સોનિયાનું ડિનર પોલિટિક્સ: નથી સામેલ થવા માગતા મમતા-પવાર

સોનિયા ગાંધીએ ડિનર પાર્ટીમાં 18 પક્ષોને આમંત્રણ આપ્યું છે, વિપક્ષી એકતાને મજબૂત કરવાનો છે પ્રયત્ન

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 11:02 AM
સોનિયા ગાંધીએ આજે ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું (ફાઈલ ફોટો)
સોનિયા ગાંધીએ આજે ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું (ફાઈલ ફોટો)

આ ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી દળને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણૂમુલ સુપ્રીમો મમતા બેનરજી અને એનસીપી પ્રુમખ શરદ પવારે હજુ સુધી આ ડિનર પાર્ટીમાં સામેલ થવાની સહમતી આપી નથી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદ રાહુલ ગાંધીને સોંપ્યા પછી પણ સોનિયા ગાંધી મોદી વિરુદ્ધ ગઠબંધન બનાવવા વિપક્ષને એક જૂથ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જ સોનિયા ગાંધીએ મંગળવારે તેમના ઘરે તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. સોનિયા ગાંધી 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષને ફરી એક જૂથ કરવાના આયોજનમાં છે. આ ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી દળને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણૂમુલ સુપ્રીમો મમતા બેનરજી અને એનસીપી પ્રુમખ શરદ પવારે હજુ સુધી આ ડિનર પાર્ટીમાં સામેલ થવાની સહમતી આપી નથી. સોનિયા ગાંધીના મેનેજર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનરજી અને શરદ પવાર આ ડિનરમાં હાજર રહે.

એક તીરથી બે નિશાન

આ ડિનર ડિપ્લોમેસી દ્વારા સોનિયા એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવીને તેઓ એ સાબીત કરવા માગે છે કે, મોદીમા વિકલ્પમાં ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પાસે છે.

વિપક્ષનું એકજૂથ થવું સમયની માંગ


સોનિયા ગાંધીનો એક મેસેજ એવો છે કે, મમતા અને પવારના ત્રીજા મોર્ચાની આગેવાનીનો પ્રયત્ન મહત્વનો નથી. આ સંજોગોમાં મમતા અને શરદ પવારનું ડિનરથી દૂર રહેવું પણ કોંગ્રેસ માટે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે. જોકે કોંગ્રેસનું માનવું છે કે, મોદી વિરુદ્ધ દરેક વિપક્ષે એક જૂથ થવું જ પડશે અને તે સમગ્ર વિપક્ષની જવાબદારી છે. આ વિશે કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીનું કહેવું છે કે, સમયની માગ છે કે બધા સાથે આવે. આજે ત્રીજા અને ચોથા મોર્ચાનો કોઈ અર્થ નથી.

કોંગ્રેસનું માનવું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ વિશે પવાર અને મમતા જેવા નેતાઓને પ્રોબ્લેમ છે. તેથી સોનિયા 2019 સુધી ગઠબંધનની કમાન તેમના હાથમાં રાખવા માગતા હતા.

આગળની સ્લાઈડમાં વાંચો: મમતાનો અલગ રસ્તો

મમતા તેમનો અલગ રસ્તો બનાવવા માગે છે  (ફાઈલ ફોટો)
મમતા તેમનો અલગ રસ્તો બનાવવા માગે છે (ફાઈલ ફોટો)

મમતાનો અલગ રસ્તો

 

મમતા બેનરજી તેમનો એક અલગ રસ્તો કરવા માગે છે જે કોંગ્રેસને પસંદ નથી. મમતાએ ત્રીજા મોર્ચાનો વિકલ્પ શોધવા માટે તેલંગાણાના સીએમ કેસીઆરને ફોન કર્યો હતો. ટીડીપી અને ટીઆરએસને કોંગ્રેસે બેક સપોર્ટ કર્યો હોવા છતા તેમણે હાલ ડિનરમાં સામેલ થવાની ના પાડી દીધી છે. આ જ રીતે શરદ પવારે પણ ઘણી વાર કોંગ્રેસને ઝટકો આપ્યો છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો: કોણ કોણ સામેલ થઈ શકે છે આ ડિનર પાર્ટીમાં

બિહારમાં આરજેડી કોંગ્રેસનું મુખ્ય સહયોગી  (ફાઈલ ફોટો)
બિહારમાં આરજેડી કોંગ્રેસનું મુખ્ય સહયોગી (ફાઈલ ફોટો)

કોણ કોણ સામેલ થઈ શકે છે આ ડિનર પાર્ટીમાં

 

બિહારમાં હાલ કોંગ્રેસના ખાસ સહયોગી આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી આ ડિનરમાં સામેલ થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. ટીએમસીના નેતા સુદીપ બંધોપાધ્યાય, ડીએમકેના કનિમોઝી, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ આવી શકે છે. સીપીઆઈએમમાંથી સીતારામ યેચુરી અને સીપીઆઈથી ડી. રાજા પણ હાજર રહેશે. આસિવાય જનતા દળ સેક્યુલર, કેરળ કોંગ્રેસ, આઈયૂએમએલ, આરએસપી, આરએલડીના નેતાઓ પણ સામેલ થશે તેવી શક્યતા છે. 

 

ચાલુ રહેશે પ્રયત્ન


આ રીતે 2019માં મોદી વિરોધી ગઠબંધનની રાજકીય તસવીર બનતી-બગડતી રહેશે જ પરંતુ કોંગ્રેસ તેના પ્રયત્નો ચાલુ જ રાખશે. કોંગ્રેસને પણ એવો અંદાજ છે જ કે, આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે કે, તેમના ઝંડા નીચે દરેક લોકો આવે છે કે નહીં.

Sonia Gandhi invite 18 oppositions parties in dinner today
X
સોનિયા ગાંધીએ આજે ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું (ફાઈલ ફોટો)સોનિયા ગાંધીએ આજે ડિનર પાર્ટીમાં 18 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું (ફાઈલ ફોટો)
મમતા તેમનો અલગ રસ્તો બનાવવા માગે છે  (ફાઈલ ફોટો)મમતા તેમનો અલગ રસ્તો બનાવવા માગે છે (ફાઈલ ફોટો)
બિહારમાં આરજેડી કોંગ્રેસનું મુખ્ય સહયોગી  (ફાઈલ ફોટો)બિહારમાં આરજેડી કોંગ્રેસનું મુખ્ય સહયોગી (ફાઈલ ફોટો)
Sonia Gandhi invite 18 oppositions parties in dinner today
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App