તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લેટફોર્મ પર લોહીથી ખરડાયેલી માસૂમના 'પિતા'એ જ આચરી ક્રૂરતા, પછી ખોટી વાર્તા બનાવી રડતા-રડતા પત્ની સાથે શોધતો રહ્યો બાળકીનો આરોપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે પોલીસે આરોપી સાવકા બાપની ધરપકડ કરી લીધી છે. - Divya Bhaskar
રેલવે પોલીસે આરોપી સાવકા બાપની ધરપકડ કરી લીધી છે.

યમુનાનગર (હરિયાણા): રેલવે સ્ટેશન પર 30 સપ્ટેમ્બરની વહેલી સવારે 3 વર્ષની બાળકી સાથે હેવાનિયત કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તે માસૂમ બાળકીનો સાવકો પિતા જ નીકળ્યો. રેલવે પોલીસે આરોપી સાવકા બાપની ધરપકડ કરી લીધી છે. પોલીસનો દાવો છે કે તે રાતે આરોપીએ દારૂ પીધો હતો અને નશામાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કરીને પછી જૂઠ્ઠી વાર્તા ઘડી કાઢી હતી. 

 

પિતા પર પોલીસને શરૂઆતથી હતી શંકા

 

જીઆરપી એસપી ધીરજ કુમારે જણાવ્યું કે બાળકીના પિતા પર પોલીસને શરૂઆતથી શંકા હતી. તેની સાથે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીને કોર્ટમાં હાજર કરીને રિમાંડ પર લેવામાં આવશે. અત્યારે આ મામલે બાળકીની માના સામેલ થવા વિશે તપાસ ચાલી રહી છે. આરોપી પહેલા પણ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી ચૂક્યો છે. તે સમયે પત્ની અને અન્ય લોકોએ તેને જોઇને તેની ધોલાઈ કરી નાખી હતી. તે સમયે તેણે માફી માંગી લીધી હતી અને પોલીસને ફરિયાદ નહોતી કરવામાં આવી. 

 

બાળકીની હાલતમાં સુધાર થયો તો તેણે પિતા તરફ ઇશારો કર્યો

 

બાળકીની હાલતમાં સુધાર થયો તો પોલીસે કાઉન્સેલિંગ કરાવ્યું અને તેણે પોતાના સાવકા બાપ તરફ ઇશારો કર્યો. રેલવે સ્ટેશન પર જ્યાં આરોપીએ બાળકીના લોહીથી લથબથ હાલતમાં મળવાની વાત કરી હતી, ત્યાં લોહીના કોઇ નિશાન ન મળ્યા. જે રાતની ઘટના તેઓ જણાવી રહ્યા હતા તે રાતે સ્ટેશન પર સેંકડો લોકો હતા. કોઈએ પણ ઘટના થવા વિશે અને બાળકીના લોહીથી લથબથ મળવાની પુષ્ટિ કરી ન હતી. તેની સાથે જ બાળકીનો સાવકો પિતા વારંવાર નિવેદન બદલી રહ્યો હતો. તેના કારણે પોલીસને તેના પર શંકા ખઈ અને પૂછપરછમાં તેણે કબૂલી નાખ્યું. પોલીસને આશંકા છે કે ઘટનામાં અન્ય લોકો સામેલ હોઈ શકે છે. 

 

બાળકીની હાલત જોઈને આખી રાત રડતી રહી મા

 

બાળકીની માએ જણાવ્યું હતું કે હું દીકરીની શોધ કરી રહી હતી ત્યારે જ મા....મા....નો અવાજ સંભળાયો. હું ભાગીને ત્યાં ગઈ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. જોયું તો દીકરી લોહીથી લથબથ પડી હતી. એટલું કહેતા મા જોરજોરથી રડવા લાગી હતી. જીઆરપી ડીએસપી રમેશચંદ્રએ તેને સંભાળી હતી. તેમણે દિલાસો આપ્યો હતો કે બાળકીને મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહી છે, જેથી તેનો સારી રીતે ઇલાજ થઈ શકે. બાળકીની માની આંખોમાંથી આંસૂ અટકી નહોતા રહ્યા. માએ જણાવ્યું હતું કે તે ડરના કારણે કંપી રહી હતી. તે એ હેવાનને આજુબાજુમાં શોધી રહી હતી જેણે તેનું હસતું-રમતું બાળપણ બરબાદ કરી નાખ્યું.