NO FAKE NEWS / સોનિયા ગાંધીને બ્રિટનની ક્વીનથી ધનવાન દર્શાવતી વાઇરલ પોસ્ટની હકીકત

divyabhaskar.com | Updated - Jan 11, 2019, 06:08 PM
હફિંગ્ટન પોસ્ટે લેખ પ્રકાશિત કર્યો હતો જેનું ટાઇટલ હતું, 'વિશ્વના અમીર નેતા, તમે વિચાર્યુ છે તેના કરતાં પણ વધુ અમીર છે.' (ફાઇલ)
હફિંગ્ટન પોસ્ટે લેખ પ્રકાશિત કર્યો હતો જેનું ટાઇટલ હતું, 'વિશ્વના અમીર નેતા, તમે વિચાર્યુ છે તેના કરતાં પણ વધુ અમીર છે.' (ફાઇલ)
X
હફિંગ્ટન પોસ્ટે લેખ પ્રકાશિત કર્યો હતો જેનું ટાઇટલ હતું, 'વિશ્વના અમીર નેતા, તમે વિચાર્યુ છે તેના કરતાં પણ વધુ અમીર છે.' (ફાઇલ)હફિંગ્ટન પોસ્ટે લેખ પ્રકાશિત કર્યો હતો જેનું ટાઇટલ હતું, 'વિશ્વના અમીર નેતા, તમે વિચાર્યુ છે તેના કરતાં પણ વધુ અમીર છે.' (ફાઇલ)

  • ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના લેખમાં સોનિયા ગાંધીને વિશ્વમાં 12માં નંબરના સૌથી અમીર રાજનેતા તરીકે દર્શાવવામાં આવ્યા.
  • વેબસાઇટે સોનિયા ગાંધીની સંપત્તિ અંદાજિત 2 અબજ ડોલર હોવાનું અનુમાન લગાવ્યું હતું.

નેશનલ ડેસ્કઃ શું યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયથી વધુ અમીર છે?  ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને સોશિયલ મીડિયા પર કેટલાંક યૂઝર્સે એક ન્યૂઝ આર્ટિકલને શૅર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયની સરખામણીએ વધુ ધનવાન છે. ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન અશ્વિની ઉપાધ્યાયે સોમવારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના 2013ના એક જૂના આર્ટિકલની લિંક શૅર કરી છે જે હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે.

 

- આ આર્ટિકલને ટ્વીટ કરતા અશ્વિની ઉપાધ્યાયે લખ્યું, કોંગ્રેસના એલિઝાબેથ બ્રિટનની મહારાણીથી અને કોંગ્રેસના સુલ્તાન ઓમાનના સુલ્તાનથી પણ વધુ ધનવાન છે. ભારત સરકારે ઝડપથી કાયદો બનાવીને 100 ટકા બેનામ સંપત્તિને જપ્ત કરાવી લેવી જોઇએ અને ઉંમરકેદની સજા આપવી જોઇએ.  
 

છ વર્ષ જૂનો મીડિયા રિપોર્ટ વાઇરલ

ન્યૂઝસાઇટે કહ્યું - આ દાવો ખોટો
1.આ પોસ્ટ વાઇરલ થતાં એક જાણીતી ન્યૂઝ સાઇટે રિયાલિટી ચેક કરતાં દાવો કર્યો છે કે, આ છ વર્ષ જૂનો મીડિયા રિપોર્ટ છે. ત્યારબાદ ખોટી જાણકારીના કારણે આ આર્ટિકલને હટાવી દેવામાં આવ્યો છે. 
2.આ પોસ્ટમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક લેખનો આધાર આપવામાં આવ્યો છે, જે 2 ડિસેમ્બર 2013ના રોજ પ્રકાશિત થયો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આ લેખમાં જાણકારીના સ્ત્રોત તરીકે અમેરિકન ન્યૂઝપેપર અને ઓપિનિયન વેબસાઇટ હફિંગટન પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
3.ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના લેખમાં સોનિયા ગાંધીને વિશ્વમાં 12માં નંબરના સૌથી અમીર રાજનેતા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો કે, સ્ટોરીના અંતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હફપોસ્ટ રિપોર્ટમાં એ સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, કેવી રીતે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા. 
હફિંગ્ટન પોસ્ટમાં સોનિયા ગાંધીનો ઉલ્લેખ
4.રિસર્ચ દરમિયાન જાણકારી મળી કે, હફિંગ્ટન પોસ્ટે લેખ પ્રકાશિત કર્યો હતો જેનું ટાઇટલ હતું, 'વિશ્વના અમીર નેતા, તમે વિચાર્યુ છે તેના કરતાં પણ વધુ અમીર છે.'
5.જો કે, આ લિસ્ટમાં સોનિયા ગાંધીનું નામ ક્યાંય મળ્યું નહતું. લેખના અંતે એડિટર તરફથી લખવામાં આવેલી નોટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સોનિયા ગાંધીનું નામ આ લિસ્ટથી હટાવી દેવામાં આવ્યું છે. 
6.હફિંગ્ટન પોસ્ટ તરફથી સાથે સાથે એ તથ્યો પર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, લિસ્ટને કોઇ થર્ડ પાર્ટીની સાઇટથી લેવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ તેઓએ પોતાના સંપાદકો પાસે કરાવી નથી. 
7.રિયાલિટી ચેક કરનાર વેબસાઇટે પણ ડિસેમ્બર 2013માં રિપોર્ટ કર્યો હતો કે, હફિંગટન પોસ્ટે સોનિયા ગાંધીની સંપત્તિની ગણના સેલિબ્રિટીનેટવર્થ.કોમ પરથી લીધી છે. 
8.આ વેબસાઇટે સોનિયા ગાંધીની સંપત્તિ અંદાજિત 2 અબજ ડોલર હોવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે, વેબસાઇટે પોતાના નિયમો અને શરતોમાં જાહેર કર્યુ હતું અમે કે અન્ય કોઇ થર્ડ પાર્ટી આ વેબસાઇટ પર ઉપલબ્ધ અને પ્રસ્તૃત સામગ્રી અથવા જાણકારીની શુદ્ધતા, સામયિકતા, પ્રદર્શન, પૂર્ણતા અથવા ઉપયોગિતાને લઇને કોઇ વોરન્ટી અથવા ગેરેન્ટી નથી આપતા. 
ચૂંટણી દરમિયાન 10 કરોડ સંપત્તિનો ઉલ્લેખ
9.સોનિયા ગાંધી તરફથી 2014 લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ એફિડેવિટમાં પોતાની પ્રાઇવેટ સંપત્તિ 10 કરોડ રૂપિયા અને ચલ સંપત્તિ 2.82 કરોડ રૂપિયા દર્શાવી હતી. 
10.હફિંગટન પોસ્ટ અનુસાર, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયની કુલ આર્થિક સ્થિતિ 45 કરોડ ડોલર એટલે કે, અંદાજિત 3100 કરોડ રૂપિયાની છે. આ આંકડો સોનિયા ગાંધીએ જાહેર કરેલી સંપત્તિથી ક્યાંય વધુ છે. 
11.રિયાલિટી ચેક દરમિયાન વેબસાઇટને કોઇ વિશ્વસનીય ન્યૂઝ રિપોર્ટ નથી મળ્યા જેમાં સોનિયા ગાંધીની પ્રાઇવેટ સંપત્તિની મહારાણી એલિઝાબેથ દ્વિતિયની સંપત્તિથી સરખામણી થઇ હોય.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App