Home » National News » Desh » son arrested in triple murder case of his parents and sister in Delhi

એકના એક દીકરાએ TV સીરિયલ જોઈ મા-બાપ અને બહેનની હત્યાનો બનાવ્યો હતો પ્લાન, કોઈની છાતીમાં તો કોઈના ગળામાં ચપ્પાથી કર્યો હુમલો

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 04:38 PM

15 ઓગસ્ટની ઘટના પછી વધી ગઈ હતી નફરત, જાણો શું થયું હતું તે દિવસે

 • son arrested in triple murder case of his parents and sister in Delhi

  નવી દિલ્હી: વસંતકુંજના કિશનગઢ વિસ્તારમાં બુધવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 19 વર્ષના છોકરાએ તેના માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી છે. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સૂરજે ટીવી સીરિયલ ક્રાઈમ પેટ્રોલ જોઈને મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. તેણે પહેલેથી જ ઘરમાં કાતર અને ચપ્પુ છુપાવીને રાખ્યા હતા. ત્યારપછી તેણે બુધવારે સવારે સૌથી પહેલાં વહેલી સવારે 3 વાગે બહેનનું મોઢું દબાવીને તેના પર ચપ્પાથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. ત્યાર પછી તેણે આજ રીતે માતા-પિતાની પણ હત્યા કરી દીધી હતી.

  પિતાથી કરતો હતો સૌથી વધુ નફરત


  પોલીસના જણાવ્યા પ્રમાણે મમ્મી-પાપા અને બહેનના મોત પછી તેની આંખમાં ના આંસૂ હતા ન ચહેરા પર અફસોસ. પોલીસને તેથી સૌથી પહેલાં સૂરજ પર જ શંકા થઈ હતી. કડક રીતે પૂછપરછ કરવામાં આવી પછી એક પછી એક કડી જોડવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે તેના પિતાથી સૌથી વધુ નફરત કરતો હતો. સૂરજને નશો કરવાની આદત હતી. તેથી તે બિયરથી લઈને હુક્કો પીવાનો શોખ પણ રાખતો હતો. દીકરાને નાની ઉંમરથી જ ખરાબ આદતો હોવાના કારણે પરિવારજનો પણ તેનાથી ગુસ્સે રહેતા અને ઘણી વાર તેના પિતા તેને મારતા પણ હતાં. સૂરજ 12માં ધોરણમાં એક વાર ફેલ પણ થયો હતો. રોજની કચ કચથી કંટાળીને સૂરજે આ પગલું લીધું હતું.

  સૂરજ પર ધીમે ધીમે વધી ગઈ હતી શંકા


  - બિલ્ડિંગનો મેઈન ગેટ અંદરથી લોક હતો, પહેલા ફ્લોરનો દરવાજો પણ અંદરથી બંધ હતો. આ સંજોગોમાં બહારથી હત્યારાના આવવાની શક્યતા ઓછી હતી.
  - મા સિયાના શરીર પરની જ્વેલરી જૈસે થે જ હતી. મોબાઈલ અને બધો જ સામાન એકદમ સેફ હતો.
  - ઘરની પાછળની બાજુ એખ દરવાજો હતો તે સાંજે જ લોક કરી દેવામાં આવતો હતો.
  - હત્યારાએ એક જ પરિવારના 3 લોકોની હત્યા કરી તો સૂરજને કેમ જીવતો છોડી દીધો?
  - ભાનમાં આવ્યા પછી સૂરજેતેના મોબાઈલથી પોલીસને કેમ ફોન ન કર્યો? પડોશીની દિવાલ પર થોડી માટી પડી હતી પરંતુ ત્યાં કોઈના હાથ-પગ કે જૂતાના નિશાન નહતા મળ્યા.

