શ્રીદેવીને યાદ કરતાં ગૂગલના CEO સુંદર પિચાઈ થયા ભાવુક,કહ્યું 'પ્રેરણા હતી'

બોની કપૂરના ટ્વિટનો જવાબ આપતાં ગૂગલના CEOએ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે.

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 10:21 AM
ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)
ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)

ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે. શ્રીદેવીના અચાનક મોતથી તેના કરોડો પ્રશંસકો આઘાતમાં છે, જેનું પ્રમાણ મુંબઈમાં તેમની અંતિમ વિદાય સમયે ઉમટેલી ભીડ આ વાતનું પ્રમાણ છે. તેવી જ રીતે સુંદર પિચાઈ પણ શ્રીદેવીના નિધનથી પરેશાન છે.

નેશનલ ડેસ્કઃ ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે. શ્રીદેવીના અચાનક મોતથી તેના કરોડો પ્રશંસકો આઘાતમાં છે, જેનું પ્રમાણ મુંબઈમાં તેમની અંતિમ વિદાય સમયે ઉમટેલી ભીડ છે. તેવી જ રીતે સુંદર પિચાઈ પણ શ્રીદેવીના નિધનથી પરેશાન છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ શ્રીદેવી પ્રત્યે સન્માન અને દિલની ભાવનાઓથી અભિનેત્રી શ્રદ્ધાંજલિ આપી છે. તેવી જ રીતે દુનિયાની સૌથી મોટી ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈ પણ ભારતની પહેલી મહિલા સુપર સ્ટારને યાદ કરતાં ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

સુંદર શ્રીને 'સુંદર'ની શબ્દાંજલિ

- શ્રીદેવીના લાખો ચાહકોમાં એક નામ ગૂગલના CEO સુંદર પિચાઈનું પણ છે. સુંદરે પણ શ્રીદેવીના નિધન પર શોક પ્રકટ કર્યો છે.
- 28 ફેબ્રુઆરીને શ્રીદેવીની અંત્યેષ્ટી પછી બોની કપૂરે અત્યંત ભાવુક પત્ર લખ્યો હતો, જેને તેઓએ ટ્વિટ કરી શ્રીદેવીના એકાઉન્ટ પરથી શેર કર્યો હતો.
- આ પત્રના જવાબમાં જ સુંદરે પોતાની શબ્દાંજલિ આપી છે.

શું લખ્યું સુંદર પિચાઈએ?


- બોની કપૂરના ટ્વિટનો જવાબ આપતાં ગૂગલના CEOએ લખ્યું કે, "સદમામાં શ્રીદેવીની એકટિંગ મને ઘણી જ પસંદ આવી હતી. મારા પરિવારની સાથે શ્રીદેવીને જોવાની ખાસ યાદો હતી. આપણામાંથી અનેક લોકો માટે તે પ્રેરણા હતી. તમારા પરિવારની આ ક્ષતિ માટે મને પણ ઘણું જ દુ:ખ છે. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું."

બોની કપૂરની શું હતી ટ્વિટ?


- 28 ફેબ્રુઆરીએ શ્રીદેવીના ટ્વિટર હેન્ડલ પરથી તેમના પતિ બોની કપૂર ટ્વિટરમાં ઘણાં જ માર્મિક સંદેશ લખ્યો હતો.
- ટ્વિટર પર શેર કરવામાં આવેલાં પત્રોમાં બોનીએ લખ્યું હતું કે, "એક દોસ્ત, પત્ની અને બે યુવાન દીકરીની માને ગુમાવવાનું દર્દ શબ્દોમાં ન વર્ણવી શકું. હું મારા મિત્રો, પરિવાર, સહયોગી, શુભચિંતક અને અગણિત પ્રશંસકોનો આભાર માનુ છું. જેઓ દુ:ખના સમયે તેઓ મારી સાથે ઊભાં રહ્યાં. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અને અંશુાલનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. તેઓ સ્તંભની જેમ તાકત બનીને જાહ્નવી અને ખુશીની સાથે રહ્યાં. અમે એક પરિવારની જેમ અસહાનીય ઘટનાને ઝેલવાનો પ્રયાસ કર્યો છે."

આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા

X
ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App