Home » National News » Desh » Son killed mother for monney then put deadbody in septic tank in Darbhanga Bihar

પૈસાની લાલચમાં દીકરાએ કરી માતાની હત્યા, સેપ્ટિક ટેન્કમાં લાશ નાખીને થયો ફરાર

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 08:00 AM

શબને ઠેકાણે પાડ્યા બાદ ઘરમાં તાળું લગાવીને દીકરો નેપાળ ભાગી ગયો

 • Son killed mother for monney then put deadbody in septic tank in Darbhanga Bihar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કળયુગના દીકરાએ પૈસાની લાલચમાં માતાની હત્યા કરી નાખી. (પ્રતીકાત્મક તસવીર)

  દરભંગા (પટના): બિહારના દરભંગામાં માનવતાને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રત્નોપટ્ટી મહોલ્લામાં એક કળયુગના દીકરાએ પૈસાની લાલચમાં માતાની હત્યા કરી નાખી. હત્યા પછી શબને ઘરમાં બનેલી સેપ્ટિક ટેન્કમાં છુપાવીને મૂકી દીધી. શબને ઠેકાણે પાડ્યા બાદ ઘરમાં તાળું લગાવીને દીકરો નેપાળ ભાગી ગયો. એવી આશંકા છે કે આ ઘટનાને અંજામ આપવામાં તેની પત્નીએ પણ તેને સહકાર આપ્યો હતો.

  ઘણા દિવસો સુધી મહિલા મહોલ્લામાં ન દેખાતા પાડોશીઓને થઇ શંકા

  - મૃતક મહિલાનું નામ માલતી દેવી હતું. મહોલ્લાના લોકોએ જ્યારે બે દિવસો સુધી મૃતક માલતી દેવીને જોયા નહીં તો તેમને શંકા ગઇ.

  - પછી લોકોએ પોલીસને આ વાતની જાણ કરી. સ્થળ પર પહોંચીને પોલીસ જ્યારે શોધખોળ અને તપાસ શરૂ કરી તો ઘરની સેપ્ટિક ટેન્ક પાસે લોહીના ડાઘા દેખાયા.
  - શંકા પાકી થયા બાદ સ્થાનિક લોકોની મદદથી પોલીસે ટેન્ક ખોલી ત્યારે બધાની આંખો પહોળી થઇ ગઇ. ટેન્કની અંદર મહિલાનું શબ પડ્યું હતું.
  - શબને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેના શરીર પર ઘણી જગ્યાઓએ છરી વાગ્યાના નિશાન પણ મળ્યા. શબને પોસ્ટમોર્ટમ માટે ડીએમસીએચ મોકલી દેવામાં આવ્યું.

  માલતી દેવીનો દીકરો એક ફરાર કેદી

  - ઘટના પછી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. હકીકતમાં માલતી દેવીનો દીકરો સૂરજ એક ફરાર થયેલો કેદી છે, જે 2004ના પૂરના સમયે જ જેલમાંથી ભાગી ગયો હતો.

  - બીજી બાજુ પોતાના પતિને ગુમાવી ચૂકેલી માલતી દેવી દીકરાના જેલ ગયા પછી ઘરમાં એકલી રહેતી હતી. સૂરજ પોલીસના ડરના કારણે નેપાળ જઇને છુપાઇ ગયો અને ત્યાં જ તેણે લગ્ન પણ કરી લીધા. તે પોતાની મા પર જમીન અને અન્ય પ્રોપર્ટી વેચીને નેપાળ ચાલ્યા જવાની જીદ કરતો હતો.
  - દીકરાના દબાણને કારણે મહિલાએ પોતાની કેટલી જમીન પણ 12 લાખ રૂપિયામાં વેચી હતી અને તેમાંથી 10 લાખ રૂપિયા પણ તેને આપી દીધા હતા.
  - દીકરાનું મન આટલાથી ધરાયું નહીં અને તે આખી જમીન વેચી દેવા પર અડી ગયો. માલતી દેવી તેના માટે તૈયાર ન હતા. આ જ કારણે દીકરાએ માતાની હત્યાનું કાવતરું ઘડ્યું.
  - પહેલા તેણે પોતાની પત્નીને માતા પાસે રહેવા મોકલી દીધી અને પછી પોલીસની નજરોથી લપાતો-છુપાતો પોતે પણ દરભંગા આવી ગયો. ત્યારબાદ એક દિવસ ઘટનાને અંજામ આપીને, માતાના શબને સેપ્ટિક ટેન્કની અંદર છુપાવી દીધું અને પછી પત્નીને લઇને ભાગી ગયો.

  છતની મદદથી ઘરમાં ઘૂસી પોલીસ

  - પાડોશીને જ્યારે શંકા થઇ તો લોકોએ માલતી દેવીની શોધખોળ શરૂ કરી. શોધવામાં નિષ્ફળ રહ્યા બાદ પોલીસને સૂચના આપવામાં આવી. છતની મદદથી ઘરમાં ઘૂસીને શોધખોળ કરવામાં આવી. દરવાજો તોડવામાં આવ્યો. પોલીસ અને સ્થાનિક લોકોની નજર ઘરની અંદર બનેલા નવા સેપ્ટિક ટેન્ક પર પડી, જયાં તેમને લોહીના ડાઘા જોવા મળ્યા. જ્યારે તેનું ઢાંકણું ખોલવામાં આવ્યું તો માલતીદેવીની લાશ મળી આવી.

  - દરભંગાના એએસપી દિલનવાઝ અહેમદે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘટનાસ્થળેથી અનેક સાક્ષીઓ પણ ભેગા કર્યા.
  - મીડિયા સાથે વાત કરીને તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસથી એવું લાગી રહ્યું છે કે લાલચના કારણે દીકરાએ પોતાની માની હત્યા કરી નાખી. તેમણે એમ પણ જણાવ્યું કે આરોપી દીકરો એક ફરાર કેદી છે. તેમણે ટુંક સમયમાં તેની ધરપકડ કરી લેવાનો દાવો પણ કર્યો છે.

 • Son killed mother for monney then put deadbody in septic tank in Darbhanga Bihar
  સ્થાનિક લોકોની મદદથી પોલીસે ટેન્ક ખોલી ત્યારે બધાની આંખો પહોળી થઇ ગઇ. ટેન્કની અંદર મહિલાનું શબ પડ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