ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» More than 2,000 students from many states opposition in Delhi for 6 days

    SSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ, વિદ્યાર્થીઓએ કહ્યું- લેખીતમાં આપો

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 03:10 PM IST

    ઘણાં રાજ્યોમાંથી આવેલા અંદાજે 2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે
    • SSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      SSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ

      નવી દિલ્હી: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાની અને પેપર લીક વિશેની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સોમવારે સરકારે અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણી સ્વીકારી લીધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સમાજસેવી અન્ના હજારેનું પણ આ લોકોને સમર્થન મળ્યું છે. વિરોધ વધતાં સરકારે પહેલાં દિલ્હીના પ્રબારી અને સાંસદ મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. તિવારીએ સ્ટૂડન્ટની સાથે મળીને મીટિંગ કરી હતી. ત્યારપછી તેમણે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓનું એવુ કહેવું હતું કે, અમે અમારો વિરોધ ત્યારે જ પૂરો કરીશું જ્યારે અમને તપાસના ફોર્મેટ વિશે કહેવામાં આવશે.

      રાજનાથ સિંહે કહ્યું- વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન બંધ કરે

      - રાજનાથ સિંહે સોમવારે કહ્યું છે કે, અમે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની માગણી સ્વીકારી લીધી છે. સીબીઆઈએ તપાસનો આદેશ આપી દીધો છે. હવે ઉમેદવારોએ પ્રદર્શન બંધ કરી દેવું છે.
      - સીબીઆઈ તપાસના નિર્ણય વિશે સાંસદ મનોજ તિવારીએ ખુશી વ્યક્ત કરી છે.

      વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

      - સ્ટાફ સિલેક્શન કમિશન બહાર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, લેખિતમાં માહિતી આપ્યા પછી જ વિરોધ બંધ કરવામાં આવશે.

      કેટલા વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે?

      વિદ્યાર્થીઓ 27 ફેબ્રુઆરીથી એસએસસી ઓફિસની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમની સંખ્યા 2,000થી વધારે જણાવવામાં આવી રહી છે.

      શું છે ઘટના?

      - 22 ફેબ્રુઆરીએ ગ્રેજ્યુએટ લેવલ ટિયર-2ની પરીક્ષા થઈ છે. તેના પહેલા પાર્ટમા 17 ફેબ્રુઆરીએ દિલ્હીના એક સેન્ટર પર એક્ઝામ રાખવામાં આવી હતી. તેમાં જ પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે.
      - માનવામાં આવે છે કે, પરીક્ષામાં સતત થતી ગરબડના કારણે અમુક વિદ્યાર્થીઓએ કંટાળી સોશિયલ મીડિયા ઉપર તેનો વિરોધ શરૂ કર્યો હતો.
      - ત્યારપછી બિહાર, યુપી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોથી વિદ્યાર્થીઓ અહીં પહોંચવા લાગ્યા હતા. વિરોધ કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ દિલ્હીમાં રહીને પરીક્ષામાં તૈયારી કરતા હતા.

      તે લોકોની શું માગણી છે?

      - 21 ફેબ્રુઆરી વાળી પરીક્ષા 9 માર્ચે થવાની છે, તપાસ દરમિયાન આ કેવી પરીક્ષા?
      - જે વેન્ડરે પરીક્ષાની જવાબદારી લીધી છે તેમને બદલવામાં આવે.
      - પરીક્ષાર્થીઓને સામેલ કરીને એસએસસી એક પ્રશાસનિક સુધાર સમિતિને મંજૂરી આપે.
      - ફરિયાદની નિવારણ સિસ્ટમમાં સુધારો કરવામાં આવે.
      - જ્યાં પરીક્ષા લેવામાં આવે છે ત્યાં પ્રાઈવેટ લેબ્સનું પણ ઓડિટ કરવામાં આવે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...

    • 2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: More than 2,000 students from many states opposition in Delhi for 6 days
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `