Exclusive / ભાસ્કર ઈન્ટરવ્યૂ: જીવ ગુમાવનાર પત્રકારના પુત્રએ કહ્યું- નેતાઓ કહેતા'તા રામ રહીમનું કઈ નહીં બગડે

Special interview of anshul chhatrapati

  • સીબીઆઈ કોર્ટે રામ રહીમને રામચંદ્રની હત્યાના કેસમાં દોષી ઠેરવ્યો
  • પત્રકાર રામચંદ્રએ જ સાધવીઓ સાથેના યૌન શોષણનો સૌથી પહેલો ખુલાસો કર્યો હતો
  •  રામચંદ્રના પુત્રએ જણાવ્યું- પંજાબના એક પૂર્વ મંત્રીએ સમાધાનની સલાહ આપી હતી

Divyabhaskar.com

Jan 12, 2019, 12:59 PM IST

સિરસા(મનોજ કૌશિક): પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલામાં પંચકૂલની સીબીઆઈ કોર્ટે શુક્રવારે ગુરુમીત રામ રહીમ સહિત કુલ ચાર આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં સજા 17 જાન્યુઆરીએ સંભળાવવામાં આવશે. રામચંેદ્રના પુત્ર અંશુલ છત્રપતિએ રામ રહીમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે નેતા તેમના પરિવારના લોકોને કહેતા હતા કે રામ રહીમ સાથે સમાધાન કરી લો. નામ જાહેર ન કરવાની શરતે અંશુલે કહ્યું કે હરિયાણાના એક પૂર્વ સીએમે તેના પિતાના એક મિત્રને કહ્યું હતું કે બાબાનું કઈ જ નહીં બગડે. પંજાબના એક પૂર્વ મંત્રીએ પણ સમાધાનની સલાહ આપી હતી. જોકે અમે કાયદાકીય લડાઈ ચાલુ રાખી હતી. અંશુલે ભાસ્કર પ્લસ એપ સાથેની વાતચીતમાં રામ રહીમની વિરુદ્ધ 16 વર્ષ લાંબી કાયદાકીય લડાઈના સંધર્ષ સાથે સંકળાયેલી વાત જણાવી હતી.

ગુરમીત રામ રહીમને ગણાવ્યા સૌથી મોટા ગુનેગાર

શું કયારે પણ ગુરમીત રામ રહીમે તમને કે પરિવારને સીધી ધમકી આપી છે ?

- રામ રહીમે કયારે પણ અમને સીધી ધમકી આપી નથી. હા, તેમની મંડળીઓએ સાક્ષીઓને ધમકાવી, ડરાવી અને સેટલેમેન્ટ કરવા માટે દબાણ કર્યું હતું.

શું કયારેય કોઈ મોટા નેતા, ચર્ચિત હસ્તીઓ કે પરિવારના કોઈ સભ્યોએ સમાધાન કરવાની કોશિશ કરી ?

- હા, એક વાર પંજાબના એક પૂર્વ મંત્રીએ અમારા સગાને બોલાવીને સમાધાન કરવા માટે કહ્યું હતું. તેમણે આ માટે ના પાડી તો તે મંત્રીએ કહ્યું હતું કે છત્રપતિના પરિવારનું પહેલેથી જ ઘણું બધુ બગડી ચૂકયું છે. હવે વધુ ન બગડે એટલે તેમની સાથે સમાધાન કરી લે. બાદમાં મારા પિતાના મિત્ર એક સરપંચને હરિયાણાના એક પૂર્વ મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા અને સમાધાન કરવાનું કહ્યું હતું. જોકે તેમણે સમાધાન માટે ના પાડી હતી. ત્યારે તે મુખ્યમંત્રીનું કહેવું હતું કે જે મરજીઓ હોય તે કરી લો બાબાનું કઈ જ બગડવાનું નથી. જયારે વર્ષ 2017માં સાધ્વી યૌન શોષણ મામલમાં બાબાને સજા થઈ ત્યારે પૂર્વ મુખ્યમંત્રીનું મુત્યુ થઈ ચુકયું હતું. ત્યારે અમારે ઘરે એ સરપંચ આવ્યા અને બોલ્યા કે આજે જો પૂર્વ સીએ જીવતા હોત તો તે જોવત કે રામ રહીમની શું હાલત છે.

ઘટનાના દિવસે શું થયું હતું ?

