ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Struggle story of International Basket Ball player Ajitkumar Shukla

    બે ગોળીઓ વાગ્યા પછી પણ ન હારી હિંમત, હવે છે ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ખેલાડી

    divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 04:45 PM IST

    આતંકીઓએ કરેલા હુમલામાં અજીત ગંભીર રીતે ઘાયલ થયા હતા
    • અજીતકુમાર શુક્લા પેટ અને હૃદયની નીચે લાગેલી ગોળીઓના નિશાન દર્શાવી રહ્યા છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અજીતકુમાર શુક્લા પેટ અને હૃદયની નીચે લાગેલી ગોળીઓના નિશાન દર્શાવી રહ્યા છે.

      જલંધર: વર્ષ 2005માં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપી પરાક્રમ' ઓપરેશનમાં એન્કાઉન્ટર દરમિયાન એન્ટિ એરક્રાફ્ટ ગનર કોન્સ્ટેબલ અજીતકુમાર શુક્લાએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ કરેલા હુમલામાં અજીત ગંભીર રીતે ઘાયલ થયા હતા.

      સ્પાઇનલ કોર્ડમાં થઇ ઇન્જરી પણ તોય ન છોડ્યો સંઘર્ષ

      - તેમને એકે-47 રાઇફલથી બે ગોળીઓ મારવામાં આવી હતી. એક ગોળી પેટમાં તેમજ બીજી હૃદયની નીચે વાગી અને આરપાર ચીરીને શરીરના પાછળના ભાગમાંથી નીકળી ગઇ હતી.

      - ખરાબ રીતે ઘાયલ થયેલા અજીતે જિંદગીનો સફર અને સંઘર્ષ ન છોડ્યો અને આજે તેઓ બાસ્કેટબોલમાં ઇન્ટરનેશનલ ખેલાડી છે. શનિવારે લવલી ઇન્સ્ટિટ્યૂટમાં સ્પાઇનલ કોર્ડ ઇન્જરી એસોસિયેશન દ્વારા કરાવવામાં આવેલી સ્પોર્ટ્સ મીટ પર્ફોર્મ કરવા પહોંચેલા અજીતે જણાવ્યું કે 25 ફેબ્રુઆરી, 2005ના રોજ ઘાયલ થવા પર અજીતને સ્પાઇનલ ઇન્જરી થઇ હતી.
      - શરીરનો નીચલો હિસ્સો નકામો થઇ જતા 24 માર્ચ, 2006ના રોજ મેડિકલ બોર્ડે તેમને આઉટ કરી દીધા. તે ઘણો કપરો સમય હતો કારણ કે, અજીતને આર્મીમાં માત્ર સાડા પાંચ વર્ષ જ થયા હતા.
      - આ પડકારનો સામનો કરવા આર્મીના માણસ સમી હિંમત લઇને અજીતે 2006માં બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બાસ્કેટબોલ પેરાટીમમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.

      વર્ષ 2010માં નેશનલ બાસ્કેટબોલમાં બેસ્ટ પ્લેયર તરીકે પસંદગી પામ્યા

      - અજીતકુમાર શુક્લાએ ગત દિવસોમાં બેંગકોક એશિયન પેરા ક્વોલિફાઇ ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો. આ ઉપરાંત ગયા વર્ષે નેપાળમાં રમવામાં આવેલા ચાર દેશોના ટુર્નામેન્ટમાં પણ ભારતની ટીમ બીજા સ્થાન પર રહી. ઇન્ડોનેશિયા બોલી કપમાં ભારતની ટીમ ત્રીજા સ્થાન પર રહી. વર્ષ 2010 ચેન્નઈમાં થયેલી નેશનલ બાસ્કેટબોલમાં અજીતને બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા.

      સ્પાઇન ઇન્જરી સાથે ઝઝૂમી રહેલા ખેલાડીઓની સોસાયટીમાં વધુ ચર્ચા નહીં

      - અજીત જણાવે છે કે સ્પાઇન ઇન્જરી હોવા છતાં તેઓ સખત તાપમાં બાકીના ખેલાડીઓની જેમ પ્રેક્ટિસ કરે છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ સ્પાઇન ઇન્જરીથી ઝઝૂમી રહેલા ખેલાડીઓની ક્યારેય સોસાયટીમાં વધુ ચર્ચા થતી નથી. આર્મી રૂલ્સ પ્રમાણે તેમને ડિસએબલ પેન્શન મળી રહ્યું છે, પરંતુ સ્પાઇનના એવા ઘણા ખેલાડીઓ છે જેમને કોઇ કામ મળી રહ્યું નથી. સરકારી નહીં તો તેમને પ્રાઇવેટ સેક્ટરમાં તો જોબ આપવામાં આવે જેથી તેઓ સન્માનજનક રીતે જીવન જીવી શકે.

      મોહાલીના પેરા ફિઝિકલ રિહેબિલિટેશન સેન્ટરમાં 28 સાથીઓની સાથે રહે છે

      - બિહારના આરા જિલ્લાના રહેવાસી અજીત મોહાલીના પેરા ફિઝિકલ રિહેબિલિટેશન સેન્ટરમાં પોતાના 28 અન્ય સૈનિકો સાથે રહે છે. આ તમામ સૈનિકો કોઇ ને કોઇ રીતે સ્પાઇન ઇન્જરીથી પીડિત છે. અજીત શુક્લાની પત્ની નિહારિકા હાઉસમેકર છે. એક દીકરો તેમજ દીકરી અનવી પિતાની હિંમત વધારે છે.

    • અજીત કુમારને એકે-47 રાઇફલથી બે ગોળીઓ મારવામાં આવી હતી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અજીત કુમારને એકે-47 રાઇફલથી બે ગોળીઓ મારવામાં આવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Struggle story of International Basket Ball player Ajitkumar Shukla
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top