વિશ્વનો સૌથી ઓછી ઉંમરનો સીરિયલ કિલર, ઉંમર માત્ર 8 પણ ગુનાઓથી પોલિસ પણ ચોકી ગઈ

આ બાળ સીરિયલ કિલર દરેક ગુનાની કબૂલાત પહેલા પોલિસ પાસે માંગતો હતો બિસ્કિટ

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 11:11 AM
Story of World's Youngest Serial Killer Amardeep

પટનાઃ ઈતિહાસમાં સીરિયલ કિલિંગના ઘણા ખતરનાક કિસ્સાઓ નોંધાયા છે. આજે અમે તમને આવા જ એક સીરિયલ કિલર વિશે જણાવવા જઈ રહ્યાં છે. જેની ત્યારે ઉંમર માત્ર 8 વર્ષની હતી. જોકે અપરાધ એટલો મોટો હતો કે ભાગ્યેજ કોઈને આ બાબત માનવામાં આવે. માસૂમ ક્રિમિનલ સિરિઝ અંતર્ગત ચાલો જાણીએ આ ખતરનાક ઘટના વિશે.

- આ મામલો 2007નો છે. બિહારના બેગૂસરાયના મુસહારી ગામમાં એક પછી એક બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. ગામમાં ભય ફેલાઈ ગયો. જોકે જયારે બીજા એક બાળકની હત્યા કરવામાં આવી ત્યારે બધા વિચારતા જ રહી ગયા.

- લોકોને એ બાબતે સવાલ હતો કે આ હત્યાઓ કોણ કરી રહ્યું છે. જોકે હત્યારો તમામની નજર સમક્ષ હતો. પરંતુ કોઈ વિશ્વાસ કરી રહ્યું ન હતું. જોકે આ ત્રણ હત્યાઓ 8 વર્ષના એક બાળક દ્વારા કરવામાં આવી હતી. જેનું નામ અમરદીપ સદા હતું. 1988માં તેનો જન્મ એક મજૂર પરિવારમાં થયો હતો. અમરદીપને વિશ્વનો સૌથી ઓછી ઉંમરનો સીરિયલ કિલિર માનવામા આવે છે.

બહેનને પણ નહોતી છોડી

- રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અમરદીપે પોતાની સગી બહેનની પણ હત્યા કરી હતી. તેની ધરપકડ થઈ તે પહેલા તેણે પડોશમાં રહેતી 6 મહિનાની બાળકીની હત્યા કરી હતી. તેની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેની લાશને ખેતરમાં કોઈ જગ્યાએ દાટી દેવામાં આવી હતી.

જવાબ સાંભળીને દંગ રહી ગઈ હતી પોલિસ

- પોલિસે જયારે અમરદીપને આ હત્યા કરવા પાછળનું કારણ પૂછયું તો તેનો જવાબ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. તેનું કહેવું હતું કે લોકોને મારવાથી તેને મજા આવતી હતી. આ કારણથી તેણે બધાની હત્યા કરી હતી.

ગુનો કબુલવા માંગતો હતો બિસ્કિટ

- રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, પુછપરછમાં દરેક ગુનો કબુલવામાં તે પોલિસ પાસેથી બિસ્કિટ માંગતો હતો. આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અગાઉ તેમણે આ પ્રકારનો કેસ કયારેય જોયો નથી.


- ઉલ્લેખનીય છે કે પોલિસના ઠપકાની પણ આ બાળ ક્રિમનલ પર કોઈ પણ પ્રકારની અસર થતી ન હતી.


- જોકે કેસની સુનાવણીમાં એમ જણાવવામાં આવ્યું કે જયારે બાળકે આ હત્યાઓ કરી હતી ત્યારે તેને સાચા-ખોટાનું ભાન ન હતું. આથી તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Story of World's Youngest Serial Killer Amardeep
Story of World's Youngest Serial Killer Amardeep
X
Story of World's Youngest Serial Killer Amardeep
Story of World's Youngest Serial Killer Amardeep
Story of World's Youngest Serial Killer Amardeep
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App