Home » National News » Desh » છોકરાએ કેરી તોડવાની ના પાડતા પિતા સામે જ કરી હત્યા| Son Killed In Front Of Father in Jalandhar

છોકરાએ કેરી તોડવાની ના પાડતા પિતા સામે જ માથું પછાડી કરી દીધી હત્યા

Divyabhaskar.com | Updated - May 30, 2018, 01:05 PM

પિતા સાથેના ઝઘડોનો દીકરા સાથે લીધો બદલો, ઓફિસર બનવા માગતા દીકરાની કરી દીધી હત્યા

 • છોકરાએ કેરી તોડવાની ના પાડતા પિતા સામે જ કરી હત્યા| Son Killed In Front Of Father in Jalandhar

  જલંધર: જિલ્લાના વરિયાણા વિસ્તારમાં ગ્રીન ફિલ્ડ સહિત ફાર્મ હાઉસમાં 9 વર્ષના એક બાળક મનોજની દિવાલ પર માથું પછાડી પછાડીને તેની હત્યા કરી દેવામાં આવી છે. બીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થી મનોજને જ્યારે આરોપીઓ મારી રહ્યા ત્યારે તેના પિતા તેને દોડીને બચાવવા ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓએ બાળકને મારી મારીને અઝમુઓ કરી દીધો હતો.

  વિચાર્યું'તુ શહેરમાં સારુ ભણશે ગણશે


  - ઘટના રવિવાર બપોરની છે પરંતુ સેમવારે બપોરે સારવાર દરમિયાન છોકરાનું મોત થઈ ગયું હતું. પોલીસે આરોપી મોહમ્મદ અલી સામે હત્યાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
  - દીકારાના મોત પછી તેના પિતા કમલેશ ખૂબ રડી રહ્યા હતા અને વારંવાર એક જ વાત કહેતા હતા કે અલીએ મારી આંખોની સામે જ મારા દીકરાને મારી નાખ્યો. તેને છોડતા નહીં.
  - કમલેશ એએસઆઈ ગુરમેલ સિંહ અને એએસઆઈ મનજીત સિંહને જણાવ્યું કે, મનોજ ભણવામાં ખૂબ હોશિયાર હતો. 4 માર્ચે તેને 9 વર્ષ પૂરા થયા હતા. તે શહેરમાં એટલા માટે આવ્યા હતા કારણકે તેમનો દીકરો સારુ ભણી શકે. તેમને શું ખબર હતી કે તેમનો જે દીકરો ઓફિસર બનવા માગે છે તે એક દિવસ તેમને છોડીને જતો રહેશે.

  કોલ્ડડ્રિંકના કારણે થયો હતો વિવાદ


  - બરેલીમાં રહેતા કમલેશ યાદવે કહ્યું કે, તેઓ ગ્રીન ફિલ્ડમાં અશ્વીન કુમાર ફાર્મ હાઉસના માળી છે. તે સિવાય તેઓ કોલ્ડ ડ્રિન્ક વેચવાનું કામ પણ કરે છે.
  - ફાર્મમાં જ તેમને રહેવા માટેના રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તે તેમની પત્ની, ત્રણ દીકરા અજીત, તૂફાન, મનોજ અને દીકરી સાથે રહેતા હતા. તેમણે જણાવ્યું કે, રવિવારે બપોરે વરિયાણામાં કોલ્ડ ડ્રિન્ક બનાવતી પાયલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મોહમ્મદ અલીએ એક પેટીનો ઓર્ડર લખાવ્યો હતો.
  - તેટલામાં તેણે ફ્રિઝમાંથી એક કોલ્ડ ડ્રિન્કની બોટલ કાઢીને પીવાનું શરૂ કરી દીધું અને 50 રૂપિયાની નોટ આપી. તેણે 40 રૂપિયા પરત કર્યા તો અલીએ પૂછ્યા વગર બીજી કોલ્ડ ડ્રિન્કની બોટલ કાઢી લીધી.
  - તેણે અલીને પૂછ્યા વગર ફ્રિજમાંથી કોલ્ડ ડ્રિન્કની બોટલ ન કાઢવા માટે કહ્યું હતું. આ વાતથી બંને વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. અલીએ તેને જવાનું કહ્યું તેથી તે ગુસ્સામાં ત્યાંથી જતો પણ રહ્યો હતો.
  - ત્યારપછી તેમનો દીકરો મનોજ ગેટ બંધ કરવા ગયો તો તેણે જોયું કે અલી ફાર્મ હાઉસમાં ઝાડ પરથી કેરી તોડી રહ્યો હતો. મનોજે જ્યારે તેને કેરી તોડવાની ના પાડી ત્યારે તેણે મનોજનું માથુ પકડીને ત્રણ વાર દિવાલ સાથે અથડાવ્યું હતું.
  - તેના પિતા કમલેશ દોડીને તે બાજુ ગયા ત્યાં સુધી આરોપી મનોજને ફેંકીને જતા રહ્યા હતા. મનોજના માથામાંથી ઘણું લોહી વહી ગયું હતું અને તે બેભાન થઈ ગયો હતો. લોહીથી લથબથ મનોજને સત્યમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન સોમવારે બપોરે તેનું નિધન થઈ ગયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