દેશમાં નકલનું મોટું માર્કેટઃ 6 રાજ્યોમાં નેટવર્ક, હેંડલર્સ સુધી પહોંચ્યું ભાસ્કર

પરીક્ષાઓની પવિત્રતા ખતરામાં છે. લાખો સ્ટુડન્ટ્સનો વિશ્વાસ ખતમ થઈ રહ્યો છે.

Om Prakash Verma | Updated - Mar 30, 2018, 11:44 AM
સુભાષે ભાસ્કર રિપોર્ટરને નકલનો સામાન વેંચ્યો, પૈસા લીધા અને બોલ્યો આજપછી ન તું મને જાણે છે ન હું તને જાણું છું
સુભાષે ભાસ્કર રિપોર્ટરને નકલનો સામાન વેંચ્યો, પૈસા લીધા અને બોલ્યો આજપછી ન તું મને જાણે છે ન હું તને જાણું છું

પરીક્ષાઓની પવિત્રતા ખતરામાં છે. લાખો સ્ટુડન્ટ્સનો વિશ્વાસ ખતમ થઈ રહ્યો છે. કોનસ્ટેબલ પરીક્ષામાં સામે આવેલી નકલની નવી રીતોએ ઓનલાઇન પરીક્ષા ઉપર પણ સવાલ ઊભા કરી દીધા છે. તેને જોતા ભાસ્કરે દેશના તે માર્કેટની ખબર લીધી.. જ્યાં નકલમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો વેચાય છે.

જયપુર/નવી દિલ્હીઃ પરીક્ષાઓની પવિત્રતા ખતરામાં છે. લાખો સ્ટુડન્ટ્સનો વિશ્વાસ ખતમ થઈ રહ્યો છે. કોનસ્ટેબલ પરીક્ષામાં સામે આવેલી નકલની નવી રીતોએ ઓનલાઇન પરીક્ષા ઉપર પણ સવાલ ઊભા કરી દીધા છે. તેને જોતા ભાસ્કરે દેશના તે માર્કેટની ખબર લીધી.. જ્યાં નકલમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો વેચાય છે. રાજસ્થાન, બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશથી ચાલી રહેલા નકલ માફિયા ગેન્ગ અહીં સક્રિય રહે છે. જાસૂસી ઉપકરણોના નામે ખુલ્લેઆમ પરીક્ષામાં નકલ માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસ અહીં કોઈ પણ, ક્યારે પણ ખરીદી શકે છે. આટલું જ નહીં, નકલના બજારમાં હેન્ડલર્સે તો 10 લાખ રૂપિયામાં સરકારી નોકરી અપાવવા સુધીનો દાવો કર્યો.

તેમનું દુઃસાહસ તો જુઓ!


તેઓએ નકલ ઉપકરણોને ઓનલાઇન માર્કેટ સુધી પહોંચાડી દીધા છે. વોરંટીથી લઈને કેશ ઓન ડિલીવરી જેવી સુવિધાઓ સુધી પણ આપવાનો દાવો છે. ભાસ્કર અંડરકવર રિપોર્ટર તેની જ તપાસ કરવા દિલ્હીના યુસૂફ માર્કેટ અને ટેગોર નગર પહોંચ્યા. અહીં આવેલી અડધો ડઝન દુકાનોમાં અંડરકવર રિપોર્ટરે પોતાને નકલ માફિયાથી સંકળાયેલો હોવાનું કહીને નકલના ડિવાઇસ ખરીદ્યા. બજારમાં નકલ માટે 7 હજાર રપિયાથી લઈને 25 હજાર રૂપિયા સુધીના ડિવાઇસ સરળતાથી ઉપલબ્ધ છે. જાસૂસી ઉપકરણોના નામથી નકલનું બજાર ચલાવી રહેલા હેન્ડલરે જણાવ્યું કે, તે માત્ર રાજસ્થાનમાં આરએએસ, શિક્ષક ભરતી, પોસ્ટમેન સહિત 20થી વધુ પરીક્ષાઓમાં નકલ માટે ડિવાઇસ સપ્લાય કરી ચૂક્યો છે.

