પથ્થરમારમાં CRPFના ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાઈ, 2ના મોત

રવિવારે કશ્મીરમાં સુરક્ષાબળોએ 13 આતંકીઓને માર્યા હતા, ત્યારબાદ ઘાટીમાં વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો શરૂ થઇ ગયો

DivyaBhaskar.com | Updated - Apr 05, 2018, 04:56 AM
Stone Attack On CRPF Jawan Truck At Kokernag In Kashmir

શ્રીનગર: જમ્મૂ-કશ્મીરના કોંકરનાગમાં બુધવારે હુમલોખોરોએ CRPFની એક ટ્રક પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે ડ્રાઇવરે ટ્રક પર કાબુ ગુમાવતા એક બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર બે જવાનોનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ, CRPFના સૈનિકો કોંકરનાગ પહાળી વિસ્તારમાં ડ્યુટી કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે હુમલાખોરોએ સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો.

માથામાં પથ્થર વાગતા ટ્રક પરથી કાબુ ગુમાવ્યો

- એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યાં મુજબ, ટ્રક ડ્રાઇવર રુપ સિંહએ હુમલાખોરોથી બચવાની ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ પથ્થર વાગવાથી તેમણે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી.
- આ ઘટનામાં મૃતક જવાનોનું નામ રિયાઝ અહમદ વાની અને નિસાર અહમદ વાની જણાવ્યું છે.
- આ બન્ને ઇજાગ્રસ્ત જવાનોને સરવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડૉકટરોએ મૃત જાહેર કર્યા હતા.
- અધિકારિયોએ જણાવ્યું કે, ઘટનાસ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે માટે સૈનિકો મોકલવામાં આવ્યા છે.

Stone Attack On CRPF Jawan Truck At Kokernag In Kashmir
X
Stone Attack On CRPF Jawan Truck At Kokernag In Kashmir
Stone Attack On CRPF Jawan Truck At Kokernag In Kashmir
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App