અંતરિક્ષમાં બનશે લક્ઝુરિયસ હોટલ, રોજ 16 વાર દેખાશે સનસેટ-સનરાઈઝ

સ્પેસ 2.0 સમિટમાં અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પેનના અંતરિક્ષમાં લક્ઝુરિયસ હોટલ બનાવવાની જાહેરાત કરી છે

divyabhaskar.com | Updated - Apr 08, 2018, 12:28 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હોટલનું નામ ઔરોરા સ્ટેશન રાખવામાં આવશે. આ હોટલને અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પૈન દ્વારા તૈયાર કરશે. કંપનીના સીઈઓ ફ્રેંક બેંગેરનું કહેવું છે કે, 2022થી આ હોટલમાં રહેવાનું શક્ય છે. અહીં 12 દિવસ રોકાવાનો ખર્ચ રૂ. 61.6 કરોડ થશે

કેલિફોર્નિયા: અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પેન એતંરિક્ષમાં પહેલી લક્ઝુરિયસ હોટલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેલિફોર્નિયાના સૈન જોસમાં સ્પેસ 2.0 સમિટ કાર્યક્રમમાં તેની જાહેરાત કરવામાં આવી છે. હોટલનું નામ ઔરોરા સ્ટેશન રાખવામાં આવશે. આ હોટલને અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પૈન દ્વારા તૈયાર કરશે. કંપનીના સીઈઓ ફ્રેંક બેંગેરનું કહેવું છે કે, 2022થી આ હોટલમાં રહેવાનું શક્ય છે. અહીં 12 દિવસ રોકાવા માટે અંતરિક્ષ પર્યટકોને 10 મિલિયન ડોલર ( અંદાજે રૂ. 61.6 કરોડ) ચૂકવવા પડશે. આ હોટલથી રોજ 16 વાર સુરજ ઉગતો અને ડુબતો દેખાશે.

90 મિનિટમાં પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરશે

- અંતરિક્ષ હોટલ 90 મિનિટમાં પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરશે. એટલે કે આ હોટલમાં રોકાનાર વ્યક્તિ દરેક 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકસે. આ હોટલ 2022 સુધી સમગ્ર રીતે તૈયાર થઈ જશે, અહીં એક સમયે 6 લોકો સાથે રોકાઈ શકશે.
- નોંધનીય છે કે, આ યોજના પર 2015માં જ કામ શરૂ થઈ ગયું હતું. ત્યારે સ્પેસ કંપનીઓએ તેમાં રૂ. 4300 કરોડનું રોકાણ કર્યું હતું.

કેવી હશે અંતરિક્ષ હોટલ


- અંતરિક્ષમાં બનનારી આ પહેલી હોટલની લંબાઈ 43,5 ફૂટ અને પહોળાઈ 14.01 ફૂટ હશે. જ્યાં આ હોટલનું પ્લેટફર્મ બનશે તે ઓર્બિટ ધરતીથી 200 મીલ (321 કિમી દૂર બનાવવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App