• Home
  • Budget 2019
  • budget 2019 rituals to know about interimm budget 2019 presented by piyush goyal interim finance minister

બજેટ 2019 / Budget 2019: સૂટકેસથી લઇને હલવા સુધી જાણો બજેટ સાથે સંકળાયેલી 10 અનોખી પરંપરા

budget 2019 rituals to know about interimm budget 2019 presented by piyush   goyal interim finance minister
X
budget 2019 rituals to know about interimm budget 2019 presented by piyush   goyal interim finance minister

  • Budget 2019નું બજેટ અંતરિમ બજેટ
  • અનેક પરંપરાઓને અનુસરીને ભારતીય બજેટ તૈયાર થાય છે
  • બજેટને લઇને ભારતના નોકરિયાત લોકોમાં હોય છે ખાસ ઉત્સુકતા
  • કઇ ખાસિયતો સંસદમાં રજૂ થનારા બજેટને બનાવે છે યાદગાર?

Divyabhaskar

Feb 01, 2019, 04:22 PM IST


નેશનલ ડેસ્ક: પીયૂષ ગોયલે આજે સંસદમાં અંતરિમ બજેટ રજૂ કર્યુ. એ જાણવું રસપ્રદ રહેશે કે પહેલા બજેટની કેવી પરંપરાઓ હતી અને હવે બજેટ કેવા માહોલમાં તૈયાર થાય છે તેમજ રજૂ કરતી વખતે કેવી કેવી વાતોનું ધ્યાન પર લેવામાં આવે છે..એક રસપ્રદ અહેવાલ

 

આજે નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં બજેટ રજૂ કરી રહી છે. મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લુ અંતિરમ બજેટ છે. આ બજેટને લઇને પૂરા દેશની નજર બજેટની નવીનતાઓ પર આશાથી જોડાયેલી છે. આવા માહોલમાં અમે આપને બજેટને બનાવતી વખતે અને તેની રજૂઆતમાં કઇ ખાસ વાતોનું પરંપરાગત ધ્યાન રાખવામાં આવે છે, તે આપને જણાવશું..

1. (1) ટાઇમ ટેબલ:
કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં લગભગ 5 થી 7 મહિનાનો સમય લાગે છે. પહેલા બજેટને ફેબ્રુઆરીના અંતિમ દિવસે (છેલ્લા કાર્યકારી દિવસ)ના રોજ રજૂ કરવામાં આવતી હતી પરંતુ 2017માં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી નાંખી હતી. આમ 2017થી કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવે છે.
2. (2)બ્લૂ શીટ:
એક વાદળી રંગના કાગળ પર બજેટના બધા પ્રકારના દસ્તાવેજોના મુખ્ય મુદ્દાઓના બિંદુઓ લખેલા હોય છે. આ કાગળને નાણાપ્રધાનને સોંપવામાં આવે છે. ખાસ વાત એ કે આ વાદળી કાગળના દસ્તાવેજ પર ખૂબ જ ધ્યાન બારીકાઇથી રાખવામાં આવે છે. મહત્વની વાત તો એ કે ખુદ નાણાપ્રધાનને આ વાદળી દસ્તાવેજ તેમની પાસે રાખવાની અનુમતિ હોતી નથી.
3. (3)સમયમાં ફેરફાર:
1999 પહેલા કેન્દ્રીય બજેટ સાંજે 5 વાગે સંસદમાં રજૂ કરવામાં આવતુ હતુ પણ 2001મા તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિન્હાએ જૂની પરંપરાઓ તોડતા પહેલી વખત બજેટ સવારે 11 વાગે સંસદમાં રજૂ કર્યુ હતુ. એ સમયથી અત્યાર સુધી બજેટ સવારે 11 વાગે જ રજૂ કરવામા આવે છે.
4. (4)સૌથી લાંબુ અને ટુંકુ ભાષણ:
બજેટ રજૂ કરતા નાણાપ્રધાનનું ભાષણ લગભગ એક કલાક સુધી રહે છે. પરંતુ આવી કોઇ પરંપરા નથી. 1991માં મનમોહન સિંઘે સૌથી લાંબુ ભાષણ 1991માં (18,650 શબ્દોનું) આપ્યુ હતુ. આ બાદ ગઇ સાલ નાણાપ્રધાન અરૂણ જેટલીએ આશરે 18,604 શબ્દોમાં ભાષણ આપ્યું હતુ. જો કે બજેટ દરમિયાન સૌથી ટુંકુ ભાષણ 1977માં હિરૂભાઇ એમ પટેલે 800 શબ્દોમાં આપ્યુ હતુ.
5. (5)સીક્રેટ ફાઇલ:
સીક્રેટ ફાઇલ- બજેટ રજૂ કરવાના અમુક મહિનાઓ પહેલા જ તેની માહિતી લીક એટલે કે ફૂટી ના જાય એ હેતુથી સુરક્ષાની ખુબ જ ચુસ્ત અને અધ્યાધુનિક સેવાઓની તૈયારીઓ રાખવામા આવે છે.ફોન ટેપ ન થાય અને કમ્યુટરની ગુપ્તતા જળવાય એ માટે હાઇ ટેક સર્વિલાન્સ રખાય છે. હિડમ કેમેરા, જામર અને સ્કેનર જેવી તેમજ હેકર્સથી પણ સુરક્ષા માટેની તૈયારીઓ કરાય છે.
 
