Divya Bhaskar

Home » National News » Latest News » National » 45 people died in storm and electric strikes in UP, Bihar and Rajasthan

વાવાઝોડા-વીજળીથી યુપી, બિહાર, ઝારખંડમાં 45 મોત, 10 રાજ્યોમાં એલર્ટ

Divyabhaskar.com | Updated - May 29, 2018, 10:04 PM

હવામાન ખાતાએ દિલ્હી, હરિયાણા સહિત 10 રાજ્યોમાં કાલે આંધી-વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.

  • 45 people died in storm and electric strikes in UP, Bihar and Rajasthan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વાવાઝોડાથી થયેલા વિનાશમાં 45 લોકોના મોત થયા...

    નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં સોમવારે આવેલા આંધી-વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 45 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધારે મોત બિહારમાં થયા હતા. હવામાન ખાતાએ દિલ્હી, હરિયાણા સહિત 10 રાજ્યોમાં કાલે આંધી-વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.

    આ રાજ્યો માટે એલર્ટ


    - હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં બુધવારે વાવાઝોડા અને આંધી અંગે ચેતવણી આપી છે.

    આ રાજ્યોમાં થયા આટલા મોત


    ઉત્તર પ્રદેશઃ 15
    બિહારઃ 19
    ઝારખંડઃ 11

    કેરળ, કર્ણાટક, ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કાલે ભારે વરસાદના અણસાર

    એક બાજુ ઉત્તર ભારતમાં ભયંકર ગરમી છે ત્યારે નૈઋત્યનું ચોમાસું 3 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે. મીટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, નક્કી તારીખ 1 જૂનના 3 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયું છે. તેની અસરથી કેરળ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ ચોમાસું હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં કેરળના બાકીના વિસ્તારો, કર્ણાટક, ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગો અને બંગાળની ખાડી તરફ આગળ વધવા માટે સ્થિતિ સારી છે.

    ઉત્તર-મધ્ય ભારતમાં લૂની ચેતવણી

    જોકે, ચોમાસુ વહેલું આવી પહોંચ્યું હોવા છતાં મધ્યમ ભારતમાં ગરમીથી રાહત મળવાના કોઇ એંધાણ નથી. હવામાન ખાતાએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં લૂની ચેતવણી આપી છે.

    કેરળથી જ દેશમાં થાય છે વર્ષાનું આગમન

    - હવામાન વિભાગે આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. દેશના ચોમાસાનું આગમન કેરળથી જ થાય છે. કેરળ પહોંચવાની નક્કી તારીખ 1 જૂન હતી. જોકે તેના બે દિવસ પહેલા જ કેરળ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

    - સ્કાયમેટના સીઇઓ જતીનસિંહે જણાવ્યું કે કેરળમાં ચોમાસાની સ્થિતિ સર્જાઇ છે અને એવું કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે.
    - તમામ હવામાન કેન્દ્રો પર સતત બે દિવસથી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હવાઓના આધારે પણ કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે.
    - હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા જણાવે છે કે, દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના આગામી 24 કલાકમાં દક્ષિણ અરબ સાગર, કેરળના કેટલાક ભાગો, તમિલનાડુ, બંગાળની ખાડીના કેટલાક અન્ય હિસ્સાઓ, આંદામાન સાગરના કેટલાક વિસ્તારો સાથે જ આંદામાન નિકોબારમાં છવાઇ જવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.

  • 45 people died in storm and electric strikes in UP, Bihar and Rajasthan
    વર્ષાઋતુનું આગમન (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending