ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» SSB જવાન હાલ બે પત્નીઓ વચ્ચે ફસાયો છે | SSB Jawans trapped between two wives

  બે પત્નીઓ વચ્ચે ફસાયો SSBનો જવાન, સાથે રહેવાની જીદ પર આવી બંને

  Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 04:28 PM IST

  પહેલી પત્ની SSB જવાનની પ્રેમિકા રહી છે અને બીજી પત્ની કથિત રૂપથી પકડવા વિવાહથી પત્ની બની છે.
  • બે પત્નીઓ વચ્ચે ફસાયો SSBનો જવાન, સાથે રહેવાની જીદ પર આવી બંને
   બે પત્નીઓ વચ્ચે ફસાયો SSBનો જવાન, સાથે રહેવાની જીદ પર આવી બંને

   ઉદાકિશુનગંજ (બિહાર): ખગડિયા જિલ્લાના બેલદૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક SSB જવાન હાલ બે પત્નીઓ વચ્ચે ફસાય ગયો છે. પહેલી પત્ની SSB જવાનની પ્રેમિકા રહી છે અને બીજી પત્ની કથિત રૂપથી પકડવા વિવાહ (બંદૂકની અણીએ કરાવાતાં લગ્ન) થી પત્ની બની છે. બંને પત્ની જવાનની સાથે રહેવા માગે છે પરંતુ જવાનની મુશ્કેલી એ છે કે તે માત્ર પોતાની પહેલી પત્ની (પ્રેમિકા)ને સાથે રાખવા માગે છે. એવામાં પકડવા પરણિતા દીપશિખા પણ જીદે ચડી છે કે જવાનની સાથે જ રહેશે અને તેને જ પતિ માને છે.

   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલાં થયેલાં લગ્ન બાદ થોડાં દિવસો માટે મામલો શાંત રહ્યો હતો, પરંતુ હવે એકવખત ફરીથી મામલો ગરમાયો છે.
   - યુવતીના ઘરના જ્યાં દહેજ માંગવાનો આરોપ લગાવી રહ્યાં છે, છોકરાવાળા મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવી રહ્યાં છે.
   - બીજી બાજુ જવાનની વાત માનવામાં આવે તો ચોંકાવનારી વાત એ છે કે પકડવા લગ્ન પછી પુરૈની પોલીસ સ્ટેશન કે બેલદોર પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ દાખલ કરાયો નથી.
   - જો કે ખગડિયા એસપીની પહેલ પર એક સામાન્ય રિપોર્ટ દાખલ કરાયો છે.

   દીપશિખાએ પરિવારને કહ્યું- રાજીખુશીથી કરાયાં હ તા લગ્ન, હવે માંગી રહ્યાં છે દહેજ


   - યોગીરાજ ગામની યુવતી દીપશિખાના પરિવારે કહ્યું કે લગ્ન યુવકની રાજી ખુશીથી કરવામાં આવ્યાં છે. ફોટોગ્રાફથી તે વાત સ્પષ્ટ ખ્યાલ પડે છે કે યુવકની સાથે કોઈ જોર નથી વાપરવામાં આવ્યું.
   - પરણિતાએ જણાવ્યું કે હું તે જ યુવકની સાથે રહીશ, જેની સાથે અમારા માં-બાપે મારા લગ્ન કરાવ્યાં છે. તે જ મારો પતિ છે.
   - પરિવારે કહ્યું કે શરૂઆતમાં જવાને જ્યારે તેની દીકરીને અપનાવવાનો ઈન્કાર કરી દીધો તો નરદહ પંચાયતના ગ્રામીણ અને સરપંચ તેમજ તત્કાલિન પોલીસ અધિકારીની સાથે સમજૂતી કરીને છોકરીને છોકરાની સાથે ગણેશપુર પંચાયત સ્થિત છોકરાના ફુવા જયપ્રકાશ મહેતાને ત્યાં પહોંચાડી દીધો.
   - બે દિવસ રોકાયાં બાદ નાટકિય ઢંગથી જવાન ત્યાંથી પોતાની ડ્યૂટી પર ચાલ્યો ગયો. તેઓ એમ પણ કહી રહ્યાં છે કે છોકરા પક્ષના લોકો એક પંચનામું દેખાડે છે, જેના આધારે ગત વર્ષે 10 ઓક્ટોબરે માલી બિશનપુર ગામના મામલાની મહાપંચાયત મળી હતી.
   - જેમાં કહેવાયું હતું કે બંને પક્ષે આ સંબંધને સમાપ્ત કરી દીધો છે. તે પંચાયતમાં અમે લોકો હાજર ન હતા. ખોટા હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. તે લોકો દહેજ તરીકે મોટી રકમની માંગ કરી રહ્યાં છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SSB જવાન હાલ બે પત્નીઓ વચ્ચે ફસાયો છે | SSB Jawans trapped between two wives
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top