ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Son killed father as he denied to buy him a new bike in UP

  નવી બાઇક ખરીદવાની પિતાએ પાડી ના, દીકરાએ રાઇફલથી લીધો જીવ

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 08:00 AM IST

  મોટરસાયકલ ખરીદવાને લઇને બાપ-દીકરા વચ્ચે ઝઘડો થઇ ગયો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   લખનઉ: ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાના ઉરઈનગર પોલીસ-સ્ટેશન વિસ્તારના જેલરોડ પર નવી મોટરસાયકલ ખરીદવાને લઇને થયેલા સામાન્ય વિવાદમાં દીકરાએ મંગળવારે પોતાના પિતાની લાયસન્સવાળી રાઇફલથી ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઇ ગયો. પોલીસ આ મામલે કેસ નોંધીને તપાસ કરી રહી છે.

   દીકરાએ ગોળી મારીને કરી પિતાની હત્યા

   - ઉપરી પોલીસ અધિકારી સુરેન્દ્રનાથ તિવારીએ જણાવ્યું કે લેખપાલ કૈલાશનાથ યાદવ પોતાના પરિવાર સાથે જેલરોડ પર રહેતો હતો. મંગળવારની સવારે નવી અપાશે મોટરસાયકલ ખરીદવાને લઇને દીકરા શ્યામ અને તેમની વચ્ચે નાનો એવો ઝઘડો થઇ ગયો. ત્યારબાદ શ્યામે પોતાના પિતાની ગોળી મારીને હત્યા કરી દીધી અને ફરાર થઇ ગયો.

   - તેમણે જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી. મૃતકના શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. મૃતકની પત્નીની ફરિયાદ પર આરોપી દીકરી શ્યામ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

   પાકની કાપણીને લઇને પણ એક દીકરાએ કરી પિતાની હત્યા

   - બીજી બાજુ પીલીભીત જિલ્લામાં પાકની કાપણીને લઇને ચાલી રહેલા વિવાદમાં એક દીકરાએ દગાથી તેના પિતાની હત્યા કરી દીધી. જિલ્લાના અમરૈયાકલા ગામના રહેવાસી છોટેલાલની તેના દીકરા ધર્મપાલે જમવાના બહાને ઘરે બોલાવીને હત્યા કરી દીધી. એટલું જ નહીં, શબને ઘરમાં જ દાટી દેવા માટે આંગણામાં એક ખાડો પણ ખોદી નાખ્યો.

   - કોઇ રીતે આની જાણ ગામલોકોને થઇ ગઇ. તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી, તો આરોપી ત્યાંથી ભાગી ચૂક્યો હતો. પોલીસની ટીમે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. મૃતકના મોટા ભાઈ મૈકુલાલે કરેલી ફરિયાદના આધારે આરોપી ધર્મપાલ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તેની શોધ શરૂ કરવામાં આવી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Son killed father as he denied to buy him a new bike in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top