Divya Bhaskar

Home » National News » Latest News » National » Statement of Yogi Cabinet Minister on Ram Mandir in Ayodhya

'રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યુયોર્કમાં બનશે?'- યોગી સરકારના મંત્રી

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 10:22 AM

ધાર્મિક કાર્ય અને સંસ્કૃતિ તથા લઘુમતી વિભાગના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી મુસ્લિમ મહિલા સંમેલનમાં પહોંચ્યા હતા

  • Statement of Yogi Cabinet Minister on Ram Mandir in Ayodhya
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉત્તરપ્રદેશની યોગી સરકારના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને કોમેન્ટ કરી.

    નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની યોગી સરકારના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને કોમેન્ટ કરી. તેમણે કહ્યું કે, 'રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યુયોર્કમાં બનશે?' યોગી સરકારમાં ધાર્મિક કાર્ય અને સંસ્કૃતિ તથા લઘુમતી વિભાગના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી સોમવારે 5 માર્ચના રોજ મુસ્લિમ મહિલા સંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે અયોધ્યા વિવાદ પર મધ્યસ્થી દ્વારા ઉકેલ કાઢવાની કોશિશોની વચ્ચે સમાધાનના ફોર્મ્યુલાને શિયા પર્સનલ લૉ બોર્ડ દ્વારા રદ કરવાને લઇને સવાલ કરવામાં આવ્યો. જેના પર પ્રતિક્રિયા આપતા તેમણે રામ મંદિરને લઇને આ પ્રતિક્રિયા આપી.

    મંત્રીએ કહ્યું- ભગવાન રામ જ્યાં જન્મ્યાં ત્યાં મંદિર જ હોવું જોઇએ

    મંત્રીએ કહ્યું, "રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યુયોર્કમાં બનશે? જ્યાં ભગવાન રામ જન્મ્યાં છે, ત્યાં મંદિર હોવું જ જોઇએ. આ વાત ભારતવર્ષમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિ માને છે. રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઇએ. આ વાત અમે પહેલા પણ કહી હતી, આજે પણ કહીએ છીએ અને આગળ પણ કહેતા રહીશું."

    કોર્ટની બહાર અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ

    - ઉલ્લેખનીય છે કે આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર કોર્ટની બહાર સમાધાન દ્વારા અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા માટે વિભિન્ન મુસ્લિમ તેમજ અન્ય સંગઠનો સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

    - ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડના સભ્ય રહેલા સલમાન નદવીએ શ્રી શ્રી સાથે વાત કરીને મુસલમાનોને રામ મંદિરના નામ પર જમીન છોડવાની વાત કરી હતી.

    તેમણે કહ્યું હતું, "શરિયતમાં મસ્જિદને શિફ્ટ કરવાની જોગવાઇ છે, હું હિંદુ-મુસ્લિમ એકતા અને તે મુદ્દાને ઉકેલવાની વાત કરી રહ્યો છું. હું અયોધ્યામાં સાધુઓ સાથે પણ મુલાકાત કરીને આ મુદ્દે ચર્ચા કરીશ."

    - જોકે, તેમના આ નિવેદન પછી તેમને ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
    - ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે અયોધ્યા મુદ્દ તેમના વલણમાં કોઇ ફેરફાર નહીં થાય. બોર્ડે કહ્યું, "જ્યારે એકવાર મસ્જિદ બની જાય છે તો અનંતકાળ સુધી તે મસ્જિદ રહે છે."

  • Statement of Yogi Cabinet Minister on Ram Mandir in Ayodhya
    લક્ષ્મી નારાયણ ચૌધરી યોગી સરકારમાં ધાર્મિક કાર્ય અને સંસ્કૃતિ તથા લઘુમતી વિભાગના કેબિનેટ મંત્રી છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending