Home » National News » Latest News » National » Statement of Ram Madhav and Assam CM Sarbanand Sonowal on Assam NRC

NRC માટે રામ માધવે આપ્યો 3D ફોર્મ્યુલા, સોનોવાલે કહ્યું- આ આખા દેશમાં લાગુ થાય

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 10:42 AM

રામ માધવે કહ્યું, NRC પછી ડિટેક્ટ, ડીલીટ અને ડિપોર્ટ કરીશું

  • Statement of Ram Madhav and Assam CM Sarbanand Sonowal on Assam NRC
    બીજેપી મહાસચિવ રામ માધવ (ફાઇલ)

    નવી દિલ્હી: બીજેપી મહાસચિવ રામ માધવે આસામના નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) માટે 3ડી (3D) ફોર્મ્યુલા આપ્યો. કહ્યું- ડિટેક્ટ કરો એટલે કે તપાસ કરો, ડીલીટ એટલે કે મતદારોની યાદીમાંથી નામ હટાવો અને ડિપોર્ટ એટલે કે તેમને તેમના દેશમાં પાછા મોકલી દો.

    રામ માધવે અહીંયા 'એનઆરસી: ડિફેંડિંગ ધ બોર્ડર્સ, સિક્યોરિંગ ધ કલ્ચર' વિષય પર સોમવારે થયેલા સંમેલનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે યોગ્ય લોકોને નાગરિકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે. તેમણે કહ્યું, "એનઆરસીથી તમામ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ નક્કી કરી શકાશે. તે પછીનું પગલું 'હટાવો'નું હશે, એટલે કે ગેરકાયદે પ્રવાસીઓના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે. તેમને તમામ સરકારી લાભોમાંથી વંચિત કરવામાં આવશે. તે પછીના તબક્કામાં ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે."

    કોઇપણ દેશમાં આવું નથી થતું

    રામ માધવે કહ્યું કે બાંગ્લાદેશ પણ ત્યાંથી રોહિંગ્યાઓને કાઢવા માટે મ્યાનમાર સાથે વાત કરી રહ્યા છે. દુનિયામાં કોઇપણ દેશ ગેરકાયદે પ્રવાસીઓને સહન નથી કરતો, પરંતુ ભારત રાજકીય કારણોસર ગેરકાયદે પ્રવાસીઓ માટે 'ધર્મશાળા' બની ગયો છે.

    બીજા રાજ્યોને પણ ખતરો

    કાર્યક્રમમાં હાજર રહેલા આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, "એનઆરસી તમામ રાજ્યોમાં લાગુ કરવું જોઇએ. આ એવો દસ્તાવેજ છે, જે તમામ ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. આસામમાં એનઆરસીમાં સામેલ ન હોય તેવા લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે."

    40 લાખ લોકો લિસ્ટમાંથી બહાર

    30 જુલાઈના રોજ એનઆરસીનો અંતિમ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે, 3.39 કરોડમાંથી 2.89 કરોડ લોકો નાગરિકત્વ માટે યોગ્ય લાગ્યા હતા. 40 લાખ લોકોના નામ આ લિસ્ટમાં નથી. 31 ડિસેમ્બરના રોજ પહેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે 1.90 કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. એક અનુમાન પ્રમાણે, આસામમાં આશરે 50 લાખ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે રહે છે. 80ના દાયકામાં આસામ ગણ પરિષદ અને તત્કાલીન રાજીવ ગાંધી સરકાર વચ્ચે કરાર થયો. તેમાં કહેવામાં આવ્યું કે 1971 સુધી જે પણ બાંગ્લાદેશી આસામમાં ઘૂસે, તેને નાગરિકત્વ આપવામાં આવશે અને બાકીનાને નિર્વાસિત કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