ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Son failed in 4 subjects in 10th board exam father encouraged him by sharing sweets in MP

  4 વિષયોમાં બોર્ડમાં ફેઇલ થયો દીકરો, પિતાએ આતશબાજી કરી અને વહેંચી મિઠાઈ

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 10:11 AM IST

  એમપી બોર્ડનું 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે, મોટી સંખ્યામાં ઘણા વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.
  • નાપાસ થયેલા દીકરા પર પિતા સુરેન્દ્રકુમારે તેના પર ગુસ્સો ન કર્યો પરંતુ આ માટે તેનું સરઘસ કાઢીને તેને બિરદાવ્યો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાપાસ થયેલા દીકરા પર પિતા સુરેન્દ્રકુમારે તેના પર ગુસ્સો ન કર્યો પરંતુ આ માટે તેનું સરઘસ કાઢીને તેને બિરદાવ્યો.

   ભોપાલ: એમપી બોર્ડનું 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મોટી સંખ્યામાં ઘણા વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. ખજૂરાહોમાં એક છોકરાએ પરિણામથી દુઃખી થઇને સુસાઇડ કરી લીધું. એક તરફ જ્યાં સમજાવવામાં આવે છે કે સફળતા અને અસફળતા જીવનનો એક ભાગ છે, તે છતાંપણ ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ ગભરાઇને આવા મોટાં પગલાં ભરી લે છે. આ સમયે જરૂરી છે કે માતા-પિતા બાળકોને જણાવે કે આગળ પણ મહેનત કરીને સફળતા મેળવી શકાય છે. સાગરમાં એક પિતાએ કંઇક એવું જ કર્યું જેની હાલ ચર્ચા થઇ રહી છે. સરસ્વતી શિશુ મંદિરમાં ભણતો 10મા ધોરણનો વિદ્યાર્થી આશુ વ્યાસ 6માંથી 4 વિષયોમાં નાપાસ થઇ ગયો. તેના પિતા સુરેન્દ્રકુમારે તેના પર ગુસ્સો ન કર્યો પરંતુ આ માટે તેનું સરઘસ કાઢીને તેને બિરદાવ્યો.

   પિતાને હતો ડર કે દીકરો ન ભરે ખોટું પગલું

   - પિતાને ડર હતો કે ક્યાંક તેમનો દીકરો ખોટું પગલું ન ભરી લે. એટલા માટે તેમણે દીકરાનું સરઘસ કાઢ્યું, ફટાકડાઓની આતશબાજી કરી અને મિઠાઈઓ સુદ્ધાં વહેંચી.

   - આશુએ પોતાના પિતાને વચન આપ્યું છે કે 'રૂક જાના નહીં યોજના'નું ફોર્મ ભરીને 4 વિષયો ફરી એકવાર ભણશે અને 10મા ધોરણની પરીક્ષા પાસ કરશે.
   - ઉલ્લેખનીય છે કે 'રૂક જાના નહીં યોજના' હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી ફોર્મ ભરીને પોતાનું સ્ટડી સમયસર પૂરું કરી શકે છે. તેની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે.

   CMએ મેરિટ લિસ્ટના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી સ્કીમ

   - મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ 12મા ધોરણમાં 70 ટકાથી વધુ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે નાણાકીય મદદ આપવામાં આવશે.

   - ઉપરાંત, 10મા અને 12મા ધોરણમાં 70 ટકાથી વધુ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી કરિયર કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે.
   - 10મા ધોરણમાં 66 ટકા અને 12મા ધોરણમાં 68 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

  • પિતાને ડર હતો કે ક્યાંક તેમનો દીકરો ખોટું પગલું ન ભરી લે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાને ડર હતો કે ક્યાંક તેમનો દીકરો ખોટું પગલું ન ભરી લે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Son failed in 4 subjects in 10th board exam father encouraged him by sharing sweets in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top