ભાસ્કરે પુરાવા માટે ખરીદ્યા નકલના સૌદાગર પાસેથી આ ઉપકરણ....
- ભાસ્કરે પુરાવા માટે એક્સન ઈન્ડિયાના સંચાલક સુભાષ પાસેથી 19,500 રૂપિયામાં ત્રણ ડિવાઈસ ખરીદ્યાં હતા. રિપોર્ટરે મોઢામાં રાખવાની ડિવાઈસ, શર્ટના કોલરમાં લગાવવાની ડિવાઈસ અને નકલ માટે બની વિશેષ બનિયાન ખરીદ્યાં

1) કાનમાં લગાવવા માટેનું માઈક્રોએર


- માઈક્રોએરની સાઈઝ હાથની ઘડિયાળના સેલથી પણ નાના હોય છે. જે કાનના પડદાં સુધી ચાલ્યાં જાય છે. તેને કોઈ જોઈ નથી શકતું. સુભાષે તેને ભાસ્કર રિપોર્ટરના કાનમાં નાંખ્યુ જે બાદ મેગ્નેટિક ડિવાઈસથી બહાર કાઢ્યું.

2) જામર પ્રુફ બનિયાન


- તેમાં બનિયાનની નીચેના ભાગે બે ઈંચ લાંબી અને બે ઈંચ પહોડી ડિવાઈસ લગાવવામાં આવે છે. ગળાની પાસે વોઇસ એર લાગે છે. કાનમાં લગાવવા માટે એક માઈક્રો એર આપવામાં આવે છે. જેનાથી સવાલોના જવાબ આપી શકાય છે.

3) શર્ટના કોલરમાં ડિવાઈસ


- ડિવાઈસની લંબાઈ લગભગ ત્રણ ઈંચ હોય છે. અભ્યર્થીના કાનમાં લગાવવા માટે માઈક્રો એર આપવામાં આવે છે. શર્ટના ડિવાઈસથી તે સવાલ પૂછે છે. કાનના ડિવાઈસથી તેને જવાબ મળે છે.

(સુભાષે રિપોર્ટરને ઉપયોગની રીત જણાવી. કહ્યું જ્યારે નકલ કરાવનાર શખ્સ જ્યારે ફોન કરશે તો ડિવાઈસ પર તે ઓટો રિસિવ થઈ જશે. કાનમાં લાગતું માઈક્રો એર એટલું નાનું છે, કોઈ જ પકડી નથી શકતું)

નકલની વિરુદ્ધ અંડરકવર ઓપરેશનની સમગ્ર વાત

1. પહેલી કડીઃ ભાસ્કરે જ્યારે દિલ્હીમાં નકલથી જોડાયેલા ડિવાઇસ ખરીદવા માટે સંપર્ક શોધવાની શરૂઆત કરી તો સ્પાઈ ઈન્ડિયાના મનીષનો નંબર 8688880256 મળ્યો. મનીષની દુકાન સી-40 ગ્રીન પાર્ક, યૂસુફ સરાય માર્કેટમાં છે. મનીષ બોલ્યો કે, મારી દુકાન પર રેડ પડી છે. તમે 9211119566 નંબર પર સુભાષ શ્રીવાસ્તવ સાથે વાત કરી લો. તે ડિવાઇસ અપાવી દેશે.

2. બીજી કડીઃ મનીષે આપેલા નંબર પર સુભાષ શ્રીવાસ્તવ સાથે વાત થઈ. સુભાષ એક્સન ઈન્ડિયા હોમ પ્રોડક્ટ લિમિટેડનો સંચાલક છે. અંડરકવર રિપોર્ટર અને સુભાષની વચ્ચે થયેલી વાતચીતના અંશ વાંચો.

"તું તો નવો છે...રાજસ્થાનમાં નકલ માફિયા જગદીશ અને નવલ અમારી પાસેથી ડિવાઇસ ખરીદે છે"