  પિતાને ઘણી જગ્યાએ, માતાની છાતી પર કર્યો હતો હુમલો


  પડોશમાં રહેતી પ્રીતિએ જણાવ્યું કે, એક રૂમમાં બેડ પર નેહા પડી હતી. તે જ રૂમમાં જમીન પર આન્ટી સિયા પડી હતી. બીજા રૂમમાં અંકલ મિથલેશ હતા. પોલીસે જણાવ્યું કે, મિથલેશના પગ પર એક, છાતીમાં ત્રણ અને ગર્દન પર ચપ્પાનો એક ઘા મળ્યો છે. દીકરી નેહાના પણ છાતી અને ગર્દન પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે સિયાની છાતી ઉપર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો છે.

  જેણે પણ સાંભળ્યું તે આશ્ચર્ય ચકિત થઈ ગયું


  મિથલેશ તેના ચાર ભાઈઓમાંથી ત્રીજા નંબરનો ભાઈ છે. તેનો મોટો ભાઈ છતરપુરમાં રહે છે જ્યારે અન્ય બે ભાઈ સુભાષ અને રામલખન ગામડે રહે છે. હત્યાની જાણ થતાં જ પરિવારજનો મિથલેશના ઘરે પહોંચી ગયા હતા. આ ઘટના પછી અડોશ-પડોશ વાળા ખૂબ આશ્ચર્યચકિત હતા. આરોપીના 10ખાસ મિત્રો હતા પરંતુ પરિવારજનો તેની વિરુદ્ધમાં હતા.

  15 ઓગસ્ટે પતંગ ઉડાડવા બાબતે પિતાએ ફટકાર્યો હતો


  લોહી લુહાણ એક બહેન તડફડિયા મારતી રહી, મદદ પોકારતી રહી, પરંતુ તો પણ તેના ભાઇએ તેના પર દયા ન દાખવી. અંતે એક ભાઇની આંખો સામે તડફડિયા મારતી બહેન મોતને ભેટી. બહેન પ્રત્યે સૂરજની નફરત એટલી હદ સુધી હતી, કે જ્યારે તે તડપી રહી હતી ત્યારે તેનો ભાઇ સામાન આમતેમ ફેલાવી લૂંટના ડ્રામાની સ્ટોરી બનાવી રહ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીને તેના પિતાએ આ જ વર્ષે 15 ઓગસ્ટે પતંગ ઉડાવવા પર ખરાબ રીતે માર્યો હતો, તે દિવસથી તેણે પિતાને મારી નાખવાનું નક્કી કરી લીધું. આ હત્યાકાંડ પહેલા આરોપીએ રાત્રે પોતાની ફેમિલી સાથે સમય પસાર કર્યો અને તેમની સાથે ફોટા પડાવ્યા, પરંતુ તેના મનમાં કઇક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો.

  2013માં સૂરજ ઘર છોડીને ભાગી ગયો હતો, ઘરવાળાઓને કહ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું


  મિથલેશના સૌથી મોટા ભાઇ ચંદ્રભાન છતરપુરમાં ભાડાના મકાનમાં રહે છે. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર, 2013માં સૂરજ ઘરથી 500 રૂપિયા લઇ બુક્સ ખરીદવા માટે સાંજે નીકળ્યો હતો. પરત ના આવતા પિતાએ તેની ગુમ થવાની ફરિયાદ વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં લખાવી. 2 કલાક બાદ સૂરજે પિતાને ફોન કર્યો અને જણાવ્યું કે તે મોદીનગરમાં એક એલ્વે સ્ટેશનની નજીક છે. તેણે કહ્યું કે, કોઇએ તેના મોં પર કપડું રાખી દીધું છે. તે પછી કઇ ખબર નથી. ભાનમાં આવતા તે રેલ્વે સ્ટેશન નજીક જોવા મળ્યો. પિતાએ મોદીનગરમાં રહેતા કેટલાક જાણકારોની મદદથી સૂરજને સ્થાનીક પોલીસના હવાલે કરાવ્યો અને જાતે તેને લેવા ગયા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending