1

Divya Bhaskar

Home » National News » Desh » Son kept mothers deadbody in fridge to get her pension detained for interrogation

માની લાશ ફ્રીઝરમાં રાખી 3 વર્ષથી પેન્શન લેતો રહ્યો દીકરો, પિતા માટે પણ લાવ્યો ફ્રીઝર

Divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 04:45 PM IST

રાજધાની કોલકાતાના બેહાલામાં પોલીસને લગભગ 3 વર્ષથી ફ્રિઝમાં રાખવામાં આવેલું મહિલાનું શબ મળી આવ્યું છે

 • નેશનલ ડેસ્કઃ પશ્ચિમ બંગાળમાં ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાજધાની કોલકાતાના બેહાલામાં પોલીસને લગભગ 3 વર્ષથી ફ્રિઝમાં રાખવામાં આવેલું મહિલાનું શબ મળી આવ્યું છે. આ મામલામાં પોલીસે મૃતક મહિલાના દીકરા અને પતિને અરેસ્ટ કરી લીધા છે. આરોપ છે કે મૃતકના દીકરાએ માતાના પેન્શન મેળવવા માટે શબ આટલા વર્ષો સુધી ફ્રિઝમાં રાખ્યું હતું. તેના માટે તેઓ દર મહિને અંગૂઠાનું નિશાન લેતા હતા. મળતી જાણકારી મુજબ, મૃતક મહિલા રિટાયર્ડ એફસીઆઈ અધિકારી હતી, જેને દર મહિને 50,000 રૂપિયા પેન્શન મળતું હતું. આશ્ચર્યની વાત એ છે કે આરોપીના પિતા પણ તેની સાથે જ રહેતા હતા અને તેમને આ વાતને લઇને કોઇ વાંધો ન હતો.

  3 વર્ષ સુધી શબને કેવી રીતે રાખ્યું સુરક્ષિત?
  - મૃતક મહિલાનું નામ બીના મજૂમદાર છે. પોલીસે જણાવ્યું કે, આરોપી સુબ્રત મજૂમદાર દર મહિને માતાને મળી રહેલું પેન્શન બેન્કમાંથી ઉપાડતો હતો.
  - મહિલાના મોતના ત્રણ વર્ષ સુધી આવું ચાલતું રહ્યું.
  - સુબ્રતે લેધર ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે અને માના શબને સુરક્ષિત રાખવા માટે તે રસાયણોનો ઉપયોગ કરતો હતો. તેના પિતા ગોપાલચંદ્ર મજૂમદાર તેની સાથે જ રહે છે.
  - જણાવવામાં આવી રહ્યું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી પણ તે કોઇ નોકરી કરતો ન હતો અને મા-બાપના પેન્શનમાંથી જ ગુજારો કરતો હતો.
  - ઉલ્લેખનીય છે કે મૃતક બીના મજૂમદાર ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયામાં બહુ મોટી પોસ્ટ પરથી રિટાયર થઇ હતી.
  - આશરે ત્રણ વર્ષ પહેલા બીમારીઓના કારણે બીનાનું મોત હોસ્પિટલમાં જ થઇ ગયું હતું.
  દીકરાએ કહ્યું- મા સહી કરવાનું ભૂલી ગઇ છે
  - માના મોત પછી હોસ્પિટલમાંથી મળેલા ડેથ સર્ટિફિકેટને છુપાવીને દીકરાએ ગેરકાયદેસર લિવિંગ સર્ટિફિકેટ બનાવડાવી લીધું હતું.
  - દર વર્ષે જીવિત હોવાના પ્રમાણ તરીકે સુબ્રત તેના અંગૂઠાના નિશાન લઇને બેંક જતો હતો અને કહેતો હતો કે ઘણી ઉંમર થઇ જવાને કારણે તે સહી કરવાનું ભૂલી ગઇ છે.
  આગળની સ્લાઇડમાં વાંચો, પિતા માટે પણ લઇ આવ્યો હતો ફ્રીઝર
  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Son kept mothers deadbody in fridge to get her pension detained for interrogation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  3 વર્ષ સુધી માનું શબ ફ્રીઝમાં રાખી લેતો હતો પેન્શન.
  પિતા માટે પણ લઇ આવ્યો હતો ફ્રીઝર 
   
  - પોલીસને સુબ્રતના ઘરેથી બે ફ્રીઝર મળી આવ્યા છે. બીજું ફ્રીઝર લાવવા પાછળનો ઇરાદો જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. દાવો છે કે બીજું ફ્રીઝર તે પિતા માટે લાવ્યો હતો. તેમના મોત પછી તેમને પણ ફ્રીઝરમાં રાખીને પેન્શન ઉઠાવવાની યોજના સુબ્રતે બનાવી હતી. 
  - પિતા ગોપાલચંદ્ર મજૂમદારને તેણે કહ્યું હતું કે તેણે માને જીવતી રાખવા માટે જુગાડ કર્યો છે. પોલીસ પિતાની પણ પૂછપરછ કરી રહી છે કે આખરે તેમણે દીકરાના આ કાવતરા અંગે કોઇને કેમ જાણ કરી નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પિતાને સુબ્રતની યોજનાની જાણ થઇ ગઇ હતી એટલે સંભવ છે કે તેમણે જ પોલીસને આ વાતની જાણ કરી હોય.
   
  આગળની સ્લાઇડમાં વાંચો, શરીર પરથી કાઢ્યું સડી ગયેલું અંગ
 • Son kept mothers deadbody in fridge to get her pension detained for interrogation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આરોપી દીકરાની થઇ ધરપકડ.

  શરીર પરથી કાઢ્યું સડી ગયેલું અંગ

  - શબની નાભિની ઉપર કટના નિશાન મળ્યા છે. અંદરથી તમામ અંગો પણ ગાયબ છે. માનવામાં આવી રહ્યું છે કે આરોપીએ તમામ અંગો કાપીને નાખી દીધા છે, જેનાથી સડી ગયાની દુર્ગંધ ન આવે. ઘની અંદર એવા ઘણા કેમિકલ મળ્યા છે, જેના દ્વારા ચામડું સડવાથી બચાવી શકાય છે.  

  મહિલાના અંતિમ સંસ્કાર વિશે પડોશીઓ હતા અજાણ

  - આરોપીના પડોશીઓએ ન્યૂઝ ચેનલ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિવારના લોકો પડોશીઓ સાથે વાતચીત નહોતા કરતા.

  - પડોશીઓએ વધુમાં જણાવ્યું કે તેમને મહિલાની મોતની જાણકારી હતી, પરંતુ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું કે નહીં તેની જાણકારી નહોતી.

 • Son kept mothers deadbody in fridge to get her pension detained for interrogation
  પોલીસને ફ્રીજમાંથી મળી આવ્યું મહિલાનું શબ.

  શરીર પરથી કાઢ્યું સડી ગયેલું અંગ

  - શબની નાભિની ઉપર કટના નિશાન મળ્યા છે. અંદરથી તમામ અંગો પણ ગાયબ છે. માનવામાં આવી રહ્યું છે કે આરોપીએ તમામ અંગો કાપીને નાખી દીધા છે, જેનાથી સડી ગયાની દુર્ગંધ ન આવે. ઘની અંદર એવા ઘણા કેમિકલ મળ્યા છે, જેના દ્વારા ચામડું સડવાથી બચાવી શકાય છે.  

  મહિલાના અંતિમ સંસ્કાર વિશે પડોશીઓ હતા અજાણ

  - આરોપીના પડોશીઓએ ન્યૂઝ ચેનલ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિવારના લોકો પડોશીઓ સાથે વાતચીત નહોતા કરતા.

  - પડોશીઓએ વધુમાં જણાવ્યું કે તેમને મહિલાની મોતની જાણકારી હતી, પરંતુ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું કે નહીં તેની જાણકારી નહોતી.

More From National News

Trending