Home » National News » Latest News » National » Sources says 11 state election may happen alongwith Loksabha election Amtit Shah wrote letter to Law Commission

CEC રાવતે કહ્યું- એક દેશ-એક ચૂંટણી શક્ય નથી, પણ 11 રાજ્યોમાં એકસાથે ઇલેક્શન શક્ય

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 03:12 PM

શાહે કહ્યું- આખું વર્ષ કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી થવાથી રાજ્ય અને કેન્દ્ર બંનેના કામકાજ પર અસર થાય છે

 • Sources says 11 state election may happen alongwith Loksabha election Amtit Shah  wrote letter to Law Commission
  ચીફ ઇલેક્શન કમિશ્નર ઓપી રાવત

  નવી દિલ્હી: ચીફ ઇલેક્શન કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે, એક દેશ-એક ચૂંટણી હાલ કાયદાકીય રીતે શક્ય નથી. તેમણે કહ્યું કે કાયદામાં સંશોધન પછી જ એકસાથે ચૂંટણી શક્ય છે. તેમણે કહ્યું કે, 11 રાજ્યોમાં એકસાથે ચૂંટણીની શક્યતાઓ લાગે છે. બીજી બાજુ નીતિશકુમારે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નું સમર્થન કરીને એકવાર ફરી કહ્યું કે હાલ આ શક્ય નથી.

  બીજેપીએ કરી છે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ સાથે કરાવવાની માંગ

  બીજેપીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવાની માંગ કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાયદાપંચને પત્ર લખીને કહ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી ચૂંટણી પર થનારા ભારે ખર્ચમાં હજારો કરોડો રૂપિયાનો કાપ આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી વર્ષે લોકસભાની સાથે 11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે.

  વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક ચૂંટણી થવાથી લોકતંત્રમાં વિકાસકાર્ય અને નીતિગત નિર્ણયો અટકી પડે છે

  - બીજેપીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં પક્ષના એક પ્રતિનિધિમંડળ દ્વારા સોંપાયેલા પત્રમાં શાહે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાથી રાષ્ટ્રીય સંસાધનો પર દબાણ થાય છે અને ભારત જેવા પ્રગતિશીલ લોકતંત્રમાં વિકાસકાર્ય અને નીતિગત નિર્ણયો ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવાના કારણે રોકાઈ જાય છે.

  - તેમણે કહ્યું, લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી. બંને ચૂંટણીમાં મતદાતા અલગ અલગ મુદ્દાઓને લઈને મત આપે છે. શાહે કહ્યું કે ભાજપની 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'ના વિચારની ટીકાનાં રાજકીય કારણો છે.
  - તેમણે કહ્યું કે આખું વર્ષ કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી થવાથી રાજ્ય અને કેન્દ્ર બંનેના કામકાજ પર અસર થાય છે. તેમણે કહ્યું કે એકસાથે ચૂંટણી યોજાવાથી ચૂંટણીખર્ચમાં પણ ઘટાડો થશે.
  - કાયદાપંચને લખેલા આઠ પાનાના પત્રમાં શાહે કહ્યું કે એક સાથે ચૂંટણી યોજવાનો વિરોધ કરનારા લોકો રાજકારણથી પ્રેરિત છે. એક સાથે ચૂંટણી યોજવાની વ્યવહારુતા પર કાયદાપંચ વિચાર કરી રહ્યું છે અને તે પોતાના રિપોર્ટને અંતિમ રૂપ આપતા પહેલા રાજકીય પક્ષોનો મત લેશે.
  - જસ્ટિસ બલવીર ચૌહાણને લખેલા પત્રમાં શાહે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકારે હંમેશાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના મુદ્દા પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેને લાગુ કરવા અંગે સમર્થન આપી ચૂક્યાં છે. હવે તમામ રાજકીય દળોની સંમતિ મેળવવાની જરૂર છે."

  મહારાષ્ટ્રમાં 307 દિવસ સુધી વિકાસકાર્યો પર પડી અસર

  - શાહે લખ્યું, "મહારાષ્ટ્રમાં 2016-17 દરમિયાન 365 દિવસોમાં રાજ્યમાં વિવિધ ચૂંટણીઓના કારણે 307 દિવસ સુધી કોઇને કોઇ વિસ્તાર આચારસંહિતા હેઠળ રહ્યો. તે જ રીતે 2014માં આચારસંહિતા લાગવાને કારણે એડમિનિસ્ટ્રેટિવ અને વિકાસકાર્યો પર 7 મહિના સુધી તેની અસર રહી."

  1951-52માં પણ એકસાથે થઇ હતી ચૂંટણી

  - શાહે કહ્યું, "ભારતમાં પહેલા પણ સમકાલિન ચૂંટણીઓ થઇ છે. આ ભારત માટે કોઇ નવી વાત નથી. 1951-52માં ભારતમાં તત્કાલીન સમસ્યાઓ છતાં લોકસભા અને તમામ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થઇ હતી. એ જ રીતે 1957, 1962 અને 1967માં પણ આ વ્યવસ્થા હેઠળ જ ચૂંટણી થઇ હતી. જોકે, 1968 અને 1969માં નવા રાજ્યોના ગઠનના કારણે આ થઇ શક્યું ન હતું. ત્યારબાદ 1970માં લોકસભા સમય પહેલા ભંગ થઇ ગઇ, ત્યારથી જ આ પ્રક્રિયા બાધિત થઇ ગઇ."

  ઘણા દેશોમાં થાય છે એકસાથે ચૂંટણી

  - તેમણે લખ્યું, "ઇન્ડોનેશિયામાં તાજેતરમાં જ સમકાલિક ચૂંટણી કરાવવાનો નિર્ણ કરવામાં આવ્યો. આ પહેલા સ્વીડન, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ અને ઇટલી સહિત ઘણા દેશોમાં આ જ વ્યવસ્થા અપનાવવામાં આવી છે. તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા."


  9 પક્ષોએ કર્યો હતો સરકારના પ્રસ્તાવનો વિરોધ

  - લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરાવવા માટે લૉ કમિશને ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેના પર ચર્ચા માટે કમિશને જુલાઈમાં રાજકીય પાર્ટીઓની મીટિંગ બોલાવી હતી. તેમાં એનડીએના બે સહયોગી સહિત 5 પક્ષોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. 9 પક્ષો તેના વિરોધમાં હતા.

  - સમર્થન કરનારા લોકોમાં જેડીયુ અને અકાલીદળ (એનડીએ), અન્નાદ્રમુક, સમાજવાદી પાર્ટી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સામેલ હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તદેપા, દ્રમુક, જેડીએસ, એઆઇએફી, માકપા, એઆઇડીયુએફ, ગોવા ફોર્વર્ડ પાર્ટીએ તેનો વિરોઝ કર્યો હતો. જોકે કોંગ્રેસે તેના પર કોઇ અભિપ્રાય આપ્યો ન હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