6. (6)હલવા સેરેમની:
બજેટ પહેલા સરકાર હલવો બનાવીને કર્મચારીઓને વહેંચે છે. આ પરંપરાને હલવા સેરેમની કહેવાય છે. નાણા મંત્રાલયના બેસમેન્ટમાં દસ્તાવેજોની આધિકારિક છાપકામ  1 સપ્તાહ પહેલા જ થઇ જાય છે. હલવા સમારોહ આયોજીત કરીને નાણાપ્રધાન લીલી ઝંડી આપે છે, એ દિવસે બનાવેલો હલવો 100 જેટલા અધિકારીઓ અને કર્મચારિયો વચ્ચે વહેચવામાં આવે છે.
7. (7) લોકઇન પરિયડ-બહાર કોઇને જવાની પરવાનગી નહિ:
બજેટમાં સંપર્ણ ગુપ્તતા જળવાય એ માટે જ્યારથી બજેટનું કામકાજ શરૂ થાય છે એ સમયથી જ કર્મચારિયોને નોર્થ બ્લોકની અંદર ફરજિયાત રહેવુ પડે છે. કર્મચારિયોને તેમના લોકઇન ટાઇમમાં તેમના મિત્રો કે પરિવારજનોનો સંપર્ક કરવા દેવામા આવતો નથી. કર્મચારીઓના ભોજન પહેલા ફૂડ ટેસ્ટરથી ભોજનના નમૂના પણ લેવામાં આવે છે. ડોકટર પણ હાજર રાખવામા આવે છે. જો કોઇને ગંભીર હાલતમાં બહાર જવુ પડે તો તેમને ખાનગી અધિકારીઓ અને પોલીસના જાપ્તામાં જ જવાની છૂટ હોય છે.
8. (8)નાણાપ્રધાનની હાથમાં સૂટકેસ:
સૂટકેસની કહાની પણ ઘણી રસપ્રદ છે. તમે ટીવી કે ફોટામાં નાણાપ્રધાનને બજેટ રજૂ કરતી સમયે હાથમાં સૂટકેસ સાથે સંસદમાં જોયા હશે. 1860માં બ્રિટનના "ચાન્સેલર ઓફ ધી એક્સચેકર ચીફ" વિલિયમ એવર્ટ ગ્લૈડસ્ટન ફાઇનેશિયસ પેપર્સના કાગળો એક ચામડાની બેગમાં લઇને આવ્યા હતા. ત્યારથી આ પરંપરા નિકળી છે. માજી નાણાપ્રધાન યશવંત સિંન્હાની બકલ વાળી લેધર બેગ કે પ્રણવ મુખર્જીની લાલ વેલવેટ સૂટકેસ પણ આ પરંપરા મુજબ જોવા મળી હતી
9. (9)પ્રસિધ્ધ વાક્યો, કહેવતો અને ટૂચકાઓ:
નાણાપ્રધાન તેમના કેન્દ્રીય બજેટને રજૂ કરતી વખતે પંડિતો કે મહાન વિચારક, કવિઓ તેમજ શાયરોના વિચારોને પણ તેમના ભાષણમાં ટાંકતા હોય છે. જેમ કે મનમોહન સિંહે બજેટ ભાષણમાં રવિન્દ્રનાથ ટૈગોરને તેમજ વિકટક હ્યુગોના વિચારોને ટાંક્યા હતા. નાણાપ્રધાન અરુણ જેટલી અને પી ચિંદબરમે વિવેકાનંદ અને તિરુવલ્લુવરના વિચારોને બજેટ ભાષણમાં ટાંક્યા હતા. આજ રીતે નવ વખત બજેટ રજૂ કરનારા પ્રણવ મુખરજીએ ચાણક્ય અને શેક્સપિયરના વિચારોને તેમના બજેટ ભાષણમાં અનેક જગ્યાએ ઉલ્લેખ કર્યા હતા.
10. (10)બજેટના દિવસે વેષભૂષા

જે દિવસે બજેટ હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકોનું ધ્યાન નાણાપ્રધાન પર હોય છે. સંસદમાં આવતી વખતે નાણાપ્રધાન એક ખાસ અને મનગમતો તેમજ અલગ અંદાઝવાળી વેશભૂષા પહેરીને આવતા હોય છે. જેમકે સ્વતંત્ર ભારતના પહેલા નાણાપ્રધાન ષણમુખમ શેટ્ટીએ દેશનું પહેલુ બજેટ રજૂ કરતી સમયે ધોતી-કૂર્તા અને ગાંધી ટોપી પહેરીને બજેટ રજૂ કર્યુ હતુ. અરૂણ જેટલીએ બજેટ રજૂ કરતી વેળાએ કુર્તા પાયજામા અમને એની ઉપર નેહરૂ જેકેટ પહેર્યુ હતુ. પ્રણવ મુખર્જી બજેટ વખતે બંધ ગળાના કોટમાં સંસદમા આવતા હતા.
પીયૂષ ગોયલ
આ વર્ષે નાણાપ્રધાન અરૂણ જેટલી તેમની તબિયતનો ઇલાજ કરાવવા અમેરિકા ગયા છે. પરિણામે આ વર્ષનું બજેટ પીયૂષ ગોયલે રજૂ કર્યુ હતુ,

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી