5 વર્ષ લિવ-ઇનમાં રહેતા બોયફ્રેન્ડે જ્યારે આપ્યો દગો, તો મહિલાએ ફેસબુક અને વોટ્સએપ દ્વારા આ રીતે લીધો બદલો

મહિલાને જાણ થઇ કે તેનો બોયફ્રેન્ડ પટનામાં જ રહે છે અને કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માંગે છે

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:25 PM
લગ્નના નામે યુવકે મૂકી હતી શરત, કંટાળીને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન
લગ્નના નામે યુવકે મૂકી હતી શરત, કંટાળીને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

પટના: પાંચ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી જ્યારે બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી દીધી તો પરિણિત મહિલાએ કાયદાનો સહારો તો લીધો જ, પરંતુ બોયફ્રેન્ડના 15 લગ્નસંબંધો પણ તોડાવી નાખ્યા. પતિના ગાયબ થયા પછી 31 વર્ષીય મહિલા પોતાના બે બાળકોની સાથે રહે છે. તેનો બોયફ્રેન્ડ જ્યારે તેને છોડીને ભાગી ગયો તો મહિલાએ તેના વિશે જાણકારી મેળવી લીધી. જાણ થઈ કે તે પટનામાં જ રહે છે અને કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માંગે છે.

મહિલાએ યુવકના 15 લગ્નસંબંધો તોડાવી નાખ્યા

જેની સાથે પણ યુવકના લગ્ન નક્કી થતા હતા, મહિલા ફેસબુક અને વોટ્સએપ દ્વારા છોકરીવાળાઓને પોતાનો અને યુવકનો ફોટો મોકલી દેતી હતી. આ રીતે મહિલાએ યુવકના 15 લગ્નો તોડાવી નાખ્યા. એટલું જ નહીં, તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ત્યાં સમાધાન થયા પછી પણ યુવક લગ્ન કરવાની વાતમાંથી ફરી ગયો તો મહિલાએ એફઆઇઆર નોંધાવી લીધી. યુવક વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 506, 509, 420 અને 134 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

દહેજમાં માંગ્યું મકાન

યુવકના પકડાઈ ગયા પછી મહિલા તેની સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. યુવકે શરત મૂકી કે જો તે મકાન તેના નામે કરી દે તો જ તે તેની સાથે લગ્ન કરશે. મહિલાએ જણાવ્યું કે તેનું મકાન જ તેની આવકનો સ્ત્રોત છે. પતિના ગાયબ થયા પછી તે પોતાનું અને પોતાના બાળકોનું ભરણ-પોષણ મકાનમાંથી આવી રહેલા ભાડામાંથી જ કરે છે. ત્યારબાદ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

આ પણ વાંચો: એક જ મંડપમાં દિવ્યાંગ દુલ્હાએ કર્યા 3 દુલ્હન સાથે લગ્ન, ત્રણેય સાથે રહેતો હતો લિવ-ઈનમાં

X
લગ્નના નામે યુવકે મૂકી હતી શરત, કંટાળીને મહિલા પહોંચી પોલીસ સ્ટેશનલગ્નના નામે યુવકે મૂકી હતી શરત, કંટાળીને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App