ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» દીકરા પછી પિતાનું થયું મોત| Son Death After Father Death in Patna Bihar

  દીકરાની ચિતાની આગ ઠંડી પણ નહતી પડીને તૈયાર થઈ ગઈ પિતાની અરથી

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 12:40 PM IST

  મોતની ખબર મળતાં જ મુખિયા સંઘ અને તેમના સમર્થક ગુસ્સે થઈ ગયા હતા, આખા ગામને છાવણીમાં ફેરવી દેવાયું
  • પતિની હત્યા સહન ન કરી શકી પત્ની
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિની હત્યા સહન ન કરી શકી પત્ની

   ગોપાલગંજ: જિલ્લાના બલેસરા પંચાયતના સરપંચ સહિત પરિવારના દરેક લોકોને ગોળી મારી દેવામાં આવી. ઘટના સ્થળે જ સરપંચના દીકરા સત્યેન્દ્ર ચૌધરીનું મોત થઈ ગયું હતું. સરપંચ, તેમની પત્ની અને તેમના એક દીકરાને સારવાર માટે લખનઉની એક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યાં બુધવારે સરપંચ મહાતમ ચૌધરી અને તેની પત્નીનું મોત થઈ ગયુ હતું. એક દીકરાની હજુ સારવાર ચાલી રહી છે. બુધવારે સરપંચ અને તેમની પત્નીના પણ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.

   ઘટનાક્રમ...

   - સાંજે 6.30 વાગે પત્ની અને બંને દીકરા બેઠા હતા. સરપંચ ઘરે પહોંચ્યા ત્યારે સાંજના 6.50 થયા હતા. આરોપીઓ સાંજે 6.55 વાગે સરપંચના ઘરે પહોંચ્યા અને તેમણે અંધાધૂંધ ફાયરિગં કરવા લાગ્યા હતા. ઘાયલોને સાંજે 7.30 વાગે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પોલીસને સાંજે 7.35 જાણ કરવામાં આવી હતી. રાતે 8.10 પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાતે 8.40 પોલીસના મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીઆઈજી રાતે 11.00 વાગે પહોંચ્યા હતા.
   - મોતની ખબર મળતાં જ મુખિયા સંઘ અને તેમના સમર્થકો ગુસ્સે થઈ ગયા હતા. તુરંત જ આખા ગામને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
   - આ ઘટનામાં બે લોકોની નામ જોગ સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
   - પોલીસે વિનોદ દૂબે નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તેને કોર્ટમાં રજૂ કરીને જ્યૂડિશિલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
   - સરપંચના દીકરાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના શરીરમાંથી બે ગોળી મળી છે, જ્યારે સરપંચને ત્રણ ગોળી મારવામાં આવી છે.
   - બુધવારે સવારે પોલીસની હાજરીમાં જ સરપંચના દીકરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

   પંચાયતની ચૂંટણીમાં થઈ હતી દુશ્મની- હત્યાને પંચાયતની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે. પંચાયતની ચૂંટણી વખતે જ બબલૂ અને હાલના સરપંચ મહાતમ ચૌધરી વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. પરંતુ તેણે બે વર્ષ પછી આ રીતે તેની દુશ્મની કાઢી હતી.

   પ્રશાસને લીધી બાળકોના અભ્યાસની જવાબદારી

   હવે સરપંચના દીકરા મહાતમ યાદવના દીકરા સત્યેન્દ્ર યાદવના બાળકોના અભ્યાસની જવાબદારી પ્રશાસને લીધી છે. હથુઆ એસડીઓ અનિલ કુમાર રમણે લોકોને આશ્વાસન આપ્યું છે કે મૃત સત્યેન્દ્ર યાદવના બાળકોના અભ્યાસનો ખર્ચ પ્રશાસન અને સરકાર સહન કરશે. તે સાથે જ પરિવારજનોને યોગ્ય વળતર પણ આપવામાં આવશે. ત્યારે ગુસ્સે થયેલા લોકો શાંત થયા હતા અને યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

   પતિનો મૃતદેહ જોઈને પત્ની થઈ ગઈ બેભાન

   સરપંચ અને સત્યેન્દ્ર યાદવનો મૃતદેહ ઘરે પહોંચતા જ સત્યેન્દ્રની પત્ની બેભાન થઈ ગઈ હતી. પતિને ગુમાવવાના કારણે તે વાંરવાર બેભાન થઈ જતી હતી. જ્યારે ભાનમાં આવતી ત્યારે તે તેના દીકરાને લઈને છાજીયા લઈને રડતી હતી. મૃતક સત્યેન્દ્રના 3 બાળકો છે. 5 વર્ષનો દિવ્યાંશું, 3 વર્ષનો અનુજ અને 1 વર્ષનો સોનુ.

   મરતા પહેલાં સરપંચે આપ્યું નિવેદન

   પોલીસે મરતા પહેલાં સરપંચનું નિવેદન લીધુ હતું અને તેના આધારે પોલીસે બલેસરા પંચાયતના સુરેશ ચૌધરી અને બબલુ દૂબેના નામે ફરિયાદ નોંધી લીધી હતી. સુરેશની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી છે.

   હાઈ અલર્ટ, સરપંચે માગી હતી સુરક્ષા- બલેસરા પંચાયતના સરપંચના પરિવારને ગોળી માર્યા પછી ગોપાલગંડને હાઈ એલર્ટ રાખવામાં આવ્યું હતું. સરપંચ મહાતમ ચૌધરીએ તેમની સુરક્ષા માટે માગણી કરી હતી તેમ છતા તેમને સિક્યુરિટી આપવામાં આવી નહતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • એક સાથે આખા પરિવારને ગોળી મારી દીધી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક સાથે આખા પરિવારને ગોળી મારી દીધી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દીકરા પછી પિતાનું થયું મોત| Son Death After Father Death in Patna Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `