4 વર્ષ પહેલાં દેશું શું બ્લેક હોલ હતો, બધો વિકાસ હવે જ થયો છે?- સોનિયા

સોનિયા ગાંધીએ કહ્યું-સરકાર જે દાવા કરી રહી છે શું તે દેશના લોકોને ખોટો મેસેજ આપતી હોય તેવા નથી?

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 01:37 PM
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે, શું 2014 પહેલાં દેશ બ્લેકહોલ હતો? દેશમાં વિકાસ માત્ર આ ચાર વર્ષમાં જ થયો છે? તેમણે એવુ પણ કહ્યું કે, લોકો સાથે જોડાવા માટે કોંગ્રેસે નવી સ્ટાઈલ અપનાવાની જરૂર છે.

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે, શું 2014 પહેલાં દેશ બ્લેકહોલ હતો? દેશમાં વિકાસ માત્ર આ ચાર વર્ષમાં જ થયો છે? તેમણે એવુ પણ કહ્યું કે, લોકો સાથે જોડાવા માટે કોંગ્રેસે નવી સ્ટાઈલ અપનાવાની જરૂર છે.

જ્યૂડિશિરી જોખમમાં


- સોનિયા ગાંધીએ કહ્યું છે કે, સરકારે જે દાવા કરી રહી છે શું તે દેશના લોકોની સમજને ખોટી દર્શાવે તેવા નથી?
- આપણાં દેશની જ્યજિશિયરી જોખમમાં છે. અમે પારદર્શકતા લાવવા માટે આરટીઆઈ લઈને આવ્યા હતા પરંતુ આજે આ કાયદાને કોલ્ડ સ્ટોરેજમાં નાખી દેવામાં આવ્યો છે. આધાર કાર્ડનો હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોદીના માર્કેટિંગના કારણે કોંગ્રેસ હારી


- સોનિયા ગાંધીએ કહ્યું કે, અમારી 10 વર્ષથી સરકાર હતી એટલે એન્ટી-અનકંબેસી પણ હતી. તે સાથે નરેન્દ્ર મોદીએ માર્કેટિંગ પણ કર્યું તેના કારમે કોંગ્રેસ હારી ગઈ.
- લોકો સાથે જોડાયેલા રહેવા માટે હવે કોંગ્રેસે એક નવી સ્ટાઈલ શોધવાની જરૂર છે. અમારે અમારી યોજનાઓ નવી રીતે રજૂ કરવાની જરૂર છે.
- હું અંગત રીતે નરેન્દ્ર મોદીને નથી જાણતી પરંતુ હવે ટીડીપી અને શિવસંના સંસદમાં તેમના વિરુદ્ધ જ અવાજ ઉંચો કરી રહ્યા છે.
- બીજેપીનો સાથ તો હવે તેમના સહયોગીઓ પણ છોડી રહ્યા છે.

સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસે લોકો સાથે જોડાઈ રહેવા માટે નવા આઈડિયાની જરૂર છે
સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસે લોકો સાથે જોડાઈ રહેવા માટે નવા આઈડિયાની જરૂર છે
X
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહારસોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસે લોકો સાથે જોડાઈ રહેવા માટે નવા આઈડિયાની જરૂર છેસોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસે લોકો સાથે જોડાઈ રહેવા માટે નવા આઈડિયાની જરૂર છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App