રિપોર્ટરઃ 4 એપ્રિલથી ઓફલાઇન કોનસ્ટેબલ ભરતી છે. તેમાં નકલ માટે ડિવાઇસ જોઈએ.
સુભાષઃ ડિવાઇસ તો ઘણા છે..કયું જોઈએ?
પરંતુ દુકાનમાંથી નીકળ્યા બાદ તમારે અમને ભૂલી જવાના. ડિવાઇસમાં કોઈ ગડબડ થઈ તો ફોન કરજો. નકલ માટે શર્ટ, ગંજી, અંડરવિયર, તાવીજ, એટીએમ, બીજા પણ ડિવાઇસ છે.
રિપોર્ટરઃ બધા બતાવી દો. જે પસંદ આવશે, ખરીદી લઈશું.
સુભાષઃ ભાવતાલ ન કરતા. 3 કલાક સુધી ચાલનારા ડિવાઇસના 9 હજાર અને 9 કલાક સુધી ચાલાનારા ડિવાઇસના 15 હજાર રૂપિયા થશે.
રિપોર્ટરઃ આ કામ તમે ક્યારથી કરી રહ્યા છો?
સુભાષઃ આવી જાણકારી આપવી યોગ્ય નથી.
રિપોર્ટરઃ તમારી સાથે નકલ કરાવનારા અનેક લોકો સંપર્કમાં હશે?
સુભાષઃ જાણીને શું કરશો? કોઈ પરીક્ષામાં કોઈને નકલ કરાવવા માંગો છો તો મને 10 દિવસ પહેલા ફોન કરી દેજો. 2005થી નકલ માટે યુપી, બિહાર અને રાજસ્થાનના માફિયાને ડિવાઇસ ઉપલબ્ધ કરાવું છું
રિપોર્ટરઃ રાજસ્થાનમાં કોને આપો છો?
સુભાષઃ જગદીશ તથા નવલ મોટા માફિયા છે. જે હાઇટેક નકલ કરાવે છે. ડિવાઇસ મારી પાસેથી જ લે છે. રિપોર્ટરઃ તમામ પરીક્ષાઓમાં નકલ થાય છે?
સુભાષઃ એવી કોઈ પરીક્ષા નથી જેમાં નકલ ન થતી હોય.
સુભાષે જણાવ્યું કે, લગભગ અડધો ડઝન રાજ્યોની દરેક પરીક્ષામાં તેમની ઘૂસણખોરી હોય છે. એકલો તે એક પરીક્ષામાં 200થી 300 ડિવાઇસ વેચે છે. દિલ્હીના ટેગોર નગર, ગ્રીન પાર્ક તથા કેન્ટમાં આવી જ 50થી વધુ દુકાનો છે.

3. ત્રીજી કડી: ઓનલાઈનઃ ભાસ્કરને સ્પાઇ બ્લુટૂથની સાઇટથી 9811251277 નંબર મળ્યો. તે પ્રમેન્દ્ર નામનો વ્યક્તિનો હતો. અહીં તો વોરંટી અને કેશ ઓન ડિલીવરી જેવા દાવાઓની સાથે નકલના ઉપકરણો વેચાઈ રહ્યા છે.

અડધાં પૈસા નોકરી મળ્યાં બાદ, અડધાં હાલ...

- પ્રમેન્દ્રને જ્યારે ભાસ્કર રિપોર્ટરે નકલ માટે ડિવાઈસ માંગ્યું તો તેને કહ્યું- એક ડિવાઈસના 15 હજાર થશે. કુરિયર કરી દઈશ. બાદમાં તેને કહ્યું કે- ડિવાઈસ લઈને શું કરશો, ને જ 10 લાખ રૂપિયા આપી દો. અધિકારીને આપીને નોકરી લગાવી દઈશે. અડધાં પૈસા પહેલાં અને અડધાં કામ પૂરું થયા બાદ. દિલ્હી આવીને વાત કરી લેજે અને હું ડિટેઈલ સમજાવી દઈશ.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

માઈક્રોઈયરની સાઈઝ એટલી નાની હોય છે કે તે કાનના પડદાં સુધી જતાં રહે છે
માઈક્રોઈયરની સાઈઝ એટલી નાની હોય છે કે તે કાનના પડદાં સુધી જતાં રહે છે
જામર પ્રુફ બનિયાન
જામર પ્રુફ બનિયાન
શર્ટની કોલરના ડીવાઈસ
શર્ટની કોલરના ડીવાઈસ
નકલ માટે ઓનલાઈન જાહેરાત
નકલ માટે ઓનલાઈન જાહેરાત
Bhasakar special invetigation on cheating racket
X
સુભાષે ભાસ્કર રિપોર્ટરને નકલનો સામાન વેંચ્યો, પૈસા લીધા અને બોલ્યો આજપછી ન તું મને જાણે છે ન હું તને જાણું છુંસુભાષે ભાસ્કર રિપોર્ટરને નકલનો સામાન વેંચ્યો, પૈસા લીધા અને બોલ્યો આજપછી ન તું મને જાણે છે ન હું તને જાણું છું
માઈક્રોઈયરની સાઈઝ એટલી નાની હોય છે કે તે કાનના પડદાં સુધી જતાં રહે છેમાઈક્રોઈયરની સાઈઝ એટલી નાની હોય છે કે તે કાનના પડદાં સુધી જતાં રહે છે
જામર પ્રુફ બનિયાનજામર પ્રુફ બનિયાન
શર્ટની કોલરના ડીવાઈસશર્ટની કોલરના ડીવાઈસ
નકલ માટે ઓનલાઈન જાહેરાતનકલ માટે ઓનલાઈન જાહેરાત
Bhasakar special invetigation on cheating racket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App