1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Sridevi Funeral with Political honor due to CM office order revealed in RTI

મહા. CMના આદેશથી શ્રીદેવીને અપાયું રાજકીય સન્માનઃ RTIમાં ખુલાસો

Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 10:56 AM IST

કેટલાક લોકોને એ વાતનો વાંધો હતો કે શા માટે શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો

 • Sridevi Funeral with Political honor due to CM office order revealed in RTI
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો હતો શ્રીદેવીનો અંતિમ સંસ્કાર.

  મુંબઈ: શ્રીદેવીના અવસાનના મહિના પછી પણ તેના અંતિમ સંસ્કારને લઇને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલાક લોકોને એ વાતનો વાંધો હતો કે શા માટે શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો. આ મામલે એક આરટીઆઇ પણ ફાઇલ કરવામાં આવી હતી. તેનાથી આ વાતનો ખુલાસો થઇ ગયો છે. સીએમ ઓફિસે આપેલા આદેશથી શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો હતો.

  મહારાષ્ટ્રની મુખ્યમંત્રીની ઓફિસે આપ્યા હતા નિર્દેશ

  - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઓફિસના નિર્દેશ પર બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો હતો. આરટીઆઇની એક અરજીના જવાબમાં આ જાણકારી સામે આવી છે.

  - મુંબઈના આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ આરટીઆઇ અરજી ફાઇલ કરી હતી. અરજીના જવાબમાં રાજ્યના સામાન્ય પ્રશાસન વિભાગે કહ્યું કે કોઇપણ વ્યક્તિનો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવાની સત્તા મુખ્યમંત્રી પાસે હોય છે.
  - ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેનું મોત દારૂ પીધા પછી બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.
  - તેના મોત પર ઘણા દિવસો સુધી સસ્પેન્સ ચાલ્યું હતું. પહેલા એવા સમાચાર હતા તે તેનું નિધન કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. પરંતુ પછી આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

  રાજ ઠાકરેએ કહેલું- પીએનબી ફ્રોડ દબાવવા માટે ત્રિરંગામાં લપેટ્યું શ્રીદેવીનું શબ

  - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે નીરવ મોદીના મામલાને દબાવવા માટે જાણીજોઇને શ્રીદેવીના મોતને આટલું મહત્વ આપવામાં આવ્યું.

  - રાજ ઠાકરેએ કહ્યું કે, "એવું કહેવામાં આવ્યું કે તેમનું મોત બાથટબમાં ડૂબવાથી થયું અને તેમણે દારૂ પીધો હતો. જેનું મોત દારૂ પીને થયું, તેના શબને ત્રિરંગામાં લપેટવામાં આવ્યું. આ ખોટું છે અને આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે."
  - "મહારાષ્ટ્ર સરકારે જાણીજોઇને શ્રીદેવીના શબને ત્રિરંગામાં લપેટ્યું. કહેવામાં આવ્યું કે પદ્મશ્રી છે એટલે એવું કર્યું, પરંતુ સત્ય એ ન હતું. આ આખો ખેલ પીએનબી ફ્રોડથી ધ્યાન હટાવવા માટે હતું."

  વધુ તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Sridevi Funeral with Political honor due to CM office order revealed in RTI
  24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેનું મોત દારૂ પીધા પછી બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.

More From National News

Trending