- 24 ઓક્ટોબરે કડવા ચોથનો દિવસ હતો. માતાના પિયરમાં કોઈનું મુત્યુ થઈ ગયું હતું તો તે પંજાબ ગઈ હતી. પિતા તે દિવસે ઝડપથી ઘરે આવી ગયા હતા. રાતે 8 વાગે જયારે ઘરમાં જમવાની કરવામાં આવી રહી હતી ત્યારે કોઈએ પિતાને બહારથી બૂમ પાડી. તે બહાર ગયા તો બહાર ઉભેલા બે યુવકોમાંથી એકે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ફાયરિંગના કારણે પિતા ત્યાં જ ઢળી પડ્યા હતા. અને બાદમાં દરવાજાની બહાર આવીને ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાલત ખરાબ હોવાને કારણે રોહતક પીજીઆઈ રેફર કરવામાં આવ્યા.

સીબીઆઈ અને પોલિસની તપાસમાં શું ભુમિકા રહી ?

- 2003માં આ કેસ સીબીઆઈ પાસે હતો. રામ રહીમ ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેણે કેન્દ્ર સુધી દબાણ કરીને સીબીઆઈની તપાસને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી. સીબીઆઈની ત્રણ નોટીસ છતા રામ રહીમ દિલ્હીમાં પુછપરછ માટે હાજર રહ્યાં ન હતા. બાદમાં સીબીઆઈએ પોતે સિરસા આવવાની ફરજ પડી હતી. અહીં પણ સીબીઆઈ પર ઘણાં બધા પ્રકારની શરતો લાગુ કરવામાં આવી હતી. બાદમાં સીબીઆઈએ તપાસ કરી અને 2007માં ચલાણ રજૂ કર્યું હતું. જયારે પોલિસે ગોલી વાગ્યા પછી સાક્ષીમાં રામ રહીમનું નામ ચાર્જશીટમાંથી હટાવી દીધું હતું. બાદમાં સરસા કોર્ટમાં ટ્રાયલ શરૂ થયા. પોલિસે અમને દરેક પગલે નિરાશ જ કર્યા.

રામ રહીમ, કુલદીપ, નિર્મલ અને કિશનલાલ આ ત્રણમાંથી સૌથી મોટો
આરોપી કોણ છે ?

- કુલદીપ અને નિર્મલ શૂટ કરવા માટે આવ્યા હતા. કિશન લાલની લાઈસન્સ રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લોકો તો એક માત્ર માધ્યમ હતા. આ તમામ લોકો ડેરાની અંદર જ રહેતા હતા. તેઓ બાબામાં આસ્થા ધરાવતા હતા. જોકે ગુરમીત રામ રહીમે આ લોકોનો તેમના માટે ઉપયોગ કર્યો હતો. સૌથી મોટો આરોપી ગુરમીત રામ રહીમ છે. કુલદીપ અને નિર્મલની મારા પિતા સાથે કોઈ દુશ્મનાવટ ન હતી.

રામ રહીમ તો અગાઉથી જ 20 વર્ષની સજા કાપી રહ્યાં છે, આ નિર્ણયથી તેની પર શું ફરક પડશે ?

- બાબા પર ખૂબ જ ફરક પડશે. રામ રહીમમાં થોડો ઘણો હોસ જે બચ્યો છે, તે પણ તૂટી જશે. 2017માં સાધ્વી યૌન શોષણ મામલાનો ચૂકાદો આવ્યો તો ડેરા સચ્ચા સૌદા ધરાાશયી થઈ ગયું. તેને ધરાાશયી થતું જોતા ગુરમીત રામ રહીમના મેનેજમેન્ટને ખુબ જ દુઃખ થયું. આજે પણ ડેરા મેનેજમેન્ટ સમર્થકોને એ લોલીપોપ આપી રહ્યાં છે કે બાબા ઝડપથી બહાર આવશે. હવે તેમનો સંબધ પણ તૂટી જશે.

16 વર્ષની લાંબી લડાઈ કેવી રીતે લડી, કયારે પણ તમને એવું ન થયું કે પાછા હટી જવું જોઈએ ?

- આ લડાઈ લાંબી જરૂર હતી, પરંતુ કયારે પણ એવું નથી લાગ્યું કે પાછળ હટી જવું જોઈએ. જયારે અમે સંઘર્ષ શરૂ કર્યો ત્યારે મારા 13 વર્ષના ભાઈએ રામ રહીમ પર પ્રથમ એફઆઈઆર નોંધાવી હતી. પત્રકારો સહિત આમ લોકોએ રામ રહીમની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. અમને લાગ્યું કે જયારે સ્વાર્થ વગર લોકો આટલી લડાઈ લડી શકે છે, તો હું તેમનો પુત્ર છું. લડાઈમાં વકીલ, સીબીઆઈ, મિડિયા અને પરિવારે સાથે આપ્યો ત્યારે આ લડાઈ લડી શક્યો.

X
Special interview of anshul chhatrapati

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી