UP લોકસભા પેટાચૂંટણીમાં નવા સમીકરણ, બસપા આપશે SPને સમર્થન

લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો.

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 05:11 PM
ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો
ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો

ઉત્તરપ્રદેશની બે લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો છે. આ જાહેરાત બાદ BSP ચીફ માયાવતીએ કહ્યું કે આ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી.

લખનઉઃ ઉત્તરપ્રદેશની બે લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો છે. આ જાહેરાત બાદ BSP ચીફ માયાવતીએ કહ્યું કે આ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી. જો અમે સાથે આવીશું તો સૌથી પહેલાં મીડિયાને જાણ કરીશું. આ પહેલાં 1993માં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. બંને સીટ પર BSP-SPના ઉમેદવારોનું સમર્થન કરશે. ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર 11 માર્ચે ચૂંટણી થવાની છે, જ્યારે તેનું પરિણામ 14 માર્ચે આવશે.

માયાવતી બોલ્યાં- આ માત્ર વોટ ટ્રાંસફર છે, ગઠબંધનની વાતે પાયવિહોણી


- માયાવતીએ જણાવ્યું કે, "હું કહેવા માગુ છું કે SP અને BSP વચ્ચે કોઈ ગઠબંધન થશે તો ગુપચુપ રીતે નહીં થાય, પરંતુ જાહેરમાં થશે. કોઈ પાર્ટી સાથે ગઠબંધન થશે તો મીડિયાને સૌથી પણ જાણ કરવામાં આવશે. ફુલપુર અને ગોરખપુરમાં જે ચૂંટણી છે, તેમાં BSP પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે. જેનો એ અર્થ નથી કે અમે વોટ આપવા નહીં જઈએ. અમે વોટ આપવા જરૂર જઈશું એવા મેં પાર્ટીના લોકોને દિશા નિર્દેશ આપ્યાં છે."
- "યુપીમાં હાલમાં જ થનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે જો વોટ ટ્રાંસફર કરવામાં આવશે તો આ ગઠબંધન નહીં થાય. અમારી પાર્ટીમાં એટલાં ધારાસભ્યો નથી કે અમે પોતે ચૂંટીને અમારો સભ્ય રાજ્યસભામાં મોકલી શકીએ કે સપા પાસે એટલાં મેમ્બર નથી કે તેઓ બે લોકોને રાજ્યસભા મોકલી શકે. એટલે અમે નક્કી કર્યું છે કે અમે તેમનો MLC બનાવી દઈશું અને તેઓ પોતાનો વોટ અમને ટ્રાંસફર કરી દેશે, કે જેથી અમે રાજ્યસભામાં પોતાના સભ્યો મોકલી શકે."

હોળી પહેલાં તૈયાર થઈ હતી રણનીતિ


- ચૂંટણીમાં સાથે આવવાની રણનીતિ લગભગ 10 દિવસ પહેલાં તૈયાર થઈ હતી. જેની શરૂઆત SPના રામગોવિંદ ચૌધરી અને BSPના લાલજી વર્માએ કરી હતી.
- ગત ગુરૂવારે ગોરખપુર અને અલ્હાબાદમાં બેઠક થઈ હતી. જે બાદ માયાવતીએ ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર સપા કેન્ડિડેટ્સને સમર્થન આપવાનું નક્કી કરાયું છે.

આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો ?


- અલ્હાબાદના ઝોનલ કો-ઓર્ડિનેટર અશોક ગૌતમે કહ્યું કે, "અમારા કાર્યકર્તાઓ ભાજપને હરાવવા માગે છે. અને તેથી જ BSPના સભ્યોને ફુલપુર પેટા ચૂંટણીમાં સપાના ઉમેદવાર નાગેન્દ્રસિંહ પટેલને અને ગોરખપુરના સપાના પ્રવીણ કુમારને સમર્થન આપવાનું એલાન કર્યું છે."

25 વર્ષ બાદ સાથે આવ્યાં સપા-બસપા


- આ પહેલાં 1993 વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થયું હતું. જેમાં શાનદાર જીત જોવા મળી હતી. મુલાયમ સિંહ યુપીના સીએમ બન્યાં હતા. અંદરોઅંદર ખેંચતાણના કારણે 2 જૂન, 1995નાં રોજ BSPએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. પરિણામે મુલાયમ સિંહની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.

કોણ કોણ છે કેન્ડિડેટ્સ ?


- ગોરખપુર સીટમાં પહેલાં યોગી આદિત્યનાથ અને ફુલપુરથી કેશવપ્રસાદ મોર્ય સાંસદ હતા. ભાજપના ગોરખપુરથી ઉપેન્દ્રદત્ત શુકલા અને ફુલપુરથી કૌશલેન્દ્ર પટેલને કેન્ડિડેટ બનાવવામાં આવ્યાં છે.
- SPએ ગોરખપુર સીટ માટે નિષાદ પાર્ટી અને પીસ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. અહીંથી નિષાદ પાર્ટીના પ્રવીણ કુમાર SPના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે ફુલપુર સીટ પરથી SPએ નાગેન્દ્રપ્રતાપ સિંહ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે.
- કોંગ્રેસે ગોરખપુર બેઠક પરથી ડો.સુરહિતા કરીમ અને ફુલપુરથી મનીષ મિશ્રાને મેદાનમાં ઉતાર્યાં છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

આ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી- માયાવતી
આ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી- માયાવતી
ચૂંટણીમાં સાથે આવવાની રણનીતિ લગભગ 10 દિવસ પહેલાં તૈયાર થઈ હતી
ચૂંટણીમાં સાથે આવવાની રણનીતિ લગભગ 10 દિવસ પહેલાં તૈયાર થઈ હતી
X
ભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યોભાજપને પડકાર દેવ માટે 25 વર્ષ પછી સમાજવાદ પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યો
આ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી- માયાવતીઆ ગઠબંધન હાલની પેટા ચૂંટણી માટે છે. 2019માં સામાન્ય ચૂંટણીને લઈને હાલ કંઈજ નક્કી નથી- માયાવતી
ચૂંટણીમાં સાથે આવવાની રણનીતિ લગભગ 10 દિવસ પહેલાં તૈયાર થઈ હતીચૂંટણીમાં સાથે આવવાની રણનીતિ લગભગ 10 દિવસ પહેલાં તૈયાર થઈ હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App