અયોધ્યામાં રામ મંદિર ન બન્યું તો સંસ્કૃતિના મૂળિયા કપાશે: ભાગવત

મોહન ભાગવતે કહ્યું, આપણે રામ મંદિર જોઇએ છે. આમ તો રામ મંદિરો કંઇ ઓછા નથી, પરંતુ રામની જન્મભૂમિ એક જ છે

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 10:15 AM
પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આપણે રામ મંદિર જોઇએ છે કારણકે રામની જન્મભૂમિ એક જ છે. (ફાઇલ)
પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આપણે રામ મંદિર જોઇએ છે કારણકે રામની જન્મભૂમિ એક જ છે. (ફાઇલ)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જો અયોધ્યામાં રામમંદિર ફરીથી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળિયા કપાઇ જશે. આપણે રામ મંદિર જોઇએ છે. આમ તો રામ મંદિરો કંઇ ઓછા નથી, પરંતુ રામની જન્મભૂમિ એક જ છે. લોકોએ ત્યાં તોડફોડ કરી. તેને લઇને આપણા મનમાં કોઇ દ્વેષ નથી. આપણે હિંદુ છીએ. હવે આપણે સ્વતંત્ર છીએ તો આપણા દેશમાં જ્યાં તોડફોડ થઇ છે, તેને ઠીક કરીશું કે નહીં.

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જો અયોધ્યામાં રામમંદિર ફરીથી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળિયા કપાઇ જશે. આપણે રામ મંદિર જોઇએ છે. આમ તો રામ મંદિરો કંઇ ઓછા નથી, પરંતુ રામની જન્મભૂમિ એક જ છે. લોકોએ ત્યાં તોડફોડ કરી. તેને લઇને આપણા મનમાં કોઇ દ્વેષ નથી. આપણે હિંદુ છીએ. હવે આપણે સ્વતંત્ર છીએ તો આપણા દેશમાં જ્યાં તોડફોડ થઇ છે, તેને ઠીક કરીશું કે નહીં.

ભાગવતે કહ્યું- મંદિર ત્યાં જ બનશે જ્યાં પહેલા હતું

- મોહન ભાગવતે રવિવારે પાલઘર જિલ્લાના દહાણૂમાં વિરાટ હિંદુ સંમેલનમાં હિસ્સો લીધો હતો. તે જ સમયે એકવાર ફરી રામ મંદિર પોતાના વિચારો રાખે.

- તેમણે કહ્યું- "એમાં કોઇ શંકા નથી કે મંદિર ત્યાં જ બનાવવામાં આવશે, જ્યાં પહેલા હતું."
- આરએસએસ ચીફે હાલમાં દેશના ઘણા હિસ્સાઓમાં થયેલી જાતિગત હિંસા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કેટલીક પાર્ટીઓને આ માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે જેમની દુકાનો બંધ થઇ ગઇ (જે ચૂંટણીમાં હારી ગયા), તેઓ હવે લોકોને જાતિના મુદ્દાઓ પર લડવા માટે ઉશ્કેરી રહ્યા છે.

ઇન્દ્રેશ કુમારે કહ્યું- અયોધ્યામાં ઝઘડો રામ મંદિર પર નહીં રામ જન્મસ્થળને લઇને છે

- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાષ્ટ્રીય સંયોજક ઇન્દ્રેશ કુમારે જયપુરમાં કહ્યું કે અયોધ્યાના રામ જન્મભૂમિ અને વિવાદિત માળતાને લઇને ચાલી રહેલો ઝઘડો મંદિરનો નહીં પરંતુ રામ જન્મસ્થળને લઇને છે.

- "રામનું જન્મસ્થળ એક જ છે અને તે અયોધ્યામાં છે, જે હિંદુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે જે પ્રકારે ઇસાઇ ધર્માવલમ્બીઓનું પાવન સ્થળ વેટિકન સિટી અને મુસલમાનોનું મક્કા મદીના છે, તે જ રીતે હિંદુઓનું પાવન સ્થળ ભગવાન રામનું જન્મસ્થાન અયોધ્યા છે."

હાલ અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. (ફાઇલ)
હાલ અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. (ફાઇલ)
X
પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આપણે રામ મંદિર જોઇએ છે કારણકે રામની જન્મભૂમિ એક જ છે. (ફાઇલ)પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આપણે રામ મંદિર જોઇએ છે કારણકે રામની જન્મભૂમિ એક જ છે. (ફાઇલ)
હાલ અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. (ફાઇલ)હાલ અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App