતા રહ્યાં રૉડ, મા-બહેનની કફોડી હાલત

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:11 PM

પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે જૂની દુશ્મનીના કારણે થઈ હત્યા

  • Police registered a case against 12 people, nominating them 6
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતકની પાસે રોતા તેની માતા અને બહેન

    જઝ્ઝર: જઝ્ઝર પોલિટેક્નિક બહાર 10થી 12 યુવકોએ ભેગા થઈને એક વિદ્યાર્થીની હત્યા કરી દીધી છે. જઝ્ઝર પોલિટેક્નિક સંસ્થામાં દોઢ વર્ષ પહેલાં ડિપ્લોમા કરી ચૂકેલા યુવકની ઓળખ બહાદુરગઢના માંડૌઠી ગામમાં રહેતા 24 વર્ષના નવીન તરીકે થઈ છે. વિદ્યાર્થીની હત્યાનુ કારણે તે પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો હતો તે સમયની કોઈ જૂની દુશ્મની અથવા વિવાદ માનવામાં આવે છે. આ હુમલામાં બેરીના ગાંગટાન ગામમાં રહેતા એન્ય એક યુવક અમિત પણ ઘાયલ થયો છે.

    ઘટનામાં માતા અને બહેનની થઈ ખરાબ હાલત

    - ઘટનાની જાણ થતાં જ મૃતકની માતા અને બહેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ ન આવી ત્યાં સુધી મૃતકની માતા અને બહેન તેની બાજુમાં જ બેસીને રડતા રહ્યા હતા. માતા અને બહેનની રડી રડીને ખૂબ કફોડી હાલત થઈ હતી.

    શું હતી ઘટના?


    - જઝ્ઝર-બહાદુરગઢ રોડ પર આવેલી નહેરુ કોલેજની સામે કેન્ટિનની બહાર નવીન બેઠો હતો. ત્યારે જ બાઈક પર 10થી 12 યુવકો આવ્યા હતા અને તેમણે નવીન પર હુમલો કરી દીધો હતો.
    - થોડા દિવસ પહેલાં આ જ જગ્યાએ નવીનનો હુમલો કરનાર યુથ સાથે ઝઘડો થયો હતો. નવીન પોલિટેક્નિક તરફ ભાગ્યો હતો.
    - ઘાયલ અમિતે જણાવ્યું કે, તેણે લોહીલૂહાણ થઈને રોડ પર દોડી રહેલા નવીનને બાઈક પાછળ બેસાડ્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
    - તેઓ પોલિટેક્નિક ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે જ બુલેટ પર આવેલા હુમલાખોરોએ તેમને રોકી દીધા હતા. હુમલાખોરેએ રૉડથી નવીનના માથા પર હુમલો કર્યો હતો.
    - અમિતને પણ ડંડાથી મારવામાં આવ્યો હતો. નવીનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. એટલે હુમલાખોર યુવકો ભાગી ગયા હતા. અમિતને ઘાયલ અવસ્થામાં નાગરિકોએ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
    - પોલીસ ઈન્ચાર્જના જણાવ્યા પ્રમાણે હજી સુધી ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં જૂની દુશ્મની હોવાનું જાણવા મળ્યું છે.
    - પોલીસે 6 નામ નોંધીને 12 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. નવીનનો જીવ બચાવવાનું કહેતા વ્યક્તિ અમિત સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંઘિત અન્ય તસવીરો

  • Police registered a case against 12 people, nominating them 6
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતક નવીન
  • Police registered a case against 12 people, nominating them 6
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રૉડ મારીને યુવકની કરાઈ હત્યા
  • Police registered a case against 12 people, nominating them 6
    મૃતકની પાસે રોતા તેની માતા અને બહેન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending