ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» SP suspended so SI became angry made video viral with serious accusations on SP AT UP

  SPએ કર્યો સસ્પેન્ડ તો ગુસ્સામાં SIએ વીડિયો કર્યો વાયરલ, લગાવ્યા ગંભીર આરોપ

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 12:54 PM IST

  એક એસઆઇએ એસપી પર ષડયંત્રથી તેની ટ્રાન્સફર કરાવવાનો અને તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે
  • SI વિજયકુમાર જેણે SP પર લગાવ્યો આરોપ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   SI વિજયકુમાર જેણે SP પર લગાવ્યો આરોપ.

   મિર્ઝાપુર (યુપી): અહીંના એક એસઆઇએ એસપી પર ષડયંત્રથી તેની ટ્રાન્સફર કરાવવાનો અને તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ માટે SIએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જ્યારે બીજી બાજુ એસપીએ કહ્યું છે કે, એસઆઇ પહેલા પણ ઓફિસરો સાથે અભદ્ર વર્તન કરવાના આરોપમાં ઘણી કાર્યવાહીઓનો સામનો કરી ચૂક્યો છે.

   જાણો શું છે આખો મામલો

   - એસઆઇ વિજયકુમારે જણાવ્યું કે તે 9 ફેબ્રુઆરીના રોજ અદલહાટ બેરિયર પર ડ્યૂટી દરમિયાન ઓવરલોડ વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે કેટલાક ટ્રકોનો મેમો ફાડવા લાગ્યો. તેની જાણકારી ટ્રકવાળાઓએ અદલહાટના એસઓ (સિનિયર ઓફિસર) વિજયપ્રતાપ સિંહને આપી. એસઓએ તેને ફોન કરીને ટ્રક છોડી દેવા માટે કહ્યું. જ્યારે તેણે ના પાડી તો એસઓએ તેની ફરિયાદ એસપી આશિષ તિવારીને કરી દીધી.

   - વિજયકુમારે જણાવ્યું કે પોતાની સફાઇમાં તેણે એસઓ અને તેની વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો એસપીને સંભળાવ્યો. તે છતાંપણ એસપીએ તેના પર જ કાર્યવાહી કરી અને હલિયા પોલીસ સ્ટેશનમાં તેની ટ્રાન્સફર કરાવી દીધી. આ વાતથી નારાજ થઇને તેણે ઓડિયો મીડિયામાં વાયરલ કરી દીધો.

   એસઆઇને કર્યો સસ્પેન્ડ અને કાપી લીધો પગાર

   - જણાવવામાં આવી રહ્યું છે કે ઓડિયો વાયરલ કરવાના મામલે એસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તેનો પગાર પણ કાપી લેવામાં આવ્યો. ત્યારબાદ એસઆઇની ટ્રાન્સફર ત્યાંથી 350 કિલોમીટર દૂર કાનપુર રેન્જમાં કરી દેવામાં આવી.

   -એસઆઇએ રવિવારે ફરી એક વીડિયો વાયરલ કરીને પોતાની પીડા પ્રદર્શિત કરી. તેમાં તેણે એસપી પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો.
   - બીજી બાજુ આશિષ તિવારીએ કહ્યું કે એસઆઇ પહેલા પણ પોતાના આ વલણને કારણે કાર્યવાહી ઝેલી ચૂક્યાં છે. આ મામલાની જાણકારી પણ સિનિયર ઓફિસરોને આપવામાં આવી છે.

  • SP આશિષ તિવારી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   SP આશિષ તિવારી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SP suspended so SI became angry made video viral with serious accusations on SP AT UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top