કોણ કહે છે કે સાઉદીમાં કરપ્શન નથી...ત્યાંથી આવેલા ભારતીયએ જણાવી ત્યાંના કડક કાયદાની અસલી કહાણી

Know the real story of a country with a strict law in saudi arabia

ઘણાં લોકોનું માનવું છે કે, ભ્રષ્ટાચાર માત્ર ભારતમાં જ થાય છે, પરંતુ એવું નથી. વિદેશોમાં પણ ઘણું કરપ્શન થાય છે. આપણે સાઉદી અરબની વાત કરીએ કે જ્યાં ખૂબ કડક કાયદા છે તો ત્યાં પણ લાંચ લેવામાં આવે છે. અહીંની જેલમાં પણ તમે લાંચ આપીને કોઈ પણ કામ કરાવી શકો છો.

divyabhaskar.com

Sep 11, 2018, 12:27 PM IST

ગુરદાસપુર: ઘણાં લોકોનું માનવું છે કે, ભ્રષ્ટાચાર માત્ર ભારતમાં જ થાય છે, પરંતુ એવું નથી. વિદેશોમાં પણ ઘણું કરપ્શન થાય છે. આપણે સાઉદી અરબની વાત કરીએ કે જ્યાં ખૂબ કડક કાયદા છે તો ત્યાં પણ લાંચ લેવામાં આવે છે. અહીંની જેલમાં પણ તમે લાંચ આપીને કોઈ પણ કામ કરાવી શકો છો. અહીં સુધી કે તમે નશાની વસ્તુ પણ સરળતાથી મંગાવી શકો છો. અમુક લોકોએ તો ત્યાં પોલીસ સાથે સેટિંગ કરીને આનો જેલમાં ધંધો પણ કરે છે અને લાખો રૂપિયા ઘરે પણ મોકલાવે છે. અમુક લોકોની તો સજા પણ પૂરીથઈ ચૂકી છે તેમ છતાં તેઓ પોલીસ સાથે મળીને જેલમાં બેસીને જ આ વેપાર ચલાવી રહ્યા છે.

પોલીસ સાથે સેટિંગ કરીને જેલમાં જ ચાલે છે ભ્રષ્ટ વેપાર


આ વાત સાઉદી અરબની જેલમાં ચાર મહિના સુધી બંધ ગુરદાસપુરના કમલ મનજિંદર સિંહ ઉર્ફે પ્રિન્સે જણાવી છે. તે રવિવારે સવારે ભારત પરત આવવામાં સફળ રહ્યો છે. પ્રિન્સે જણાવ્યું કે, તે સપ્ટેમ્બર 2017માં એક ટ્રાવેલ એજન્ટને રૂ. 2 લાખ આપીને સાઉદી અરબમાં ગાડી ચલાવવાના કામથી ગયો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા પછી અબુ તાલિબ કંપનીએ તેને ગાડી ચલાવવાનું કામ આપ્યું જ નહીં અને પ્રિન્સે જ્યારે વેતન માગ્યું ત્યારે તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને જેલમાં પુરાવી દીધો હતો. તેને ત્યાં ઘણી વખત ભૂખ્યા પેટ ઉંઘવું પડ્યું હતું અને ઘણાં પ્રકારની પીડા સહન કરવી પડી હતી.

માન્યતા મળી હોય તેવા એજન્ટ દ્વારા જ વિદેશ જવું


પ્રિન્સે હાથ જોડીને મીડિયાના માધ્યમથી કહ્યું છે કે, જે લોકો વિદેશ જવા માગતા હોય તેમણે માત્ર માન્ય પ્રાપત એજન્ટ દ્વારા જ વિદેશ જવું જોઈએ. જેવી રીતે મે આ ભૂલ કરી છે તેવી કોઈએ આ ભૂલ ન કરવી જોઈએ. જે આ ભૂલ કરે છે તેમને આ સજા ભોગવવી પડે છે. મારા પૈસા પણ ગયા, જેલ પણ જવું પડ્યું અને તકલીફો સહન કરવી તે અલગથી. પ્રિન્સે પંજાબ સરકાર અને પોલીસને અપીલ કરતા કહ્યું છે કે, માન્યતા વગરના એજન્ટ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

મારા જેવા જ ઘણાં ભારતીય લોકો જેલમાં બંધ છે


પ્રિન્સે જણાવ્યું કે, સાઉદીના જેલમાં ઘણાં ભારતીયો બંધ છે. જેલમાં તેમની સાથે લુધિયાણાના ડલ્લા ગામના હરદીપ સિંહ, મથુરામાં રહેતાં નસીમ, અલાહાબાદના વિવેક ભારતી પણ હતાં. પોતાના માલિક વિશે પ્રિન્સે જણાવ્યું કે, તેણે તેનું લાઈસન્સ પણ છીનવી લીધું અને સાત મહિનાનો પગાર પણ નહતો આપ્યો. જ્યારે તે વેતન માગવા પહોંચ્યો ત્યારે તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને જેલમાં બંધ કરાવી દીધો હતો. ત્યાં તેણે ઘણાં પ્રયત્નો પછી મોબાઈલથી એક વીડિયો બનાવીને ભગવંત માનને મોકલ્યો. ત્યારપછી આ વીડિયો વાયરલ થયો અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પ્રયત્નોથી તેને અને નસીમને છોડવામાં આવ્યો. પરંતુ એરપોર્ટ આવ્યા પછી નસીમના ફિંગર પ્રિન્ટ્સ મેચ ન થતાં તેને ફરી જેલ જવું પડ્યું હતું.

X
Know the real story of a country with a strict law in saudi arabia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી