દીકરાએ પહેલાં વૃદ્ધ પિતાનું કાપ્યું ગળું, પછી ફેવિક્વિકથી જોડવાનો કર્યો પ્રયત્ન

પિતાનો અવાજ ઘરની બહાર ન આવે તે માટે દીકરાએ ટીવીનો વોલ્યુમ મોટો કરી દીધો

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:10 AM
પીડિત પિતા
પીડિત પિતા

હીં એક ઘાતકી દીકરાની આશ્ચર્યજનક કરતૂત સામે આવી છે. અહીં પહેલાં તો દીકરાએ એક ધારદાર હથિયારથી તેના પિતાનું ગળું કાપી દીધું હતું. ત્યારપછી તેણે પિતાનું ગળુ ફેવિક્વિકથી જોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

બસ્તી: અહીં એક ઘાતકી દીકરાની આશ્ચર્યજનક કરતૂત સામે આવી છે. અહીં પહેલાં તો દીકરાએ એક ધારદાર હથિયારથી તેના પિતાનું ગળું કાપી દીધું હતું. ત્યારપછી તેણે પિતાનું ગળુ ફેવિક્વિકથી જોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પિતાનો અવાજ ઘરની બહાર ન જાય તે માટે છોકરાએ ટીવીનો અવાજ પણ વધારી દીધો હતો. જ્યારે તેને ઘટનાની ગંભીરતા જણાવી ત્યારે તે પિતાને ઘરમાં બંઘ કરીને ભાગી ગયો હતો.

પડોશીઓએ સાંભળ્યો અવાજ


આ ઘટના સોનહા વિસ્તારની છે. અહીં રહેતા 65 વર્ષના રામદેવ મિશ્ર રેલવેના રિટાયર્ડ કર્મચારી છે. પડોશીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે શનિવારે રામદેવ મિશ્રાનો રડવાનો અવાજ આવ્યો ત્યારે તેમણે ગામના સરપંચને આ વિશેની જાણ કરી હતી.

દ્રશ્ય જોઈને બધા રહી ગયા દંગ


- સહયોગીઓ સાથે પહોંચેલા સરપંચે પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘરનું તાળું તોડ્યું. તેમણે અંદરનું દ્રશ્ય જોયુ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોહીથી લથબથ રામદેવ જમીન પપ પડ્યા હતા અને તેમના ગળા પર ઈજાના નિશાન હતા.

તાત્કાલિક પહોંચાડ્યા હોસ્પિટલ


- આ દ્રશ્ય જોયા પછી રામદેવને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સ તેમને સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે. રામદેવે ઈશારાની મદદથી પોલીસને ઘટના સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આગળની સ્લાઈડમાં વાંચો, તેની પહેલી પત્નીની પણ હત્યા કરી ચૂક્યો છે આરોપી

સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

ત્રણ દિવસથી ઘરમાં બંધ હતા રામદેવ


માનવામાં આવે છે કે, રામદેવ ત્રણ દિવસથી તેના ઘરમાં ઘાયલ અવસ્થામાં બંધ હતો. તેમનો અવાજ ન આવે તે માટે દીકરાએ ટીવીનો અવાજ વધારી દીધો હતો. જેથી પડોશીઓને આ વિશે જાણ પણ ન થઈ શકે. પરંતું જ્યારે લાંબા સમય સુધી વીજળી જતી રહી અને ઈંવર્ટર પણ ડિસચાર્જ થઈ ગયું તો રામદેવના સીસકારા પડોશીઓને સંભળાયા હતા. ત્યારે ઘટના સામે આવી હતી.

 

ધારદાર હથિયારથી કાપ્યું પિતાનું ગળું
ધારદાર હથિયારથી કાપ્યું પિતાનું ગળું

આરોપીએ પહેલી પત્નીની પણ કરી હતી હત્યા


- રામદેવના પડોશીઓના જણાવ્યા પ્રમાણે 40 વર્ષના આરોપીએ 2005માં તેની પહેલી પત્નીને છત પરથી પાડીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારપછી તેણે બીજા લગ્ન કર્યા અને તેના બાળકો પણ છે. પરંતુ આ ઘટના પછી તે તેની પત્ની અને બાળકોને પણ મળ્યો નથી.

 

X
પીડિત પિતાપીડિત પિતા
સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવારસિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
ધારદાર હથિયારથી કાપ્યું પિતાનું ગળુંધારદાર હથિયારથી કાપ્યું પિતાનું ગળું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App