Home » National News » Desh » Story of Sabarmati Express train UP to Gujarat and gujarat to UP

ગુજરાતથી આવતી ટ્રેનમાં પગ રાખવાની પણ જગ્યા નથી,જ્યારે ગુજરાત જતી ટ્રેનો ખાલીખમ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:00 PM

આજે ગુજરાત કામ કરવા જતા લોકોની લોકપ્રિય ટ્રેન, ટોયલેટમાં પણ યાત્રીઓ ભરાયેલા રહેતા અને આજે...

 • Story of Sabarmati Express train UP to Gujarat and gujarat to UP
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ગુના: ગુજરાતમાંથી પરપ્રાંતીયો વતન પરત ફરી રહ્યા છે તે હાલ ખૂબ ચર્ચાનો વિષય છે. આ સ્થિતિ વાસ્તવમાં કેટલી ગંભીર છે તેનો અંદાજ સાબરમતી એક્સપ્રેસ દ્વારા મેળવી શકાય છે. આ ટ્રેન ગુજરાત જવા અને ગુજરાતથી પરત આવવા માટેની સૌથી મુખ્ય ટ્રેન છે. ગુરુવારે ભાસ્કર ટીમે આવતી-જતી આ ટ્રેનની મુલાકાત લીધી હતી. ગુજરાતથી આવતી ટ્રેનમાં પગ મુકવાની પણ જગ્યા નહતી. જ્યારે અહીંથી જતી ટ્રેનના જનરલ કોચ ખાલીખમ જોવા મળ્યા હતા. એક સમયે અહીં પગ મુકવાની જગ્યા નહતી મળતી પરંતુ આજે લોકો આ જનરલ કોચમાં ઉંઘતા ઉંઘતા જઈ રહ્યા હતા.

  ઉત્તર પ્રદેશથી ગુજરાત જતા કારીગરો માટે આ સૌથી લોકપ્રિય ટ્રેન છે. પહેલાં ગુજરાતથી આવતી ટ્રેનમાં ટોયલેટમાં પણ મુસાફરો ભરેલા રહેતાં હતા.

  મોટા ભાગના લોકો અફવાઓના ડરથી પરત આવી રહ્યા છે, તહેવાર સિઝન પછી પરત થશે

  ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં જે લોકો સાથે વાત થઈ છે તેમાં કોઈ સીધીરીતે કોઈ હિંસાનો શિકાર નથી થયાં. પરંતુ ડર અને સુરક્ષાના કારણે તે લોકો પરત ફરી રહ્યા છે. સુરતમાં કામ કરનાર બનારસ જઈ રહેલા પ્રસાદે જણાવ્યું કે, હવે તહેવારોની સિઝન પછી અમે પરત આવવાનું વિચારીશું. અમદાવાદના એક કારખાનમાં કામ કરતાં શંભૂ સિંહે જણાવ્યું કે, અમને એવું કહેવામાં આવ્યું છે કે, સ્થિતિ સામાન્ય થઈ જાય એટલે પાછા આવી જજો.

  પરત આવવા સિવાય કોઈ વિકલ્પ નથી


  આવા જ અમુક અન્ય કારીગરોએ કહ્યું છે કે, અમારી પાસે પરત આવવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. કારણકે ઉત્તર પ્રદેશમાં રોજગારીના અવસર ખૂબ સિમિત છે.

  હવે પહેલાં જેવી સ્થિતિ નથી રહી


  ગુજરાતથી આવતી ટ્રેનના ટીસી પ્રદીપ યાદવે જણાવ્યું કે, તહેવારોની સિઝનમાં ઉત્તરપ્રદેશના લોકોનો પ્રવાસ વધે છે. પરંતુ આ સ્થિતિ દિવાળીના એક સપ્તાહ પહેલાં શરૂ થતી હોય છે. આ દિવસોમાં સામાન્ય રીતે આટલા લોકો ગુજરાતથી ઉત્તરપ્રદેશ નથી આવતા. તેમણે કહ્યું કે, ગુજરાત જતી ટ્રેનોમાં એવી સ્થિતિ હોય છે કે, તેમાં વેન્ડર્સ કે રેલવે સ્ટાફના લોકો ઘુસતા જ નથી. કારણકે તેના જનરલ કોચમાં એટલા લોકો ખચોખચ ભર્યા હોય છે કે, આગળ જવાની જગ્યા જ નથી હોતી.

 • Story of Sabarmati Express train UP to Gujarat and gujarat to UP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Story of Sabarmati Express train UP to Gujarat and gujarat to UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Story of Sabarmati Express train UP to Gujarat and gujarat to UP
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending