ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Strange comments written by students in board exam answersheets said paper checking teachers

  પેપર ચેક કરી રહેલા ટીચર માટે વિદ્યાર્થિનીએ લખ્યું- સર પાસ કરી દો નહીં તો ફાંસી લગાવીશ

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:51 AM IST

  એક્ઝામ પેપર્સ ચેક કરી રહેલા શિક્ષકોને આન્સરશીટમાં વિચિત્ર પ્રકારની કોમેન્ટ્સ વાંચવા મળી રહી છે
  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

   અશોકનગર (ભોપાલ): હાઇસ્કૂલ અને હાયર સેકંડરી પરીક્ષાઓના રિઝલ્ટની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એક્ઝામ પેપર્સ ચેક કરી રહેલા શિક્ષકોને આન્સરશીટમાં વિચિત્ર પ્રકારની કોમેન્ટ્સ વાંચવા મળી રહી છે. એક વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, સર તમે મને પાસ કરી દો, નહીંતો હું ફાંસી લગાવીને મરી જઇશ. બે વર્ષથી નાપાસ થઇ રહી છું. જ્યારે એક વિદ્યાર્થીએ પોતાની કોપી પર લખ્યું છે કે જુઓ, સર મને પાસ કરી દો, મારું ત્રીજું વર્ષ છે, આ વખતે જો હું ફેલ થયો તો મમ્મી-પપ્પા ભણવાનું છોડાવી દેશે. મારું ભવિષ્ય હવે તમારા હાથોમાં છે, પાસ કરી દો.

   વિચિત્ર કોમેન્ટ્સ લખનારાઓને નહીં મળે માર્ક્સ

   - રિઝલ્ટ સેન્ટરના ઇન્ચાર્જ અનિલ ખંતવાલના જણાવ્યા પ્રમાણે, બોર્ડ પરીક્ષાઓના રિઝલ્ટ માટે 30 એપ્રિલની તારીખ નક્કી કરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં માર્ક્સ આપવાનું કામ પૂરું કરી લેવામાં આવશે. આન્સરશીટમાં કંઇપણ વિચિત્ર લખનારા લોકોને કોઇ માર્ક્સ નહીં મળે.

   - પેપર ચેક કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે આખું વર્ષ ન ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ભણતા વિદ્યાર્થીઓની જેમ જ ત્રણ કલાકનો સમય મળે છે. જો તેમણે વાંચ્યું હોય તો પ્રશ્નપત્ર સોલ્વ કરે છે અને જો નહીં તો આ પ્રકારનું કંઇપણ વિચિત્ર લખી નાખે છે.
   - આ પ્રકારની વાતોથી સ્વાભાવિક જ શિક્ષકો પર કોઇ અસર થતી નથી. માર્ક્સ આપવા યોગ્ય જવાબ લખ્યો હોય તો તપાસવામાં આવે છે ને આવો બકવાસ લખ્યો હોય તો ક્રોસ કરી દેવામાં આવે છે.

   કાલે પણ આવ્યો હતો આવો જ એક મામલો

   આ મામલો ભીંડનો હતો. એક પરીક્ષાર્થીએ 24 પેજની આન્સરશીટ સીતારામ, સીતારામ લખીને ભરી દીધી. અન્ય એક વિદ્યાર્થીએ બદદુઆ આપતી કોમેન્ટ કરી કે સર, તમે મને પાસ કરી દો, નહીંતો તમને કેન્સર થઇ જશે, તમે મરી જશો. મારી દુઆ અને બદદુઆ ક્યારેય નિષ્ફળ નથી જતી.

   - પહેલા પણ ટીચર્સને આન્સરશીટમાં 50-50 રૂપિયાની નોટ મળી હતી.

   246 પરીક્ષકો તપાસી રહ્યા છે પરીક્ષાના પેપર્સ, 1200 હજુ બાકી

   - હાઇસ્કૂલ તેમજ હાયર સેકંડરી સ્કૂલની પરીક્ષાઓની આન્સરશીટ બાલક ઉમા વિદ્યાલયમાં તપાસવામાં આવી રહી છે. અત્યાર સુધી 97,209 આન્સરશીટ તપાસવામાં આવી છે, જ્યારે 1200 જેટલી આન્સરશીટ હજુ તપાસવાની બાકી છે. આ કામમાં 246 પરીક્ષકોને લગાવવામાં આવ્યા છે.

  • પેપર ચેક કરી રહેલા ટીચર્સ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેપર ચેક કરી રહેલા ટીચર્સ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Strange comments written by students in board exam answersheets said paper checking teachers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top