ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરતા દીકરાએ આપી ઝાપટ| son slapped Doctor in MP

    ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરતા દીકરાએ મારી ઝાપટ, કરાવી ફરી આવી ટ્રીટમેન્ટ

    divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:11 AM IST

    યુવકે ડોક્ટર્સને ઝાપટ મારીને મૃતદેહને ઓક્સિજન ચડાવવા અને ઈન્જેક્શન આપવા મજબૂર કર્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
    • ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરતા દીકરાએ મારી દીધી ઝાપટ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરતા દીકરાએ મારી દીધી ઝાપટ

      દતિયા (મધ્યપ્રદેશ). શહેરના ભદૌરિયાની ખિડકી નિવાસી બે યુવક પોતાની માતાને હાર્ટઅટેક આવતા દતિયા જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. અહીં ડોક્ટરે ચેકઅપ બાદ મહિલાને મૃત જાહેર કરી દીધી. ડોક્ટરનો આરોપ છે કે આવું સાંભળતા જ તે મહિલાના દીકરાઓ લાફો મારી દીધો. આટલેથી ન અટકતા મૃત મહિલાના શબને બળજબરી ઓક્સિજન ચઢાવ્યો અને ઇન્જેક્શન પણ લગાવ્યું. આટલું કર્યા છતાંય જ્યારે પરિવારને વિશ્વાસ ન બેઠો તો ડોક્ટરે પોતાના ગળામાંથી સ્ટેથોસ્કોપ ઉતારી તેને આપી દીધું. જ્યારે દીકરાએ જાતે ચેક કર્યું ત્યારે તેને વિશ્વાસ થયો કે તેમની માતાનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારબાદ તેઓ મૃતદેહને લઈ ગયા. ઘટના રવિવાર સવારે 11 વાગ્યાની છે. ડોક્ટરે મામલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કરી છે.

      શું હતો મામલો?

      - ભદૌરિયાની ખિડકીની પાસે રહેતી મીના શ્રીવાસ્તવને રવિવાર સવારે 10.30 વાગ્યે હાર્ટઅટેક આવ્યો હતો.
      - તેના દીકરા ગાંધી શ્રીવાસ્તવ અને વિશાલ શ્રીવાસ્તવ તરત જ મીનાને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા.
      - અહીં ડ્યૂટી પર તહેનાત ડો. નવીન નાગરે મીનાનું ચેકઅપ કર્યું. ત્યારબાદ તેની સાથે આવેલા લોકોને ડોક્ટરે મહિલા મૃત હોવાની વાત કહી.
      - આ સાંભળતા જ મૃતકના દીકરાઓએ ડો. નાગરના ગાલ પર લાફો મારી દીધો.
      - ત્યારબાદ ડો. નાગરે પોલીસ સ્ટેશન જઈ મૃતકના દીકરા ગાંધી શ્રીવાસ્તવ, વિશાલ શ્રીવાસ્તવ તથા એક એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી આપી.

      સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

    • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરતા દીકરાએ આપી ઝાપટ| son slapped Doctor in MP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top