Divya Bhaskar

Home » National News » Latest News » National » SSC exam controversy result declared before valuation of copies

SSC પરીક્ષા ગેરરીતિ મામલોઃ વિરોધના 7માં દિવસે વિદ્યાર્થીઓને મળ્યાં અન્ના

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 12:51 PM

દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સમાં SSCની ઓફિસની બહારે પેપર લીક મામલાને લઈને વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે.

  • SSC exam controversy result declared before valuation of copies
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રવિવારે અન્ના હઝારેએ આયોગની ઓફિસની બહારે યુવક-યુવતીઓ સાથે મુલાકાત કરી હતી

    નવી દિલ્હીઃ ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આરોપોનો સામનો કરી રહેલાં SSC (સ્ટાફ સિલેકશન કમિશન) વિરૂદ્ધ સ્ટૂડન્ટસનું પ્રદર્શન 7માં દિવસે પણ યથાવત રહ્યું છે. દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સમાં SSCની ઓફિસની બહારે પેપર લીક મામલાને લઈને વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે આ પ્રદર્શનને સમાજસેવી અન્ના હજારેનો સાથ પણ મળી ગયો છે. રવિવારે અન્ના હઝારેએ આયોગની ઓફિસની બહારે યુવક-યુવતીઓ સાથે મુલાકાત કરી હતી. અહિં જાણ કરાવી કે SSC દ્વારા આયોજિત સીજીએલ-2017ના ટિયર-2ની પરીક્ષાના પ્રશ્ન પત્ર અને જવાબોની કી લીક થઈ ગઈ હતી. જે બાદથી છાત્રોએ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓએ પેપર લીક થવા અંગે આરોપ લગાવતાં SSCની પરીક્ષામાં મોટા સ્તરે ગડબડી થઈ હોવાના આરોપો લગાવી CBI તપાસની માગ કરી છે.

    દિલ્હી ભાજપના અધ્યક્ષે કરી મુલાકાત

    - દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ શનિવારે છાત્રો સાથે મુલાકાત કરી છે.

    - છાત્રોના દુ:ખને પોતાનું ગણાવી CBI તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.

    - છાત્રોએ માગ રાખી છે કે જ્યાં સુધી આ મામલાની તપાસના આદેશ CBI પાસે કરાવવાની ખાતરી નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી નહીં હટે.

    શું છે મામલો?

    - SSCની પરીક્ષા 17-21 ફેબ્રુઆરી થઈ હતી જેમાં પેપર લીકના આક્ષેપો કરવામાં આવ્યાં.

    - જેને લઈને વિદ્યાર્થીઓએ CBI તપાસની માગ કરી છે. તપાસને લઈને દેશના હજારો કેન્ડિડેટ્સ આંદોલન કરી રહ્યાં છે અને 27 ફેબ્રુઆરીથી લોધી રોડમાં CGO કોમ્પ્લેક્સમાં SSC કાર્યાલયની બહારે પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલનની આગ હવે દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પહોંચી ગઈ છે.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • SSC exam controversy result declared before valuation of copies
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યાર્થીઓએ CBI તપાસની માગ કરી છે. તપાસને લઈને દેશના હજારો કેન્ડિડેટ્સ આંદોલન કરી રહ્યાં છે
  • SSC exam controversy result declared before valuation of copies
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ શનિવારે છાત્રો સાથે મુલાકાત કરી CBI તપાસનો વિશ્વાસ અપાવ્યો
  • SSC exam controversy result declared before valuation of copies
    SSC દ્વારા આયોજિત સીજીએલ-2017ના ટિયર-2ની પરીક્ષાના પ્રશ્ન પત્ર અને જવાબોની કી લીક થઈ ગઈ હતી (સિમ્બોલિક ઈમેજ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending